Unhealthy Foods: આજના ઝડપી જીવનમાં, આપણે ઘણીવાર એવું ખાઈ લઈએ છીએ જે ટેસ્ટ માં સારું લાગે પણ આરોગ્ય માટે નુકસાનકારક હોય. ખાસ કરીને મોટા શહેરોમાં, જ્યાં ફાસ્ટ ફૂડ અને બેકરી આઇટમ્સ નો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે ખાવાની આદતો પર ધ્યાન આપવું જરૂરી છે. આ લેખ માં, અમે તમને એવા 10 હાનિકારક ખોરાક વિશે જણાવીશું જે હૃદય, ડાયાબિટીસ અને એકંદર આરોગ્ય માટે ખરાબ છે.
મિત્રો, આજે ભારત ડાયાબિટીસની રાજધાની બની રહ્યું છે, અને આ ચિંતાજનક સત્ય છે. દુનિયામાં ઓબેસિટીમાં ભારત ત્રીજા નંબરે છે, અને ડાયાબિટીસમાં પણ અમે ટોચની સ્થિતિમાં આવી ગયા છીએ. આ આંકડા એક વાત સ્પષ્ટ કરે છે. આપણે આપણી આરોગ્ય સામે ખૂબ જ નિષ્કાળજી રાખીએ છીએ. ઝડપી જીવનશૈલી, ફાસ્ટ ફૂડ, અને અનહેલ્દી ખોરાકનું વધુ વપરાશ આનું મુખ્ય કારણ છે. ચાલો, જાણીએ કે આવા ખોરાકથી શા માટે દૂર રહેવું જોઈએ!

Table of Contents
1. કોલ્ડ ડ્રિંક્સ | Cold Drinks
Unhealthy Foods માં સૌથી ખતરનાક કોલ્ડ ડ્રિંક્સ છે, પણ આ ખાંડ (Sugar) થી ભરેલાં પીણાં હૃદય અને ડાયાબિટીસ માટે સૌથી ખતરનાક છે. આની એક બોટલમાં 10 થી 12 ચમચી ખાંડ છે, જે બ્લડ શુગર અને વજન વધારે છે. નિષ્ણાતો કહે છે કે, કોલ્ડ ડ્રિંક્સ માં એમ્પ્ટી કેલરી હોય છે, જે હૃદયની નળીઓમાં બ્લોકેજનું જોખમ વધારે છે. કોલ્ડ્રીંક માં રહેલો CO₂ ગેસ પેટમાં ફુગ્ગા (bloating), ગેસની સમસ્યા અને પેટમાં અસ્વસ્થતા પેદા કરી શકે છે.
આના વિકલ્પ માં તમે નાળિયેર પાણી, લીંબુ પાણી, કે છાશ પી શકો છો .
2. પિઝા | Pizza
આજકાલ ના યુવાનોની પહેલી પસંદ પિઝા છે, પરંતુ તેમાં ટ્રાન્સ ફેટ, પ્રોસેસ્ડ ચીઝ, અને વધુ મીઠું હોય છે. આ બધું હૃદય માટે ઝેરી છે અને બ્લડ પ્રેશર વધારે છે. અત્યારે બધી દુકાનો માં પિઝા આઉટલેટ્સની ભરમાર છે, જે ગ્રાહકોને વિવિધ પ્રકાર ના પિઝા, ફ્લેવર્સ અને કિંમતો ના વિકલ્પો પૂરા પાડે છે. જોકે, આની સાથે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ જેમ કે સ્થૂળતા (obesity), એસિડિટી નું પ્રમાણ પણ વધી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો સૂચવે છે કે મહિનામાં એકાદ વખત જ પીઝા જેવા ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ.
આના વિકલ્પ માં ઘરે બનાવેલો હોલ ગ્રેઈન પિઝા, તથા ઘરનો બનેલો ટમેટા સોસ, શાકભાજી જેવાકે કેપ્સિકમ, ટમેટા, ગાજર, કેબેજ નો ઉપયોગ કરી શકાય. અને ઓછું ચીઝ નો ઉપયોગ કરવો જોઈએ જેથી એ હેલ્થ ને વધુ નુકસાન ના કરી શકે. આવા હેવી ખોરાક ખાતા પેહલા તમારે શાકભાજી નું સલાડ ખાવું જોઈએ જે તમને sugar spikes થી પણ બચાવશે.
3. ચાઈનીઝ વાનગી ઓ અને ચાઈનીઝ સૉસ | Chinese Foods and Sauces
ચાઈનીઝ ફૂડમાં વપરાતા સૉસ, જેમ કે સોયા સૉસ કે શેઝવાન, મીઠું અને MSG (મોનોસોડિયમ ગ્લુટામેટ) થી ભરપૂર હોય છે. આ હૃદયની નળીઓને નુકસાન કરે છે અને બ્લડ પ્રેશર વધારે છે. ચાઈનીઝ વેચતી દુકાનો પર તો આ સૉસનો ઉપયોગ ખૂબ થાય છે.
આના વિકલ્પ માં ઘરે બનાવેલી ચટણી કે ટામેટાની સૉસ વાપરો,
4. પ્રોસેસ્ડ ચીઝ | Processed Cheese
ફાસ્ટ ફૂડમાં પ્રોસેસ્ડ ચીઝ સૅન્ડવીચ, ચીઝ ટોસ્ટ, વડાપાંવ અને દાબેલી, બર્ગર અને હોટ ડોગ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, નાચોઝ માં ખૂબ વપરાય છે, પણ તેમાં વધુ મીઠું અને સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હૃદયની નળીઓને નુકસાન કરે છે. આ ચીઝ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારી શકે છે.અઠવાડિયામાં એક કે બે વખતથી વધુ ન ખાવું.
આના વિકલ્પ માં ઘરે બનાવેલું પનીર કે લો-ફેટ ચીઝ વાપરો.
5. બ્રેડ અને બેકરી આઇટમ્સ |Bread and Bakery items
બ્રેડ અને બેકરી આઇટમ્સ ની વિશાળ શ્રેણી છે, જેનો ઉપયોગ નાસ્તાથી લઈને મુખ્ય ભોજન સુધી કરવામાં આવે છે. પરંતુ બ્રેડ, પેસ્ટ્રી, અને કેકમાં મેંદો, ખાંડ, અને ટ્રાન્સ ફેટ હોય છે. આ કોલેસ્ટ્રોલ અને વજન વધારે છે.
આના વિકલ્પ માં હોલ ગ્રેઈન બ્રેડ કે ઘરે બનાવેલી રોટલી પસંદ કરો.
6. સ્વીટન્ડ દહીં | Sweetened Yogurt
ગુજરાતીઓને દહીં ખૂબ પસંદ છે, પણ બજારમાં મળતું ફ્લેવર્ડ દહીં (સ્વીટન્ડ યોગર્ટ) ખાંડથી ભરપૂર હોય છે. આ વજન વધારે છે અને ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. દુકાનોમાં સ્ટ્રોબેરી કે મેંગો ફ્લેવરવાળું દહીં લોકપ્રિય છે, પણ તે હેલ્ધી નથી.
આના વિકલ્પ માં ઘરે બનાવેલું સાદું દહીં, જેમાં થોડું મધ કે ફળો ઉમેરો.
7. ઓઇલ | Oil
વધુ પડતું તેલ, ખાસ કરીને પામ ઓઇલ, સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારે છે. ગુજરાતી ઘરોમાં તળેલું ખાવાનું ટ્રેન્ડ છે, પરંતુ ઓછું તેલ વાપરો.વધુ પડતું તેલ, ખાસ કરીને પામ ઓઇલ અને રિફાઈન્ડ ઓઇલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને ટ્રાન્સ ફેટ્સથી ભરપૂર હોય છે, જે LDL કોલેસ્ટ્રોલ (ખરાબ કોલેસ્ટ્રોલ) વધારીને હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. વાનગીઓમાં વધુ પડતા તેલનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક છે.
વારંવાર તળેલા ખોરાકનું સેવન શરીરમાં બળતરા (inflammation) અને વજન વધવાની સમસ્યા ઉભી કરી શકે છે, જે ખાસ કરીને ઓબેસિટી અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. તેલમાં રહેલા ઓમેગા-6 ફેટી એસિડ્સનું અસંતુલન પણ શરીરના હોર્મોન્સ અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.
આના વિકલ્પ માં કોલ્ડ-પ્રેસ્ડ ઓલિવ ઓઇલ કે સરસવનું તેલ વાપરો.
8. ડીપ-ફ્રાઈડ સ્નેક્સ (જેમ કે પકોડા, ભજીયા) | Deep-Fried Snacks
ગુજરાતી નાસ્તામાં ડીપ-ફ્રાઈડ સ્નેક્સ જેમ કે પકોડા, ભજીયા, કે સમોસા ખૂબ લોકપ્રિય છે, ખાસ કરીને ચા-નાસ્તાની દુકાનોમાં. પણ આ વસ્તુઓ વધુ પડતા તેલમાં તળવામાં આવે છે, જેમાં ટ્રાન્સ ફેટ અને કેલરીનું પ્રમાણ ખૂબ હોય છે. આ હૃદયની નળીઓમાં બ્લોકેજનું જોખમ વધારે છે અને વજન પણ વધે છે. આવા સ્નેક્સ મહિનામાં એક-બે વખત જ ખાઓ.
આના વિકલ્પ માં શેકેલા ચણા, બાફેલા ઢોકળા, કે એર-ફ્રાઈડ સ્નેક્સ પસંદ કરો, જે ઓછા તેલમાં બને છે.
9. ફ્રૉઝન પેકેટ અને ફાસ્ટ ફૂડ | Frozen, Packed, and Fast Food
ફ્રૉઝન ફૂડ, પેકેજ્ડ જ્યૂસ, ફાસ્ટ ફૂડ, આજના સમયમાં ગુજરાતી ઘરોમાં ખૂબ લોકપ્રિય છે. “અજીનોમોટો” ફાસ્ટ ફૂડ અને ફ્રૉઝન ખોરાકમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ થાય છે, પરંતુ તે માથાનો દુખાવો, ચક્કર, અને લાંબા ગાળે નર્વસ સિસ્ટમ પર અસર કરી શકે છે. વધુ પડતું મીઠું (સોડિયમ) બ્લડ પ્રેશર વધારે છે અને હૃદયની ધમનીઓ પર દબાણ લાવે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેકનું જોખમ વધે છે.
ટ્રાન્સ ફેટ, જે ફ્રૉઝન ફૂડ અને ફાસ્ટ ફૂડમાં વપરાતા હાઈડ્રોજનેટેડ તેલમાંથી મળે છે,“ખરાબ કોલેસ્ટ્રોલ”વધારીને હૃદયરોગ અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. પેકેજ્ડ જ્યૂસમાં વધુ ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે ડાયાબિટીસ અને ઓબેસિટીનું જોખમ વધારે છે. ખાસ કરીને ફરસાણ, ગાઠિયા, અને નૂડલ્સ જેવા ફાસ્ટ ફૂડ બાળકો અને યુવાનોમાં લોકપ્રિય છે, પરંતુ આનું નિયમિત સેવન શરીરમાં બળતરા (inflammation) અને પાચન સમસ્યાઓ ઉભી કરે છે.
આના વિકલ્પ માં ઘરે બનાવેલું તાજું ભોજન ખાઓ.
10. ખાંડ | Sugar
ખાંડ (Sugar) એ ખાસ કરીને મીઠાઈઓ, શરબત, અને પેકેજ્ડ ખોરાકમાં વપરાય છે, પરંતુ તેનું વધુ પડતું સેવન આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. ખાંડમાં રહેલી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ શરીરમાં ઝડપથી શોષાય છે, જે બ્લડ સુગર નું સ્તર અચાનક વધારે છે અને ડાયાબિટીસ ટાઈપ-2 નું જોખમ વધારે છે. ગુજરાતી ખોરાકમાં જલેબી, લાડુ, ગુલાબ જાંબુ, અને શીરો જેવી મીઠાઈઓ ખૂબ પસંદ કરવામાં આવે છે, પરંતુ આમાં રહેલી વધુ પડતી ખાંડ વજન વધવું, ઓબેસિટી, અને ફેટી લીવર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
વધુમાં, ખાંડ જે હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, અને કોલેસ્ટ્રોલ (ખાસ કરીને LDL – ખરાબ કોલેસ્ટ્રોલ) ને વધારવા માટે જવાબદાર છે. પેકેજ્ડ જ્યૂસ, સોફ્ટ ડ્રિંક્સ, અને બિસ્કિટ જેવા પ્રોસેસ્ડ ખોરાકમાં છુપાયેલી ખાંડ પણ દાંતના સડા, રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, અને થાકની સમસ્યા ઉભી કરે છે. બાળકોમાં વધુ ખાંડનું સેવન ADHD (“ધ્યાન ખામી ડિસઓર્ડર”)જેવી સમસ્યાઓ સાથે જોડાયેલું છે
આના વિકલ્પ માં ગોળ કે મધ નો ઉપયોગ કરી શકો..
જો તમને આ માહિતી ગમી હોય, તો અમારા હેલ્થ રિલેટેડ અન્ય બ્લોગ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.




