શુ તમને સોડા પીવી ગમે છે? મારી તો મોસ્ટ ફેવરીટ વસ્તુ ઓ માની એક છે. અને હું આજે લઈને આવી છુ, Rajkot ની 5 હોટ ફેવરિટ સોડા શોપ ની યાદી.
સાથે સાથે તે સ્થળ ની વિષેશતા ઓ અને ત્યાંની સ્પેશ્યલ આઈટમ શુ છે એ પણ જાણવા મળશે. અને હા પાચમું પ્લેસ તો મારુ પર્સનલ ફેવરિટ છે.

Table of Contents
1. સપના સોડાવાલા | Sapna Sodawala

સપના સોડાવાલા: Rajkot ના હૃદય સમાન કોટેચા ચોકમાં, લિટલ લોર્ડ્સ પ્લે હાઉસની સામે આવેલું છે. તે શોપ નંબર 4, મારુતિ કોમર્શિયલ સેન્ટર, નિર્મલા રોડ નજીક સ્થિત છે. સપના ની સાદી સોડા મને અતિ પ્રિય છે, ત્યાંની દરકે સોડા હંમેશા ઠંડી અને સ્ટ્રોંગ હોય છે, ત્યાં ની જીરા, લીંબુ અને પાઈનેપલ પીસ, છાસ સોડા તો બધા એ એકવાર ખાસ ટ્રાય કરવી જ જોઈએ.
જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી તેમનું પાઈનેપલ હંમેશા તાજું હોય છે, જે ગરમીમાં ઠંડક આપે છે. તદુપરાંત ત્યાં ગંગા જમુના શેક પણ પીવા જેવું છે જે મોસંબી અને નારંગી ના મિશ્રણ થી બને છે.
અહીં ની સોડા ના બજેટ-ફ્રેન્ડલી રેટ્સ (₹5-50) અને ઝડપી સર્વિસ ગ્રાહકો ને આકર્ષે છે અને ફ્રેશ કરે છે. અહીં તમને જામુન શોટ્સ અને બીજી ઘણી બધી ઠંડક પ્રદાન કરતી વસ્તુ ઓ મળી જશે. સપના સોડા ખરેખર સોડા પ્રેમી ઓ માટે મસ્ટ વિઝિટ પ્લેસ છે.
ત્યાં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો.
2. બજરંગ કોલ્ડ્રિંક્સ | Bajrang Coldrinks

બજરંગ કોલ્ડ્રિંક્સ: પુજારા સામે,એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડ પર આવેલું છે, રંગબેરંગી ફ્લેવર્સ અને પોસાય તેવા ભાવ (₹10-60) ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે આદર્શ છે. ત્યાં જામનગર ના પાન પણ સારા મળે છે. તેઓ તેમના સોફ્ટ ડ્રિંક્સ અને સોડા માટે જાણીતા છે.
ગ્રાહક સંતોષ માટે પ્રખ્યાત છે. ત્યાંના ગ્રાહકો માટે વિવિધ પ્રકારના કોલ્ડ્રિંક્સના વિકલ્પો ઉપલબ્ધ છે, જે સારો અનુભવ અને ઉચ્ચ ગુણવત્તા આપે છે. ખાસ કરીને, તેમની ખારી સોડા અને મસાલા મિન્ટ લેમન સોડા ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે આ જગ્યાએ જાઓ તો, હું તમને તેમની “ખારી સોડા” ચોક્કસપણે ટ્રાય કરવાની ભલામણ કરીશ. આ સોડા પીવાની પણ એક અલગ જ સ્ટાઇલ છે, જે તમે ત્યાં જઈને જ જાણી શકશો. અહીં ગૂગલ મેપ લોકેશન ની લિંક શેર કરી છે જેથી તમને ત્યાં જવા માં સરળતા રહેશે.
3. ટ્વાઇલાઇટ સોડા | Twilight Soda

ટ્વાઇલાઇટ સોડા: રાજકોટ બસ સ્ટેન્ડ પાસે ભૂતખાના ચોક માં આવેલી છે. આ શોપ ઘણાબધા ફ્લેવોર્સ માં સોડા બનાવે છે. ત્યાંની મટકા સોડા અને લીંબુ સોડા મુસાફરો અને સ્થાનિકો માં પ્રસિદ્ધ છે. ત્યાંનું મેનુ ફક્ત ₹5 થી ચાલુ થઇ જય છે. તદુપરાંત ત્યાં મોકટેઈલ, મોજીટો, ફ્રૂટ ક્રશ લસ્સી અને ફ્લેવર્ડ મિલ્ક, આ બધા માં પણ ઘણા ઓપ્શન તમને મળશે. મારા પર્સનલ અનુભવ પ્રમાણે અહીં ની સોડા ખુબજ સ્ટ્રોંગ અને ત્યાંનો મસાલો પણ એકદમ યુનિક હોય છે.
આ શોપ બસસ્ટેન્ડથી ફક્ત થોડા ચાલવા ના અંતરે હોવાથી, તમારે લાંબુ દૂર જવાની જરૂર નથી. શોપ્સમાં સેવા ઝડપી મળે છે, કારણ કે તેમને મુસાફરોની આદત છે. વધુમાં, આ દુકાન ગૂગલ માં 4+ ની રેટિંગ ધરાવે છે. અહીં ગૂગલ મેપ લોકેશન ની લિંક શેર કરી છે જેથી તમને ત્યાં જવા માં સરળતા રહેશે.
4. આનંદ સોડા | Anand Soda

આનંદ કોલ્ડ્રિંક્સ: મિલપરા મેઈન રોડ, જોકર ગાંઠિયા ની બાજુમાં આવેલું છે. જેની સ્થાપના 1997 માં થઈ હતી, આ શોપ ને ગુગલ માં લોકો એ 4.6 નું રેટિંગ આપેલું છે. હાલમાં મેં આનંદ કોલ્ડ્રિંકસ ની મુલાકાત લીધી, અને હું કહીશ કે આ શહેરના અનોખા અને તાજગી આપતા પીણાં શોધનારાઓ માટે એક શ્રેષ્ઠ સ્થાન છે. તેમની વિશેષતા આયુર્વેદિક સોડા, એક અદ્ભુત અનુભવ છે. આ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ પેટ સંબંધિત સમસ્યાઓ માટે પણ અત્યંત અસરકારક છે. મેં તે અજમાવ્યું અને રાહત પણ અનુભવી.
વધુમાં, તેઓ પાસે લો બ્લડ પ્રેશરની સમસ્યા હલ કરતી સોડા પણ છે, તેઓ ને બેસ્ટ સોડા શોપ માટે રેડ એફ એમ નો થપ્પો મળેલ છે. જો તમે કંઈક અલગ અને અસરકારક સોડા પ્લેસ શોધી રહ્યા છો, તો આનંદ કોલ્ડ્રિંક શોપ એકવાર વિઝિટ કરવા જેવી જગ્યા છે. અહીં તમને હું ગૂગલ મેપ લોકેશન ની લિંક સેર કરું છું.
5. સોડા કેફે | Soda Cafe

સોડા કાફે: રૈયા રોડ પર મીરા નગર મેઈન પર આવેલું છે. આ એક એવું આકર્ષક સ્થળ છે જે માત્ર તેની સોડા માટે જ નહીં, પણ ગ્રાહકોના વિશ્વાસ માટે પણ જાણીતું છે. આ કેફેની સૌથી મોટી ખાસિયત તેની ચોખ્ખાઈ અને ગુણવત્તા છે. અહીં હંમેશા એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત વાતાવરણ જોવા મળે છે. વળી, સોડાની શુધ્ધતા જળવાઈ રહે તે માટે અહીં મિનરલ વોટર નો જ ઉપયોગ થાય છે, જે પીણાના સ્વાદની સાથે સ્વાસ્થ્યની પણ ખાતરી આપે છે.
સ્વાદની વાત કરીએ તો, તેમની પ્લેન સોડામાં વપરાતો યુનિક અને ચટાકેદાર મસાલો ખૂબ જ સારો હોઈ છે. આ અનોખો મસાલો સાદી સોડાને પણ એક અસાધારણ અને તાજગીભરી બનાવે છે. સોડા કેફે ની મુલાકાત એટલે માત્ર પીણું પીવું નહીં, પણ શુદ્ધતા, સ્વચ્છતા અને શ્રેષ્ઠ સ્વાદ ના પરફેક્ટ કોમ્બિનેશનનો અનુભવ કરવો. અહીં જવા માટે તમે આ ગૂગલ મેપ લોકેશન લિંક નો ઉપયોગ કરી શકો છો.
તમે રાજકોટ ના ફેમસ ફૂડ વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરી શકો છો.
Disclaimer:
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. કિંમતો, મેનૂ અને સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. મુલાકાત લેતા પહેલા દુકાન માલીક સાથે પુષ્ટિ કરી લેશો. શોપ ની યાદી માત્ર લેખકના અભિપ્રાય પર આધારિત છે, “તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.”