રાજકોટના બેસ્ટ અનલિમિટેડ પિઝા પ્લેસ | Best Unlimited Pizza in Rajkot 2026

Best Unlimited Pizza in Rajkot 2026: રંગીલું રાજકોટ હવે માત્ર ગાંઠિયા અને જેલેબી પૂરતું મર્યાદિત નથી રહ્યું, અહીં હવે પિઝાનું કલ્ચર પણ એટલું જ રંગીન બન્યું છે. ભલે રૈયા રોડ હોય કે કાલાવડ રોડ, શહેરના દરેક ખૂણે પિઝાની સુગંધ પ્રસરેલી છે. પણ જ્યારે વાત ‘અનલિમિટેડ’ ફૂડની આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે— ક્યાં સ્વાદ સારો હશે? ક્યાં ખિસ્સાને પરવડે તેમ છે? અને ક્યાં ફેમિલી સાથે જઈ શકાય?

તમારી આ મૂંઝવણ દૂર કરવા માટે અમે ૨૦૨૬ ના લેટેસ્ટ રિવ્યુઝ અને ભાવ સાથે એક ખાસ લિસ્ટ તૈયાર કર્યું છે. આ આર્ટિકલમાં અમે રાજકોટના એવા ૫ પિઝા પ્લેસની મુલાકાત લીધી છે જ્યાં માત્ર પિઝા જ નહીં, પણ ગરમાગરમ સ્ટાર્ટર્સ, લિજ્જતદાર સલાડ અને અદભૂત ડેઝર્ટ્સનો ખજાનો મળશે. પછી ભલે તમારે દોસ્તો સાથે મોડી રાત સુધી ચિલ કરવું હોય વીકેન્ડ પર બાળકોને પિઝા પાર્ટી આપવી હોય, આ ગાઈડ તમને બેસ્ટ જગ્યા પસંદ કરવામાં મદદ કરશે.

Best Unlimited Pizza in Rajkot
Best Unlimited Pizza in Rajkot

1. BUDDYS PIZZA | બડીઝ પિઝા

Best Unlimited Pizza in Rajkot માં BUDDYS PIZZA એ નામાંકિત સ્થળ માં નું એક છે. જો તમે ઓછા બજેટમાં સારા પિઝા એન્જોય કરવા માંગતા હોવ, તો આ જગ્યા ચોક્કસ મુલાકાત લેવા જેવી છે. અહીં પિઝાનો ક્રસ્ટ એકદમ પરફેક્ટ હોય છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. અહીં મેનૂમાં એટલી બધી વેરાયટી છે કે દરેકને પોતાની પસંદગીનો સ્વાદ મળી જ રહેશે.

અહીં જમતી વખતે થોડો ઘોંઘાટ લાગે છે, પણ માહોલ હૂંફાળો છે. સ્ટાફ નમ્ર છે, પરંતુ સર્વિસ ખૂબ જ ફાસ્ટ છે, જે અમુક લોકોને ઉતાવળ જેવું લાગી શકે છે. જો તમારે આખું મેનૂ નથી ખાવું, તો અંદાજે માત્ર ₹150 માં અનલિમિટેડ સ્ટાર્ટર્સ એન્જોય કરી શકો છો અને તેની સાથે અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક્સ તો ખરા જ!

Buddys pizza
Buddys pizza
  • સરનામું: એલિગન્સ કોમ્પ્લેક્સ, પહેલો માળ, ૧૫૦ ફીટ રિંગ રોડ, સત્યવિજય આઈસ્ક્રીમ ઉપર, રાજકોટ.
  • ફોન: 079841 26341
  • મેપ લોકેશન: અહીં ક્લિક કરો
  • અનલિમિટેડ ઓફર: માત્ર અંદાજે ₹270 માં અનલિમિટેડ પિઝા + સ્ટાર્ટર્સ + કોલ્ડ ડ્રિંક્સ. જો માત્ર સ્ટાર્ટર્સ જ ખાવા હોય તો અંદાજે ₹150 માં પણ ઉપલબ્ધ છે. આ ભાવ માં ફેરફાર થતા હોઈ છે.
  • ખાસિયત: અહીંના Margherita અને Puff Pizza મસ્ટ ટ્રાય છે. ડેઝર્ટમાં તેમનું ‘Baked Rasogolla’ અને બ્રાઉની આઈસ્ક્રીમ મિસ કરવા જેવો નથી.

2. PIZZA BUFFET | પિઝા બફેટ

રાજકોટમાં જમવા માટે આ રેસ્ટોરન્ટનો અનુભવ ખરેખર અદભૂત છે, અહીં એન્ટ્રી વખતે જ તમારા કાંડા પર એક બેન્ડ બાંધવામાં આવે છે અને તમે ફૂડની વિશાળ દુનિયામાં એન્ટ્રી કરો છો. ૪ મોટા ડાઇનિંગ હોલ અને સુંદર લાઈટિંગ આ જગ્યાને એકદમ લક્ઝરી લુક આપે છે. વેજિટેરિયન ફૂડ લવર્સ માટે આ જગ્યા એટલે સ્વાદનું સ્વર્ગ! આ રેસ્ટોરન્ટના બફેટમાં ઇટાલિયન અને પિઝા સિવાય ચાઈનીઝ ભેલ, ક્રિસ્પી પોટેટો, મોમોસ, વેજ પુલાવ અને દાલ-ફ્રાઈ જેવી દેશી વાનગીઓનો પણ મોટો ખજાનો છે. ટામેટાનો સૂપ અહીંનો બેસ્ટ છે. અહીં અમે ડિનર કર્યા બાદ ice cream ખાધું હતું. તેમાં પણ સારા ફ્લેવર ઓપ્શન હતા. અને એ પણ અનલિમિટેડ માંજ આવી જાય છે.

PIZZA BUFFET
PIZZA BUFFET
  • સરનામું: નોકઆઉટ બોલિંગ ક્લબની સામે, કાલાવડ રોડ પાસે, મોટા મવા, રાજકોટ.
  • ફોન: 075750 75323
  • મેપ લોકેશન: અહીં ક્લિક કરો
  • અનલિમિટેડ ઓફર: અંદાજે ₹419 (GST સાથે) માં વન ઓફ ધ લાર્જેસ્ટ બફેટ, જેમાં ચાઈનીઝ, ઈટાલિયન, સાઉથ ઈન્ડિયન, નોર્થ ઈન્ડિયન અને પિઝા સામેલ છે.
  • પાર્કિંગ: અહીં પાર્કિંગ ની જગ્યા પણ ખુબ મોટી છે.
  • ખાસિયત: અહીંના Margherita Pizza હાઈલાઈટ છે અને સ્વીટમાં બદામવાળી બાસુંદી તથા નાની પેસ્ટ્રીઝ ખૂબ જ લોકપ્રિય છે.

3. NAPELS PIZZA | નેપલ્સ પિઝા

આ જગ્યાએ લોકો ખેંચાઈ આવે છે એનું મુખ્ય કારણ અહીંના પિઝાનો અમેઝિંગ ટેસ્ટ અને બ્રેડની તાજગી છે. પિઝામાં વપરાતા ટોપિંગ્સ પણ એકદમ ફ્રેશ હોય છે, જે સ્વાદને બમણો કરી દે છે. અહીંની સર્વિસ અને વાતાવરણ તમને એક પ્રીમિયમ અનુભવ કરાવશે.

જૈન મિત્રો માટે ખાસ સુવિધા: જો તમે જૈન ઓપ્શન શોધી રહ્યા હોવ, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. અહીં માત્ર જૈન પિઝા જ નહીં, પણ ખાસ જૈન ઓરેગાનો (Jain Oregano) અને જૈન ટોમેટો સોસ પણ ઉપલબ્ધ છે, જે દરેક જગ્યાએ મળવું મુશ્કેલ હોય છે.અહીં ડિનરમાં અનલિમિટેડ પિઝાની ડીલ ભાવ 300 રૂપિયા આસપાસ છે, જ્યારે માત્ર અનલિમિટેડ સલાડનો ઓપ્શન ૧૮૦ રૂપિયા આસપાસ મળે છે. જમવાનું એકદમ સરસ છે અને પિઝાનો ટેસ્ટ પણ સારો છે.

NAPELS PIZZA
NAPELS PIZZA

પાર્કિંગ: આ રેસ્ટોરન્ટ મેઈન રોડ પર હોવાથી દિવસના સમયે પાર્કિંગ શોધવું થોડું મુશ્કેલ (Difficult) બની શકે છે. જોકે, રોડ સાઈડ ફ્રી પાર્કિંગ ઉપલબ્ધ છે.

  • સરનામું: ૨૦૨, પ્રાઈડ એમ્પાયર, યુનિયન બેંકની પાસે , રેસકોર્સ પાસે, રાજકોટ, ગુજરાત ૩૬૦૦૦૧.
  • ફોન: 099092 81281
  • મેપ લોકેશન: અહીં ક્લિક કરો
  • જરૂર ટ્રાય કરજો: અહીંનો Fully Loaded Pizza સૌથી વધુ લોકપ્રિય છે.
  • કિંમત: ₹૨૦૦ થી ₹૪૦૦ પ્રતિ વ્યક્તિ.
  • સર્વિસ: અહીં ટેક-અવે એટલે કે “પાર્સલ સુવિધા” પણ બહુ સારી છે.

4. RP’s PIZZERIA | આર.પી. પિઝેરિયા

પિઝા લવર્સ માટે આ એક એવી જગ્યા છે જ્યાં ટેસ્ટ અને શાનદાર કોમ્બો ઓફર્સ બંને સાથે મળે છે. જો તમે હેલ્થ કોન્શિયસ હોવ તો અહીં તમે પિઝામાં Whole Wheat Base (ઘઉંનો બેઝ) પણ પસંદ કરી શકો છો. અહીંનું વાતાવરણ ફેમિલી અને મિત્રો સાથે સમય વિતાવવા માટે એકદમ યોગ્ય છે. અહીંના પિઝામાં The Magician પિઝા ફેમસ છે. આ જગ્યા તેના આકર્ષક કોમ્બો ઓફર્સ માટે જાણીતી છે.

RP's PIZZERIA
RP’s PIZZERIA

પાર્કિંગ: અહીં બિલ્ડિંગની બહાર પાર્કિંગ માટે સારી જગ્યા છે, પણ ભીડના સમયે પાર્કિંગ મળવું એ થોડું તમારા નસીબ પર આધાર રાખે છે.

  • સરનામું: વેસ્ટ ગેટ, ૧૫૦ ફીટ રિંગ રોડ, રૈયા સર્કલ સામે, નાગરિક સહકારી બેંક પાસે, રાજકોટ.
  • ફોન: 099090 99662
  • મેપ લોકેશન: અહીં ક્લિક કરો
  • અનલિમિટેડ ઓફર: વ્યાજબી કિંમતે અનલિમિટેડ પિઝા અને દરરોજ નવી સ્કીમ્સ ઉપલબ્ધ હોય છે.
  • ખાસિયત: અહીંના Calzones, The Magician, અને Cheese Burst પિઝા સૌથી વધુ ઓર્ડર કરવામાં આવે છે.

5. WILLIAM JOHN’S PIZZA | વિલિયમ જોન્સ પિઝા

જો તમે પિઝા લવર હોવ તો આ આઉટલેટની મુલાકાત એકવાર તો લેવી જ જોઈએ. અહીંનું ઇન્ટિરિયર ખૂબ જ સુંદર છે જે તમને ગમી જશે. અહીં પિઝાની સાથે ફ્રેન્ચ ફ્રાઈસ, પાસ્તા અને ૨ પ્રકારના સૂપ જેવી ઘણી વેરાયટીઝ મળે છે. ખાસ કરીને જેમને અલગ-અલગ પ્રકારના સલાડ અને ગાર્લિક બ્રેડ ભાવતા હોય તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે.

જમવાની ખાસિયત: અહીંના પિઝામાં Double Layer અને King Crust Pizza ખૂબ જ વખણાય છે. જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો અહીંના Puff Pizza (પફિઝા) ચોક્કસ મંગાવજો. અહીં સલાડની ક્વોલિટી અને વેરાયટી કિંમતના હિસાબે ખૂબ જ સારી છે. પાર્કિંગ: આ રેસ્ટોરન્ટ મેઈન રોડ પર હોવાથી દિવસના સમયે પાર્કિંગ શોધવું થોડું મુશ્કેલ (Difficult) બની શકે છે. જોકે, રોડ સાઈડ ફ્રી પાર્કિંગ ઉપલબ્ધ છે.

WILLIAM JOHN’S PIZZA
WILLIAM JOHN’S PIZZA
  • સરનામું: ૧ લો માળ, R.K. કોર્પોરેટ હાઉસ, કોટક મહિન્દ્રા બેંકની ઉપર, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ.
  • ફોન: 070486 61212
  • મેપ લોકેશન: અહીં ક્લિક કરો
  • અનલિમિટેડ ઓફર: અંદાજે 200 થી 300 અનલિમિટેડ લંચ શરૂ થાય છે. જેમાં અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક્સ પણ સામેલ છે.
  • જરૂર ટ્રાય કરજો: Margeritta અને Double Cheese Pizza, Premium Cheese Garlic Bread.
  • Puff Pizza અને ફ્રેન્ચ ફ્રાઈસ, અહીંની બ્રાઉની (Brownie) અને આઈસ્ક્રીમ ખૂબ જ લોકપ્રિય છે.
  • વેઇટિંગ: અહીં ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા નથી, એટલે તમારે અંદાજે ૧૦ મિનિટ જેવું વેઇટિંગ કરવું પડી શકે છે.

6. LA PINO’Z PIZZA |લા પિનોઝ પિઝા

મિત્રો, રાજકોટના આ લિસ્ટમાં લા પિનોઝ એક એવી જગ્યા છે જ્યાં ‘અનલિમિટેડ’ સ્કીમ રેગ્યુલર નથી હોતી. છતાં પણ, પિઝાના શોખીનો માટે આ જગ્યાને મિસ કરવી અશક્ય છે. અહીં અમે આ રેસ્ટોરન્ટને એટલા માટે સામેલ કરી છે કારણ કે અહીંના પિઝાનો સ્વાદ એકદમ યુનિક છે અને અહીં રેગ્યુલર મેનૂમાં શાનદાર ઓફર્સ (જેમ કે BOGO – Buy 1 Get 1) ચાલતી હોય છે. જે આપણ ને અનલિમિટેડ ઓફર કરતા પણ સારી પડે છે. જો તમારે વ્યાજબી ભાવે બેસ્ટ પિઝા ખાવા હોય, તો લા પિનોઝ એક પર્ફેક્ટ ઓપ્શન છે.

LA PINO'Z PIZZA
LA PINO’Z PIZZA

રાજકોટમાં પિઝા ખાવા માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે, જ્યાં દરરોજ નવી અને અલગ-અલગ ઓફર્સ મળતી રહે છે. રાત્રે મોડે સુધી મિત્રો કે પરિવાર સાથે ચિલ કરવા માટે આનાથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. ભલે ત્યાં ઘણી વાર ભીડ હોય અને વેઈટિંગ હોય, પણ પિઝાનો સ્વાદ તમારી બધી રાહ વસૂલ કરી દેશે. અહીં સેલ્ફ-સર્વિસ જેવી સિસ્ટમ છે, એટલે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ સિવાયની વસ્તુઓ તમારે જાતે સ્ટોલ પરથી લેવી પડશે. પનીર અને ચીઝના શોખીનો માટે બેસ્ટ પ્લેસ.રાજકોટમાં ઘણી જગ્યાએ પાર્કિંગની સમસ્યા હોય છે, પણ અહીં તમને પુષ્કળ પાર્કિંગ (Plenty of parking) મળી રહેશે. અહીં ફ્રી પાર્કિંગ લોટ અને સ્ટ્રીટ પાર્કિંગ બંનેની સુવિધા ઉપલબ્ધ છે, જે એક મોટો પ્લસ પોઈન્ટ છે.

  • સરનામું: વેસ્ટગેટ કોમ્પ્લેક્સ, ૧૫૦ ફીટ રિંગ રોડ, રૈયા રોડ પાસે, રાજકોટ.
  • ફોન: 072278 58535
  • મેપ લોકેશન: અહીં ક્લિક કરો
  • અનલિમિટેડ ઓફર: અંદાજે ₹200 થી ₹400 માં અહીં શાનદાર અનલિમિટેડ પિઝા અને ડિફરન્ટ કોમ્બો ડીલ્સ મળે છે.
  • ખાસિયત: અહીંના Paneer Butter Masala Pizza, 7 Cheese Pizza, અને Cheezy-7 પિઝા પિઝા લવર્સ માટે ‘મસ્ટ ટ્રાય’ છે.

હેલ્થ ટિપ: એક જવાબદાર નાગરિક તરીકે મારે એટલું તો કહેવું જ જોઈએ કે, બહારનું ખાવાનું બહુ વધારે ન ખાવું જોઈએ. હેલ્થ હંમેશા આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. એટલે જો તમે ‘અનલિમિટેડ’ માં જાવ તો પણ ખાવામાં થોડી ‘લિમિટ’ રાખજો… પેટ પિઝા કરતા વધારે કિંમતી છે!

નોંધ: પિઝા આઉટલેટ્સના ભાવ અને ઓફર્સ સમય જતાં બદલાઈ શકે છે, સામાન્ય રીતે લન્ચ ના ભાવ ઓછા હોઈ છે. ડિનર ના ભાવ થોડા વધારે હોઈ છે.

Disclaimer: 

આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે.  સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. વિગતો માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.

જો તમને આ માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.