
મોટા ભાગ ના નાગરિકો પોતાના માટે રોકાણ ના એવા વિકલ્પો શોધે છે જેમાં તેના પૈસા સુરક્ષિત હોઈ અને વ્યાજ વધારે મળે .અને આ માટે નો સૌથી સુરક્ષિત વિકલ્પ FD છે. 2025 માં, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે સૌથી વધુ વ્યાજ દર આપતી કેટલીક ટોચની બેંકો માં
- Unity Small Finance bank,
- Suryoday Small Finance Bank,
- Utkarsh Small Finance Bank,
- Shivalik Small Finance Bank,
- North East small finance Bank છે.
જે 9 થી 9.10% સુધીના વ્યાજ દર આપે છે. આ ઉપરાંત, AU small finance bank 8.65% વ્યાજ દર આપે છે.
કેમ છે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક સુરક્ષિત વિકલ્પ?
FD એ એક પ્રકાર નું રોકાણ છે જેમાં નાણાં નિશ્ચિત સમયગાળાની માટે બેંક મૂકી દઇને વ્યાજ મેળવવામાં આવે છે.
બેંકો કે DICGC સાથે જોડાયેલ છે તેવી બેંક માં DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) દ્વારા ₹5 લાખ સુધીની ડિપોઝિટ માટે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ સુરક્ષા તમારા નાણાંને જોખમ મુક્ત બનાવે છે. જો તમારે 5 લાખ થી વધુ રૂપિયા FD માં રાખવા હોય તો તમે એક થી વધુ બેંક માં FD ચાલુ કરાવી ને દરેક બેંક માંથી 5 લાખ સુધી ની સુરક્ષા મેળવી શકો છો.
જોકે, તે બધી બેંકો માટે કવરેજ પૂરું પાડતું નથી. જે બેંકો DICGC હેઠળ નોંધાયેલી નથી તેમાં પ્રાથમિક સહકારી બેંકો અને નવી સ્થાપિત બેંકોનો સમાવેશ થાય છે. વધુમાં, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને જમીન વિકાસ બેંકો દ્વારા એકત્રિત કરવામાં આવેલી થાપણો પણ આવરી લેવામાં આવતી નથી.
FD ના વ્યાજ દર
બેંક નું નામ | વ્યાજ નો દર (60+ year ) | વ્યાજ નો દર (<60 year) | સમયગાળો |
---|---|---|---|
North East Small Finance Bank | 9.0% | 9.0% | 3 વર્ષ |
Unity Small Finance Bank | 9.1% | 8.60% | 1001 દિવસ |
Suryoday Small Finance Bank | 9.1% | 8.60% | 5 વર્ષ |
Shivalik Small Finance Bank | 9.05% | 8.55% | 1 વર્ષ 5 મહિના અને 25 દિવસ |
Ujjivan Small Finance Bank | 8.75% | 8.25% | 18 મહિના |
તમારું ખાતું આ બેંકો માં ન હોય તો શું કરવું?
જો તમારું આ બેંકો ખાતું ન હોય તો હવે તમારે દરેક બેંક માં ખાતું ખોલાવવા ની જરૂર નથી, તમે Stable Money એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા તમે એક જ પ્લેટફોર્મ પરથી અનેક બેંકો FD કરી શકો છો અને તેને સરળતાથી મેનેજ પણ કરી શકો છો. આથી નાણાં FD નું મેનેજમેન્ટ બોવ સરળ થઇ જય છે.
ખાતું ખોલવા માટે તમારે તમે આ લિંક નો ઉપયોગ કરી શકો છો : Download Stable Money App
ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોશે એકાઉન્ટ ખોલવા માટે?
- ઓળખનો પુરાવો (કોઈ પણ એક):
– આધાર કાર્ડ
– પાસપોર્ટ
– મતદાર ઓળખ કાર્ડ
– પાન કાર્ડ
– ડ્રાઇવિંગ લાઇસન્સ - સરનામાનો પુરાવો
શું હું પરિપક્વતા પહેલાં FD ઉપાડી શકું? । Can I withdraw fd prematurely?
હા તમે મોટા ભાગ ની બધી જ બેંકો માં premature fd withdraw કરાવી શકો છો, સૂર્યોદય અને ઉત્કર્ષ જેવી બેંકો તાત્કાલિક ઉપાડ અને પેનલ્ટી વગર ઉપાડવા ની સુવિધા આપે છે.