શું તમને ચા પીવાનો શોખ છે? કોને નહીં હોય? ચા ના ભોગી માટે રાજકોટ સૌરાષ્ટ્ર ની એકદમ ખાસ જગ્યા માનું એક છે! જો તમે રાજકોટ ની બેસ્ટ ચા શોધતા હો કે નજીક ના ચા વાળા ની શોધમાં હો, તો મારી આ યાદી તમને 100% હેલ્પ કરશે. અમારી યાદી માંથી તમારી ફેવરેટ ચા નું સ્થળ શોધીને દોસ્તો સાથે ચાની ચુસ્કીનો આનંદ માનવાનું ના ભૂલતા.

Table of Contents
1. નકળંગ ટી સ્ટોલ.| Naklang Tea Stall

નકલાંગ ટી સ્ટોલ રાજકોટનો એક સુપરહિટ ચા સ્પોટ છે, જેની રેટિંગ 4.3/5 (384+ રિવ્યૂઝ) છે. આ ચા સ્ટોલ રાજકોટ કોટેચા નગરમાં આવેલું છે, જ્યાં ચા પ્રેમીઓ ને કડક અને સ્વાદિષ્ટ મસાલા ચા પીવાની મજા આવે છે. અહીંની વાઈબ ખાસ કરીને યુવાનોને આકર્ષે છે, જ્યાં દોસ્તો સાથે વાતો કરતા ચા પીવાનો આનંદ કંઈક અલગ જ છે.
- સરનામું: હરિહર સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોટેચા નગર, રાજકોટ
- ત્યાં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો.
2. મોમાઈ ટી સ્ટોલ એન્ડ પાન: રાજકોટનું બેસ્ટ ચા અને પાન સ્પોટ.| Momai Tea Stall and Pan

ચા અને પાન ના પ્રેમીઓ માટે મોમાઈ ટી સ્ટોલ એન્ડ પાન એ એક બેસ્ટ ચા ની જગ્યા છે. આ સ્થળ કેવડાવાડી મુખ્ય રોડ પર આવેલું છે અને તેની રેટિંગ 4.5/5 છે. અહીંની ચા અને તાજું પાન ખાવાની તમને બોવ મજા આવશે
- સરનામું: કેવડાવાડી મુખ્ય રોડ, સોરઠિયાવાડી, ગુણ્ડાવાડી, રાજકોટ,
- ત્યાં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો
3. કનકાઈ ટી સ્ટોલ.|Kankai Tea Stall

કનકાઈ ટી સ્ટોલ રાજકોટના ચા પ્રેમીઓ માટે એક જાણીતું અને ક્લાસિક ચા સ્પોટ છે. રેસ કોર્સ રોડ પર આવેલું આ સ્પોટ 4.2/5 રેટિંગ (425+ રિવ્યૂઝ) સાથે લોકપ્રિય છે. અહીંની કડક ચા, મસાલા ચા, અને ગાંઠિયા અને જલેબી નો સ્વાદ ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક લોકોમાં ફેવરિટ છે.
- સરનામું: રેસ કોર્સ રોડ, ક્રેસેન્ટ બિલ્ડિંગ, રાજકોટ, ગુજરાત 360001.
- ત્યાં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો.
4. આરાધના ટી એન્ડ સ્નેક્સ.|Aradhana Tea and Snacks

રાજકોટ નું ઓલ્ડ-સ્કૂલ ચા સ્પોટ રાજકોટના ચા પ્રેમીઓ માટે આરાધના ટી એન્ડ સ્નેક્સ એક ઐતિહાસિક ચા સ્ટોલ બની ચૂક્યું છે, જેની રેટિંગ 4.5/5 છે. સરદારનગર માં આવેલું આ રાજકોટ ચા વાળા ચાની ચુસ્કી અને નાસ્તાનો આનંદ આપે છે.
- સરનામું: ડૉ. હોમી દસ્તુર માર્ગ, ઓપ. રાજ મંદિર ફાસ્ટ ફૂડ, સરદારનગર, રાજકોટ, ગુજરાત 360001.
- ત્યાં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો. unnamed (2).webp શું શું મળે છે?
5. ખેતલા આપા ટી સ્ટોલ.|Khetla Apa Tea Stall

ખેતલા આપા ટી સ્ટોલ એ ચા પ્રેમીઓ માટે જાણીતું અને જૂનું ચા સ્ટોલ રાજકોટ છે. આ જગ્યા ની રેટિંગ 4.2/5 (783+ રિવ્યૂઝ) છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. કલાવડ રોડ પર આવેલું આ સ્ટોલ લેઈટ-નાઈટ ચા ચાહકો માટે આદર્શ છે, કારણ કે આ 24/7 ખુલ્લું રહે છે.
- સરનામું: બિઝનેસ બે બાય કોમ્પ્લેક્સ, સ્ટ્રીટ નં. 6, કલાવડ રોડ, રોયલ પાર્ક કોર્નર, ઓપ. સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, શક્તિ નગર, રાજકોટ, ગુજરાત 360005.
- ત્યાં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો.
રાજકોટના ટોપ 5 ચા સ્પોટ્સ તમને બેસ્ટ ચા રાજકોટ નો લાજવાબ સ્વાદ આપશે, કયો સ્પોટ તમને ગમ્યો? કોમેન્ટમાં શેર કરો અને આ લેખને વધુ લોકો સુધી પહોંચાડો! અમારા અન્ય બ્લોગ જેવાકે રાજકોટ ટોપ 5 સોડા શોપ બ્લોગ વાંચવા અહીં ક્લિક કરો .