Best South Indian food Spots in Rajkot |રાજકોટ ના 5 બેસ્ટ સાઉથ ઇન્ડિયન સ્થળો.

Best South Indian food Spots in Rajkot: હાય ફૂડીઝ! ઢોસાસાંભારચટણી નો શોખ તો બધાને હોય જ. સવારનો નાસ્તો હોય કે સાંજની ભૂખ, એક ક્રિસ્પી ગરમા-ગરમ ઢોસા, ઈડલી કે મેંદુવડા આવે ને બસ દિલ ખુશ થઈ જાય!. એટલે આજે તમને રાજકોટ ના ટોચના 5 ઢોસા વાળા સ્થળો બતાવું છું.

જ્યાં South Indian Food ખુબજ સારું મળે છે. ઢોસા સાંભાર ચટણીનો વિચાર આવતા જ મોંમાં પાણી આવી જાય. જો તમે વર્ષોથી એક જ જગ્યાએ થી ઢોસા ખાઈને કંટાળી ગયા હોવ, અથવા તો નવો કોઈ ધમાકેદાર સ્વાદ શોધી રહ્યા છો. તો તમે નીચે આપેલા રાજકોટ ના સાઉથ ઇન્ડિયન સપોર્ટ ની મુલાકાત લઈ શકો છો.

Best South Indian food
Best South Indian food

1. દેવી મદ્રાસ કાફે, રાજકોટ | Devi Madras Cafe, Rajkot

આખા રાજકોટ માં પ્રખ્યાત દેવી મદ્રાસ કાફે માં સાઉથ ઇન્ડિયન બોવ સારું મળે છે. ત્યાં ના સાઉથ ઇન્ડિયન ફૂડ નો સ્વાદ અને સર્વિસ બંને સારા છે.

Devi Madras Cafe
Devi Madras Cafe
  • અહીં દરેક પ્રકાર ની સાઉથ ઇન્ડિયન આઈટમ મળે છે. અહીં નું ઢોસા ફ્રાય ખાવાની બોવ મજા આવે છે. તે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. જો તમારે ઓછું સ્પાઈસી જોતું હોય તો એ પ્રમાણે કસ્ટમાઈઝડ કરી આપે છે. સ્ટાફનું મેનેજમેન્ટ ખૂબ જ સારું છે .
  • અહીં ચોકસાઈ થી બધું બનાવામાં આવે છે. અને આપડી સામે જ ઢોસા બનાવામાં આવે છે.એટલેકે live kitchen જેવું જ હોઈ છે. આ શોપ ની બહાર ના ભાગ માં ઢોસા અને બીજી આઈટમ બનાવામાં આવે છે. જેથી તમે જોઈ શકો કે કેવી રીતે ઢોસા તૈયાર થઇ રહ્યા છે.
  • વ્યાજબી ભાવ હોય છે.
  • સરનામું: ઓસ્કાર પ્લાઝા, વિશ્વકર્મા સોસાયટી, જનક પુરી, સાધુ વાસવાણી રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, રાજકોટ-૩૬૦૦૦૭, ગુજરાત.
  • સમય: 7–11 pm
  • ત્યાં ના કોન્ટેક્ટ નંબર: 09898204947
  • Google Maps લિંક : https://maps.app.goo.gl/crYFj6QWUTXuqLmG

2. 22nd Parallel, Rajkot | ૨૨મું પેરેલલ, રાજકોટ

જો શાંતિ થી બેસી ને ઘર જેવો ઢોસા ખાવો હોય તો અહીં આવજો. મસાલા ઢોસા, મૈસૂર મસાલા – દરેક વસ્તુ એકદમ ફ્રેશ ને લાજવાબ. અહીં ફૂડ ખાવા માટે લોકોની ઘણી ભીડ હોય છે. પણ સર્વિસ ફાસ્ટ છે.

22nd Parallel Rajkot
22nd Parallel Rajkot
  • અહીં થોડા ભાવ બીજી જગ્યા ઓ કરતા વધુ હોઈ છે. પણ ફૂડ અને વાતાવરણ સર્વિસ બધું સારું છે. અહીં વ્યક્તિ દીઠ અંદાજે 200-400 rs જેવું થાય છે.
  • સરનામું: પ્રિન્સ પેલેસ, પહેલો માળ, શાંતિ હાઇટ્સ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, એસ.એન.કે. સ્કૂલની નજીક, રાજકોટ, ગુજરાત ૩૬૦૦૦૫.
  • ત્યાં ના કોન્ટેક્ટ નંબર: 08568884688
  • સમય: 8:30 am–11 pm
  • Google Maps લિંક: https://maps.app.goo.gl/DGcMXsivVByCPR2x5

3. એન્જલ મદ્રાસ કાફે, રાજકોટ | Angel Madras Cafe, Rajkot

ડિનર માટે આ સ્થાન બેસ્ટ માં નું એક છે. ચટણીઓ એવી કે આંગળા ચાટતા રહી જાઓ. સ્વચ્છતા પણ સારી હોઈ છે. સર્વિસ પણ સારી છે. ઓર્ડર આપ્યા પછી થોડી જ વાર માં ટ્રાફિક હોવા છતાં ઓર્ડર કરેલું ફૂડ મળી જાય છે.

Angel Madras Cafe
Angel Madras Cafe
  • આ કાફે સવારે પણ ખુલ્લું હોઈ છે. ત્યાં સવાર ના નાસ્તા માં ઈડલી, મેંદુવડા, દાલવડા, સાદા ઢોસા, વગેરે મળે છે.
  • અહીં લગન પ્રસંગ ના બહારગામ ના ઓર્ડર પણ સ્વીકારવા માં આવે છે.
  • સરનામું: દુકાન ૮/૯, શેરી ૧, ઓમ પ્લાઝા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહિલા કોલેજની સામે, કોટેચા નગર, રાજકોટ.
  • સમય:
    • સવાર – ૮:૩૦ થી ૧૨:૦૦
    • સાંજ – ૬:૩૦ થી ૧૧:૦૦
  • ત્યાં ના કોલ નંબર: 9898491310 / 9510006108
  • Google Maps લિંક: https://maps.app.gooDevi Madras Cafe.gl/GDisclaimervFMz8pLovSCuyjS7

4. રામેશ્વરમ મદ્રાસ કેફે, રાજકોટ | Rameshwaram Madras Cafe, Rajkot

આ કાફે સવારે પણ ખુલ્લું હોઈ છે. બ્રેકફાસ્ટ માટે આ જગ્યા ખુબજ સારી છે. અહીં તમને સાઉથ ઇન્ડિયન બધી જ વેરાઈટી તદ્દન વ્યાજબી ભાવે મળી રહેશે. શહેર ની વચ્ચે હોવાથી ત્યાં જવા માં સરળતા રહે છે.

Rameshwaram Madras Cafe
Rameshwaram Madras Cafe
  • ત્યાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ માં ઘણી અલગ અલગ પ્રકાર ની વેરાયટી હોઈ છે. ત્યાં સ્પેશ્યલ આઈટમ ઈડલી ફ્રાય, મસાલા ફ્રાય, સ્વામિનારાયણ ફ્રાય, સ્પેશ્યલ સ્પ્રિંગ ઢોસા, જેવી અનેક વેરાયટી મળે છે.
  • સરનામું: કાલાવડ રોડ, પંજાબ હોન્ડા સામે રોયલ પાર્ક, રાજકોટ
  • સમય:
    • સવારે: 8:30 am–1 pm
    • સાંજે: 6  pm થી 1 pm
  • ત્યાં ના કોન્ટેક્ટ નંબર:  092752 85223
  • Google Maps લિંક: https://maps.Tapp.goo.gl/JuA0FGo0fZP2tnVMQ

5. ઢોસા.ઈન – પાટીદાર ચોક, રાજકોટ | DOSA.IN – Patidar Chowk, Rajkot

ઢોસા.ઈન – પાટીદાર ચોક માં ઢોસા માં 150 થી પણ વધુ વેરાઈટી ના ઢોસા હોઈ છે. ત્યાંના ઢોસા સારા હોઈ છે. અને સ્વછતા પણ સારી હોઈ છે.

DOSA.IN
DOSA.IN
  • અહીં ઓર્ડર દીધા પછી 15-30 મિનિટ માં ઢોસા મળી રહે છે. અહીં રેસિપી બનાવા માટે અમુલ પ્રોડક્ટ નો ઉપયોગ થાય છે.
  • અહીં તમને જૈન ખાવું હોઈ તો એ પણ બનાવી આપે છે.
  • જન્મ દિવાસ અને પ્રસંગ ના ઓર્ડર પણ અહીં સ્વીકારાય છે.
  • સરનામું: પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, શગુન જ્વેલરી પેલેસની પાસે, યોગી નગર, રાજકોટ, ગુજરાત ૩૬૦૦૦૫
  • ત્યાં ના કોન્ટેક્ટ નંબર:  095105 15030
  • સમય: 6:30 pm–12:00 am
  • Google Maps લિંક: https://maps.app.goo.gl/Yb8M799EYnGSStf88

Disclaimer: 

આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે.  સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. શોપ ની યાદી માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.

જો તમને આ માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ બ્લોગ માટે અહીં ક્લિક કરો.