
દર વર્ષે ભાદરવા મહિનામાં ઉજવાતો ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને એકતાનો પર્વ છે. રાજકોટ શહેરમાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધીના દસ દિવસ ખાસ ઉત્સાહભેર મનાવવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત થયેલા પાંચ પ્રખ્યાત ગણેશ મહોત્સવ તેમની ભવ્યતા, શૃંગાર અને અનોખી ઝલક માટે જાણીતા છે.
રાજકોટના પાંચ પ્રખ્યાત ગણેશ મહોત્સવોની સફર તમને લઇ જશે એવા સ્થળોએ, જ્યાં દરેક પંડાલ પોતાની અનોખી ઓળખ ધરાવે છે. ક્યાંક ભવ્ય મૂર્તિ, ક્યાંક રંગબેરંગી સજાવટ, તો ક્યાંક થીમ આધારિત ગણેશ મહોત્સવ સામાજિક સંદેશો આપે છે. દરેક મહોત્સવમાં ભક્તિભર્યું વાતાવરણ, સાંસ્કૃતિક ઝલક અને દર વર્ષે યોજાતા વિશેષ કાર્યક્રમો મનને મોહિત કરી દે છે.
જો તમે રાજકોટ નિવાસી હો અથવા બહારથી અહીં આવવાનો વિચાર કરી રહ્યા હો, તો અચૂક નિહાળો રંગીલા રાજકોટના આ પાંચ ગણેશ મહોત્સવ.
Table of Contents
1. ત્રિકોણ બાગ કા રાજા | Trikonbaug Ka Raja

રાજકોટમાં ગણેશ મહોત્સવની વાત આવે ત્યારે “ત્રિકોણ બાગ કા રાજા” સૌથી પ્રખ્યાત અને ભવ્ય ગણેશ ગણેશ મહોત્સવ માંનું એક ગણાય છે. અહીં દર વર્ષે ગણેશજી ની મૂર્તિ અનોખા શણગાર અને થીમ સાથે સ્થાપિત થાય છે. અહીં સાડા આઠ ફૂટ ની ગણેશજીની વિષ્ણુસ્વરૂપ ની પ્રતિમા સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે.
દરરોજ રાત્રે અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો (કાર્યક્રમ સૂચિ મુજબ) યોજાય છે. આ કાર્યક્રમોમાં સંગીત, નૃત્ય, નાટ્ય, ભજન, તથા સામાજિક સંદેશવાળા કાર્યક્રમોનો સમાવેશ થાય છે, જે ભક્તો માટે ભક્તિ અને મનોરંજનનો સમન્વય સર્જે છે. ઉપરાંત ભક્તો માટે ખાસ લાઈવ દર્શન સુવિધા ઉપલબ્ધ છે, જેથી રાજકોટથી બહાર રહેલા શ્રદ્ધાળુઓ પણ ગણેશજી ના દર્શન કરી શકે.
કાર્યક્રમ સૂચિ નિહાળવા માટે અહીં ક્લીક કરો
- 27 ઓગસ્ટ બુધવાર, વૈદિક મંત્રોચ્ચારથી સ્થાપના, સાંજની પ્રથમ આરતી સંતો, દિવ્યાંગ બાળકો દ્વારા કરાઇ
- 28 ઓગસ્ટ ગુરુવાર, રાત્રે 9 વાગ્યે ‘સાહિત્ય રંગરથ’
- 29 ઓગસ્ટ શુક્રવાર, રાત્રે 9 વાગ્યે સત્સંગ, ભક્તિ સંગીત
- 30 ઓગસ્ટ શનિવાર, સાંજે 5.30 વાગ્યે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા, હનુમાન ચાલીસા પાઠ, રાત્રે 9 વાગ્યે બાળકો દ્વારા ડાન્સ, ગેમ શો
- 31 ઓગસ્ટ રવિવાર, સાંજે 5 વાગ્યે રક્તદાન, મેડિકલ કેમ્પ, રાત્રે 9 વાગ્યે ભક્તિ સંધ્યા
- 1 સપ્ટેમ્બર સોમવાર, રાત્રે 9 વાગ્યે હાસ્યનું વાવાઝોડું
- 2 સપ્ટેમ્બર મંગળવાર, રાત્રે 9 વાગ્યે ક્રાંતિ બેન્ડ શો
- 3 સપ્ટેમ્બર બુધવાર, રાત્રે 9 વાગ્યે ભવ્ય લોકડાયરો (વિશાલ વરુ પ્રસ્તુત)
- 4 સપ્ટેમ્બર ગુરુવાર, રાત્રે 9 વાગ્યે ભવ્ય રામ દરબાર
- 5 સપ્ટેમ્બર શુક્રવાર, સાંજે 5:30 વાગ્યે સત્યનારાયણ દેવની કથા, રાત્રે 9 વાગ્યે જાહેર જનતા માટે રાસ સ્પર્ધા
- 6 સપ્ટેમ્બર શનિવાર, બપોરે 12.30 વાગ્યે ત્રિકોણબાગથી ખોખડદળ નદી તરફ ગણેશ વિસર્જન
- સ્થળ: ત્રિકોણબાગ, રાજકોટ
- વિશેષતા:
- આ વર્ષે ત્રિકોણ બાગ ચા રાજાની મૂર્તિ ભવ્ય લાઈટિંગ સાથે શોભે છે, જેમાં ગણેશજી નું વિષ્ણુ સ્વરૂપ દેખાય છે. આ આકર્ષક રૂપ ભક્તોને આધ્યાત્મિકતા સાથે એક અનોખો દ્રશ્ય અનુભવ કરાવે છે.
- આકર્ષણો:
- ભવ્ય લાઈટિંગ ડેકોરેશન
- અનોખું ગણેશજી નું ધનુષ ધારણ કરતું રૂપ
- દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો
2. જે.કે. ચૌક ના મહારાજા – રાજકોટનો આકર્ષક પંડાલ | JK Chowk Ka Maharaja

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા જે.કે. ચૌક ખાતે દર વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવાય છે, જેને સૌ પ્રેમથી “જે.કે. ચૌક કા મહારાજા” કહે છે.અહીં દરરોજ સાંજના આરતી સમયે ઢોલ-નગારાની સાથે ભવ્ય આરતી કરવામાં આવે છે, જેનો ધ્વનિ આખા વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જી દે છે.
- સ્થળ: જે.કે. ચૌક, યુનિવર્સિટી રોડ, રાજકોટ
- વિશેષતા:
- ભવ્ય લાઈટિંગ અને સુશોભિત ગૃહ સાથે ભગવાન ગણેશજી નું દર્શન
- આકર્ષણો:
- મંદિરસમાન ડેકોરેશન થીમ
- ઢોલ-નગારાની સાથે થતી ભવ્ય આરતી
- યુનિવર્સિટી રોડ પરનું આકર્ષક સ્થાન
3. સર્વેશ્વર ચોક ના ગણેશજી – આકર્ષક “કૃષ્ણરૂપ” | Sarveshwar Chowk Ganesh Mahotsav

યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચૌક ના ગણેશજી છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં સૌથી વધુ લોકપ્રિય ગણેશજી મહોત્સવ માં છે. દર વર્ષે અહીં અનોખું થીમ આધારિત શણગાર કરવામાં આવે છે અને લાખો ભક્તો દર્શન કરવા આવે છે. આ વર્ષે ગણેશજી ને ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
- સ્થળ: સર્વેશ્વર ચૌક, યાજ્ઞિક રોડ, રાજકોટ
- વિશેષતા:
- રામ મંદિર થીમ પર આધારિત પંડાલનું નિર્માણ, જેમાં વિશાળ આકૃતિઓ અને શોભાયમાન ડેકોરેશન કરવામાં આવ્યું છે.
- ખાસ “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત વીર શહીદોને સમર્પિત પોસ્ટરો અને સંદેશાઓ પણ પંડાલમાં રજૂ કરવામાં આવ્યા છે.
- આકર્ષણો:
- રોશનીથી ઝગમગતું ભવ્ય શણગાર.
- શાળાના બાળકો દ્વારા આરતીમાં વિશેષ પ્રસ્તુતિ.
4. ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ના ગણેશજી – “ઑપરેશન સિંદૂર” થીમ સાથે | Operation Sindoor Theme Ganpati

રાજકોટના લોકપ્રિય ગણેશ ઉત્સવો માં ગણાતા ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ના ગણેશજી દર વર્ષે અનોખા થીમ સાથે ભક્તોને આકર્ષે છે. આ વર્ષે અહીંનો પંડાલ ખાસ દેશભક્તિથી પ્રેરિત છે., “ઑપરેશન સિંદૂર” થીમ હેઠળ શહીદોની શૌર્યકથા અને સૈનિકોની ત્યાગગાથા દર્શાવવામાં આવી છે.
ભક્તોને માત્ર આધ્યાત્મિક નહીં, પણ દેશપ્રેમનો સંદેશ આપતો પંડાલ.
- સ્થળ: આર.ડી. રેસિડન્સી, ઓમ પાર્ક મેઈન રોડ, નાની ફાટક પાસે, મોરબી રોડ, રાજકોટ
- વિશેષતા:
- ગણેશજી ને આ વર્ષે સૈનિક (આર્મી) યુનિફોર્મમાં દર્શાવવામાં આવ્યા છે.
- સમગ્ર પંડાલનું નિર્માણ ભારત–પાકિસ્તાન બોર્ડર ના દ્રશ્ય પર આધારિત છે.
- પંડાલ તૈયાર કરવા માટે લગભગ ૬૦ દિવસનો સમય લાગ્યો છે.
- આકર્ષણો:
- સૈનિક યુનિફોર્મમાં ગણેશજી નું વિરાટ સ્વરૂપ
- ભારત–પાકિસ્તાન બોર્ડરની વાસ્તવિકતા દર્શાવતું દ્રશ્ય
- ૬૦ દિવસની મહેનતથી બનેલો ભવ્ય પંડાલ
5. ચંપકનગર ગણેશ ઉત્સવ – રાજકોટના લાલબાગ ચા રાજા | Champaknagar Ganesh Utsav Rajkot

રાજકોટના સૌથી લોકપ્રિય ગણેશ ઉત્સવ માં ના એક છે ચંપકનગર ના ગણેશ ઉત્સવ. રાજકોટ શહેર નો કોઈ પણ નાગરિક એવો નહીં હોય, જે આ ગણેશજી વિશે ન જાણતો હોય. ખાસ વાત એ છે કે ગયા વર્ષની લાલબાગ ચા રાજાની મૂર્તિ અને સેટને પ્રેરણાસ્ત્રોત બનાવીને આ વર્ષે ચંપકનગરમાં રજૂ કરવામાં આવ્યું છે. શહેર ના દરેક ખૂણેથી ભક્તો આ ગણેશજી ના અચૂક દર્શન કરવા આવે છે.
- સ્થળ: પેંડક રોડ, રાજકોટ
- વિશેષતા:
- અહીંની મૂર્તિ દર વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
- આ વર્ષે મૂર્તિ મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાના મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી છે.
- આકર્ષણો:
- ભવ્ય અને વિશાળ મૂર્તિ, લાલબાગના રાજાના સ્વરૂપમાં.
- મુંબઈ જેવી જ અનુભૂતિ કરાવતો પંડાલ અને શણગાર.