
Direct IPO માં રોકાણ કરવું કેમ મુશ્કેલ છે
IPO માટે સીધું apply કરવું સાંભળવામાં સહેલું લાગે છે, પણ પ્રેક્ટિકલી એ હંમેશા સરળ નથી હોતું.
Allotment lottery દ્વારા નક્કી થાય છે, એટલે સારી રીતે research કરેલી application પણ oversubscribed issue માં allot ના પણ થાય.
ઉપરથી, application period દરમિયાન તમારું capital lock થઈ જાય છે, અને “સાચું” IPO પસંદ કરવા માટે જે research જોઈએ એ મોટાભાગના retail investors પાસે સમય નથી હોતો.
IPO investment mandate ધરાવતા મ્યુચ્યુઅલ ફંડ્સ આ સમસ્યાનો અલગ રીતે ઉકેલ આપે છે — તમારે એક પછી એક IPO માટે apply કરવાની જરૂર નથી, ફંડ મેનેજર તમારા વતી નવા listings નું મૂલ્યાંકન કરીને, ઘણી કંપનીઓમાં ફેલાવીને રોકાણ કરે છે.
આ Funds કોના માટે યોગ્ય છે?
- જેમનું risk appetite વધારે હોય — કેમ કે બંને ફંડ્સ Very High risk category માં છે
- જેમનો 3-5+ વર્ષ નો investment horizon હોય.
- જેમની પાસે પહેલેથી core diversified portfolio (large-cap/flexi-cap) છે અને એના ઉપર થોડું thematic allocation ઉમેરવા માંગે છે
- જેઓ newly listed કંપનીઓની volatility સહન કરવા comfortable હોય
આ Funds કોના માટે યોગ્ય નથી?
- જેમનું risk tolerance ઓછુ હોય
- જેમને 2-3 વર્ષની અંદર પૈસાની જરૂર પડવાની હોય
- પ્રથમ વખત રોકાણ કરનારા જેમની પાસે હજુ diversified base નથી — આ તમારો એકમાત્ર ફંડ ના હોવો જોઈએ
- જેઓ guaranteed કે predictable listing-day gains ની અપેક્ષા રાખતા હોય
ફંડ લિસ્ટ
હાલમાં ભારતમાં ફક્ત 2 dedicated IPO-focused મ્યુચ્યુઅલ ફંડ schemes ઉપલબ્ધ છે:
| ફંડ | Category | Risk | Expense Ratio | Min Lumpsum | 3Yr Return |
|---|---|---|---|---|---|
| Edelweiss Recently Listed IPO Fund | Equity – Sectoral/Thematic | ખૂબ વધારે (Very High) | 1.08% | ₹100 | 18.84% |
| Mirae Asset BSE Select IPO ETF FoF | Other – FoF Domestic | ખૂબ વધારે (Very High) | 0.37% | ₹5,000 | નવો ફંડ, limited track record |
Data Dhan.co પરથી લેવામાં આવ્યો છે, તારીખ ઓગસ્ટ 21, 2026 મુજબ. Past performance ભવિષ્યના returns ની ગેરંટી નથી.
તમારા આ ફંડ યોગ્ય છે? ખાતરી નથી?
- 1 મિનિટમાં Risk Profile ચેક કરો: 👉 https://compound-mf.13kbs.com/#risk-quiz
તમારા Portfolio ને Review કરવો છે?
જો તમારે તમારા હાલના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો નું review જોઈતું હોય, અથવા IPO-focused ફંડ્સ તમારા માટે યોગ્ય છે કે નહીં એ સમજવું હોય, તો હું તમારી સાથે Whatsapp અથવા કોલ પર કે રૂબરૂ વાત કરીને help કરીશ. જો તમને ખ્યાલ નથી કે કેટલી amount ની SIP કરવી જોઈએ તો એ પણ જણાવીશ.
👉 મ્યુચ્યુઅલ ફંડ Review માટે WhatsApp કરો
જો તમે હજુ સુધી Mutual ફંડ્સ માં રોકાણ (SIP) શરૂ નથી કરી તો આ લિંક પર ક્લિક કરીને FREE માં એકાઉન્ટ ખોલાવી શકો છો
📌 Disclaimer
Mutual Fund investments are subject to market risks. Read all scheme related documents carefully before investing. Past performance is not indicative of future returns. This blog is for informational purposes only and does not constitute investment advice. I may earn a distribution commission on investments made through me.
— નિરવ આડતીયા
— AMFI Registered Mutual Fund Distributor (MFD)
— ARN: 348423



