Rajkot to Junagadh Best Places to Visit: નમસ્તે મિત્રો, જય ગિરનાર! આજે મારી ટ્રાવેલ ડાયરીમાં તમને એક એવી ટ્રીપ વિશે જણાવવા આવી છું જે તમારા મનમાં હંમેશા યાદ રહેશે. છેલ્લા વીકએન્ડે હું રાજકોટથી જુનાગઢ ગઈ હતી – માત્ર 102 કિમીનું અંતર, 2-3 કલાકની ડ્રાઇવ, અને ત્યાં પહોંચીને જાણે બીજી દુનિયામાં પહોંચી ગઈ. આ ટ્રીપ 1 રાત અને 2 દિવસની છે, જેમાં આપણે ધાર્મિક સ્થળો, શોપિંગ, પ્રકૃતિ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીશું. મેં આ ટ્રીપ તાજેતરમાં કરી છે, અને તે મારા માટે ખૂબ જ યાદગાર રહી. મારા અનુભવને આધારે, હું દરેક સ્થળ વિશે વિગતવાર જણાવીશ – તેનું વર્ણન, એડ્રેસ અને ગુગલ મેપ્સ લિંક સાથે. ચાલો શરૂ કરીએ.

Table of Contents
1. દિવસ ૧: જુનાગઢ પહોંચવું અને પ્રથમ વિઝિટ્સ
આ ટ્રીપનો પ્લાન એવો છે કે તમે રાજકોટથી સવારે 7 વાગ્યે નીકળો અને 10 વાગ્યે જુનાગઢ પહોંચો. રાજકોટથી જુનાગઢનું અંતર લગભગ 102 કિમી છે, અને કારથી 2-3 કલાક લાગે છે. હું કારથી ગઈ હતી, અને રસ્તો ખૂબ જ સરસ છે – ખુલ્લા મેદાન અને થોડા પર્વતોના દેખાવ સાથે. જો તમે બસ કે ટ્રેનથી જાઓ તો પણ સરળ છે. બસ તમને બસ સ્ટોપ પરથી 30 મિનિટ માં મળી જાય છે. ગમે ત્યારે નીકળો.
1.1 ૧૦:૦૦ AM: હોટલ ચેક-ઈન

સવારે 10 વાગ્યે જુનાગઢ પહોંચીને, હું સીધી હોટલમાં ગઈ. હું હોટલ ઇન્દ્રલોકમાં રોકાઈ હતી, જે સેન્ટર સિટીમાં છે અને ફ્રેશ થવા માટે પરફેક્ટ છે. આ હોટલ સરળ અને આરામદાયક છે. રૂમમાં બાલ્કની છે, અને સ્ટાફ ખૂબ જ મદદગાર છે. મારા અનુભવમાં, અહીં રહેવું ખૂબ જ સારું હતું – સ્વચ્છ રૂમ અને સારી સર્વિસ. જો તમને વિકલ્પ જોઈએ તો આસપાસની સેન્ટર સિટી હોટલ્સ જેમ કે લોટસ હોટલ પણ સારી છે.
આ હોટલ રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીક છે, તેથી પહોંચવું ખૂબ જ સરળ છે. પ્રાઈઝ પણ રીઝનેબલ છે (સીઝન પ્રમાણે બદલાય છે, પણ સામાન્ય રીતે ₹2000-3500 પ્રતિ રાત). રૂમના પ્રકાર (Room Types): ડીલક્સ રૂમ્સ , સ્ટાન્ડર્ડ ડબલ/ટ્વિન રૂમ્સ, ફેસિલિટી માં કન્ડિશનિંગ (AC), ટીવી, ફ્રી પાર્કિંગ, 24 કલાક રૂમ સર્વિસ, અટેચ્ડ બાથરૂમ (હોટ-કોલ્ડ વોટર સાથે) હોટલમાં જ ઇન-હાઉસ રેસ્ટોરન્ટ છે, જે પ્યોર વેજિટેરિયન ભોજન સર્વ કરે છે. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળે છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે સારો વિકલ્પ છે.
- એડ્રેસ: સ્ટેશન રોડ, મજેવાડી ગેટ પાસે, જુનાગઢ, ગુજરાત 362001.
- ફોન નંબર: 09601285800
- ગૂલ મેપ લોકેશન લિંક: https://maps.app.goo.gl/MLCNaFsLuRavqi7A7
હોટલમાં ફ્રેશ થઈને, હું પ્રથમ ભૂતનાથ મહાદેવ મંદિર ગઈ.
1.2 11 AM: ભૂતનાથ મહાદેવ મંદિર
Rajkot to Junagadh Best Places to Visit માં જૂનાગઢ નું આ મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રાચીન અને પવિત્ર સ્થળ છે, જે જુનાગઢમાં ખૂબ જ પ્રખ્યાત છે. હું સવારે પહોંચી ત્યારે વાતાવરણ એકદમ શાંત અને આધ્યાત્મિક હતું – મનને તરત જ શાંતિ મળી ગઈ.
તમે અહીં પ્રાર્થના કરીને અથવા ધ્યાન કરીને માનસિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરી શકો છો. મંદિરનું વાતાવરણ એટલું સુંદર છે કે એકવાર જઈને આવ્યા પછી ફરી જવાનું મન થાય છે.
અહીં મુખ્ય મંદિર ની સાથે શનિ મહારાજ,બાલા હનુમાનજી,સાઈબાબા, લક્ષ્મી માં,મહાકાળી માં, સરસ્વતી માં, ત્રણે એક જ મંદિર માં ત્યાં બિરાજમન છે. તેમ જ કોટેશ્વર મહાદેવ નું પણ ત્યાં સામે અલગ મંદિર છે.

મંદિર માં ભૂતનાથ ગૌશાળા પણ છે. સત્સંગ હોલ,અને પાણી ની વ્યવસ્થા છે. અહીં કાર્યાલય અને મંદિર ની સામે મોટો હોલ પણ છે,600 એક વર્ષ જૂનું મંદિર છે. અહીં શિવરાત્રી ધામ ધૂમ થી ઉજવાય છે. અહીં ઘણી સેવાકીય પ્રવૃત્તિ પણ થાય છે. તેમજ સુંદરકાંડ પાઠ પણ યોજાય છે.
- એડ્રેસ: કાડવા ચોક, કોલેજ રોડ, જુનાગઢ
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/3DUh1daRpBDxkee36
ત્યાર બાદ સ્વામિનારાયણ મંદિર જય શકો ત્યાંથી નજીક માંજ છે. - એડ્રેસ: અક્ષરવાડી, તિંબાવડી રોડ, જુનાગઢ,
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/p1WixgJrrtuimu6t9
2. બપોરનું આયોજન શોપિંગ અને ભોજન
2.1 મોડર્ન શોપિંગ: પેન્ટાલૂન્સ અને ટ્રેન્ડસ
પેન્ટાલૂન્સ: ભૂતનાથ મંદિરની આસપાસમાં 10 એક મિનિટ ના અંતરે પેન્ટાલૂન્સ મોલ છે, જે શોપિંગ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. હું અહીં થોડો સમય વિતાવીને કેટલીક કપડાં અને એક્સેસરીઝ જોઈ. મોલમાં વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ક્લોથિંગ બંને મળે છે, ફેમિલી સાથે શોપિંગ કરવા માટે આદર્શ છે. જ્યાં મેન્સ, વુમેન્સ, કિડ્સના વેસ્ટર્ન અને એથનિક વેર, જીન્સ, ટી-શર્ટ, એક્સેસરીઝ વગેરે મળે છે. ઘણી વખત સેલ અને ડિસ્કાઉન્ટ ચાલે છે સ્ટોર્સ: કેટલાક સ્ત્રોતમાં ક્રોમા (Croma) જેવા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર પણ આ મોલમાં છે. પાર્કિંગ: સારી વ્યવસ્થા છે.
- એડ્રેસ: વેસ્ટર્ન સ્ક્વેર મોલ, તિંબાવડી બાયપાસ રોડ, શ્રી સ્વામીનારાયણ મંદિર પાસે, દીપંજલી, જુનાગઢ, ગુજરાત 362015.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/aF7sW85Yu34BFYnv7
ટ્રેન્ડસ: ત્યાંથી હું. ટ્રેન્ડસ માં ગયતી તે પેંટેલોન્સ થી 10કે 15 મિનિટ ના અંતરે છે. જૂનાગઢમાં ‘ટ્રેન્ડ્સ’ એ કપડાંની ખરીદી માટેનું એક લોકપ્રિય સ્થળ છે, જ્યાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડી આઉટફિટ્સ મળી રહે છે. અહીં રિલાયન્સની પોતાની બ્રાન્ડ્સ જેવી કે Avaasa, Fusion, Rio, Fig (સ્ત્રીઓ માટે) અને Netplay, DNMX, Performax (પુરુષો માટે) ઉપલબ્ધ છે. તહેવારો અને સીઝન દરમિયાન અહીં ઘણી આકર્ષક ઓફર્સ અને ‘Buy 1 Get 1’ જેવી સ્કીમ્સ ચાલતી હોય છે.
- એડ્રેસ: વિઝન કોમ્પ્લેક્સ, ઝંઝરડા ક્રોસ રોડ્સ, મોનાલિસા ટાઉનશિપ, જુનાગઢ, ગુજરાત 362015.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/6N7ZwCfsQxHeCuGQ7
2.2 ત્રિમંદિર અને જલારામ મંદિર
ત્યાર બાદ હું ત્યાંથી ટ્રેન્ડ મોલ થી સીધા જાવ એજ રોડ પર 10 મિનિટ ના અંતરે હું ત્રિમંદિર અને જલારામ મંદિર ગઈ.
a. ત્રિમંદિર

આ મંદિર માત્ર પથ્થરોથી બનેલું સ્થાપત્ય નથી, પરંતુ એક એવું ધામ છે જે તમામ ધર્મોના લોકોને એક મંચ પર લાવે છે. અહીં દર્શન કરવાથી વ્યક્તિ પોતાની ચિંતાઓ ભૂલીને, દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન ના આધારે જીવનને સુખી બનાવવાનું જ્ઞાન મેળવી શકે. બગીચા, વોટરફોલ અને શાંત વાતાવરણ વચ્ચે થોડો સમય વિતાવીએ તો દિવસભરનો તણાવ ગાયબ થઈ જાય છે. અને મનને એક અલગ જ ઠંડક મળે છે. પરમ પૂજ્ય દાદા ભગવાનની પ્રેરણાથી બનેલી આ જગ્યા આત્મજ્ઞાન અને મોક્ષના માર્ગ તરફ એક નમ્ર આમંત્રણ આપે છે. જો તમે શાંતિ, એકતા અને આધ્યાત્મિક અનુભવ શોધી રહ્યા છો, તો જૂનાગઢ ત્રિમંદિર ની મુલાકાત ચોક્કસ લો. એક વાર આવીને જ ખરેખર સમજાશે કે આ જગ્યા કેટલી ખાસ છે.
- એડ્રેસ: જુનાગઢ બાયપાસ રોડ, ખમધરોલ ચોકડી, જુનાગઢ, ગુજરાત 362037.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/uxHtBZYGSA6rVYEAA
b. જલારામ મંદિર
શ્રી જલારામ બાપાના આશીર્વાદ અને દિવ્ય ઊર્જાથી સભર આ મંદિર અત્યંત પવિત્ર, શાંત અને મનને પ્રસન્ન કરનારું છે.અહીંની મૂર્તિઓ ખૂબ જ આકર્ષક અને આધ્યાત્મિક ભાવથી છલકાય છે. જો શક્ય હોય, તો જૂનાગઢના ખમધરોલ બાયપાસ હાઈવે પર આવેલા આ મંદિરની મુલાકાત લેવા જેવી છે. અહીં જલારામ જયંતિ નો તહેવાર ધામધૂમ થી ઉજવાય છે. તે દિવસે લખો શ્રદ્ધાળુઓ અહીં પ્રસાદ લે છે.

- એડ્રેસ: ઓઘડ નગર, જુનાગઢ, ગુજરાત 362002 (ઝંઝરડા ચોકડી, જુનાગઢ બાયપાસ રોડ પાસે)
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/edGVRErufRBLv9hG6
2.3 બપોરના ભોજન માટે શ્રેષ્ઠ વિકલ્પો
ત્યાર બાદ બપોર ના જમવાના ઓપ્શન માં ત્રિમંદીર માં જ બોવ સરસ થાળી મળે છે. અહીં અમે જમ્યા હતા. ચોકસાઈ ખુબ હોઈ છે. બાદ માં બીજો ઓપ્શન માં તમે પેટલ્સ,ગીતા લોજ, આ જગ્યા સ્ટેશન એન્ડ જ્યાં સ્ટે છે બધું આજુ બાજુ માં છે આ ત્રણે જગ્યા એ મેં ફૂડ ટેસ્ટ કરેલું છે. સારું છે.
બાદ રૂમ પર ફ્રેશ થઇ થોડી વાર પછી 4 વાગે હું ભવનાથ ગઈ.
3. 4:૦૦ PM ભવનાથ અને દામોદર કુંડ
તમે બધા સ્થળો ભવનાથ ના ટૂંકા ટાઈમિંગ ને લીધે વિઝિટ ન કરી શકો. તમને અનુકૂળ લાગે એ તમે આ માહિતી પરથી અમુક સ્થળો પર જઈ શકો. હું ભવનાથ મંદિર અને દામુકુન્ડ ગય હતી. અથવા તમે ઉપર ના સ્થળો માંથી અમુક સ્થળ સ્કીપ કરી ભવનાથ માં વધુ ટાઈમ વિઝિટ કરી શકો. અથવા એક દિવસ વધુ રોકાઈ ને જૂનાગઢ માં શાંતિ થી બધા સ્થળો એ જઈ શકો છો.
3.1(a) દમોદર કુંડ

1. ભૌગોલિક અને પૌરાણિક સ્થાન: હિન્દુ માન્યતા મુજબ દામોદર કુંડ ભારતનાં અતિ પવિત્ર જળાશયોમાંનું એક છે. તે ગુજરાત ના જુનાગઢ માં ગિરનાર પર્વતની મનોરમ્ય તળેટીમાં આવેલો છે. સોનરખ નદીના પ્રવાહમાં સ્થિત આ કુંડ ૨૫૭ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે.
2. મોક્ષદાયી અસ્થિ વિસર્જન: હરિદ્વાર અને પ્રયાગરાજની જેમ જ દામોદર કુંડમાં અસ્થિ વિસર્જનનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે અહીં અસ્થિ પધરાવવાથી મૃત આત્માને મોક્ષ મળે છે. આ કુંડના પાણીમાં અસ્થિઓને કુદરતી રીતે ઓગાળવાનો અનોખો ગુણધર્મ છે.
3. બ્રહ્માજી અને ગંગાજીનું આગમન: પૌરાણિક કથા મુજબ, જ્યારે બ્રહ્માજી અને ઇન્દ્ર દેવે અહીં યજ્ઞ કર્યા, ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજી ને અહીં પ્રગટ કર્યા હતા. આ ઉપરાંત યમુના, નર્મદા અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓ નો પણ અહીં વાસ હોવાનું મનાય છે.
4. નરસિંહ મહેતાની ભક્તિનું સાક્ષી: ભક્ત કવિ નરસિંહ મહેતા દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અહીં સ્નાન કરવા આવતા હતા. એવી લોકવાયકા છે કે જ્યારે જુનાગઢ ના રાજા માંડલિકે મહેતાજીની ભક્તિની કસોટી કરી, ત્યારે ભગવાન દામોદરરાયજી એ સ્વયં હાર પહેરાવીને તેમની લાજ રાખી હતી.
5. વૈજ્ઞાનિક ચમત્કાર: દામોદર કુંડનું પાણી એટલું શુદ્ધ છે કે તેમાં અસ્થિ ભસ્મ નાખવામાં આવે તો પણ તે પ્રદૂષિત થતું નથી અને જળની શુદ્ધતા જળવાઈ રહે છે. કહેવાય છે કે ગોમતીમાં અસ્થિ ચક્રરૂપ બને છે, ગંગામાં શેવાળ રૂપ, પણ દામોદરમાં તે સંપૂર્ણ ‘જળ રૂપ’ બની જાય છે.
6. સોનરખ નદીનું સાનિધ્ય: ગિરનારના હાથીપગા પર્વત પરથી ઉતરીને સોનરખ નદી ભવનાથના ઉત્તર ભાગમાંથી વહીને દામોદર કુંડમાં આવે છે, જે આ સ્થળની શોભામાં વધારો કરે છે.
7. ઐતિહાસિક શિલાલેખ: કુંડ પાસે વિક્રમ સંવત ૧૪૭૩નો એક પ્રાચીન શિલાલેખ મળી આવ્યો છે. જે મુજબ દામોદર નામના એક શ્રેષ્ઠીએ આ પવિત્ર કુંડની બાજુમાં સાધુ-સંતો માટે મઠ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે.
8. મહાપ્રભુજીની બેઠક: વૈષ્ણવ સંપ્રદાય માટે પણ આ સ્થળ અત્યંત આદરણીય છે, કારણ કે અહીં મહાપ્રભુજીની પવિત્ર બેઠક આવેલી છે, જે આ સ્થળના ધાર્મિક મહત્વને વધુ ગાઢ બનાવે છે.
9. તીર્થયાત્રાનું ફળ: એવું માનવામાં આવે છે કે જે ફળ અનેક તીર્થોની યાત્રા કરવાથી મળે છે, તે માત્ર દામોદર કુંડમાં એકવાર શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે.
10. ગિરનાર યાત્રાનું પ્રસ્થાન બિંદુ: ગિરનાર પર્વત પર ચઢવા માટેના પગથિયાં આ કુંડની એકદમ નજીકથી શરૂ થાય છે, તેથી દરેક યાત્રાળુ આ પવિત્ર જળના દર્શન કરીને જ પોતાની યાત્રા શરૂ કરે છે.
- એડ્રેસ: ગિરનાર તળેટી, જુનાગઢ, ગુજરાત 362110.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/WbX1JJw2rPQt5HQQ9
3.1(b).ભાવનાથ મહાદેવ મંદિર
ભવનાથ મહાદેવનું મંદિર માત્ર એક સ્થાપત્ય નથી, પણ હજારો વર્ષો ની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન સાથે જોડાયેલી કથા ઓ અને ઇતિહાસ આજે પણ ભક્તોને મંત્રમુગ્ધ કરે છે.
1. શિવ અને પાર્વતી ના મિલાન ની કથા
પૌરણિક કથા મુજબ, જ્યારે ભગવાન શિવ કૈલાસ ત્યાગીને ગિરનારના એકાંતમાં તપ કરવા આવ્યા, ત્યારે માતા પાર્વતી તેમને શોધતા અહીં પહોંચ્યા હતા. શિવજીની શોધમાં માતાએ પણ અહીં કઠિન તપ કર્યું અને અંતે દેવોની ઉપસ્થિતિમાં મહાદેવ ‘ભવનાથ’ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા. આ પવિત્ર સ્થાન શિવ અને શક્તિના પુનઃમિલનનું સાક્ષી માનવામાં આવે છે.
2. બે શિવલિંગ અને અશ્વત્થામાનું તપ
મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગના દર્શન થાય છે. જેમાંથી નાનું શિવલિંગ સ્વયંભૂ છે, જ્યારે મોટું શિવલિંગ અશ્વત્થામા દ્વારા સ્થાપિત હોવાનું મનાય છે. મહાભારત કાળ દરમિયાન દ્રોણપુત્ર અશ્વત્થામાએ વિજયની કામના સાથે અહીં શિવ આરાધના કરી હતી. આ આધારે આ સ્થાન આશરે ૫૦૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે
3. મૃગી કુંડ અને વસ્ત્રાપથ ક્ષેત્ર
શાસ્ત્રો માં આ પ્રદેશને ‘વસ્ત્રાપથ’ તરીકે ઓળખવા માં આવ્યો છે. એવી માન્યતા છે કે શિવ-પાર્વતીના ભ્રમણ દરમિયાન તેમનું એક વસ્ત્ર મૃગી કુંડમાં પડ્યું હતું. આ જ કારણ છે કે મહાશિવરાત્રી ના મેળા દરમિયાન હજારો નાગા સાધુઓ આ કુંડમાં શાહી સ્નાન કરે છે. લોકવાયકા છે કે સ્નાન દરમિયાન કેટલાક સાધુઓ કુંડ માં અદ્રશ્ય થઈ જાય છે અને સીધા મહાદેવના શરણમાં પહોંચે છે.

4. ભવનાથનો અર્થ અને આધ્યાત્મિક પ્રભાવ
‘ભવનાથ’ એટલે કે જે ‘ભવ’ (સંસાર) ના બંધનોમાંથી મુક્તિ આપે તે નાથ. શ્રદ્ધાળુઓ માને છે કે આ પરિસર માં પ્રવેશ માત્રથી મનુષ્યના જન્મોજન્મના પાપો નાશ પામે છે. આ પવિત્ર ભૂમિ નવ નાથ, ચોસઠ જોગણી અને એંસી સિદ્ધો નું કાયમી નિવાસસ્થાન ગણાય છે.
5. મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો
અહીં પાંચ દિવસનો ભવ્ય મેળો ભરાય છે, જે મિની કુંભ તરીકે ઓળખાય છે. મધ્યરાત્રિએ થતી ભગવાન શિવ ની વિશેષ પૂજા અને ત્યારબાદ નીકળતી નાગા સાધુઓની રવેડી (શોભાયાત્રા) એક અલૌકિક દ્રશ્ય ખડું કરે છે. ગિરનારની તળેટી શંખનાદ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠે છે.
- એડ્રેસ: ગિરનાર તળેટી, જુનાગઢ, ગુજરાત 362110.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/tfT3RgJxrfxWHzVw7
3.2 ગિરનાર રોપવે

ગિરનાર પર્વત પર જવા ની શરૂઆત જુનાગઢની પ્રસિદ્ધ ભવનાથ તળેટી થી થાય છે, જે મુખ્ય ધાર્મિક કેન્દ્ર છે. જો તમે પગપાળા જવા માંગતા હોવ તો શિખર સુધી પહોંચવા માટે આશરે ૧૦,૦૦૦ થી વધુ પ્રાચીન પગથિયાં ચઢવા પડે છે. જો તમે સમય અને શક્તિ બચાવવા માંગતા હોવ, તો ‘ઉડાન ખટોલા’ (ગિરનાર રોપવે) બેસ્ટ વિકલ્પ છે, જે એશિયાના સૌથી લાંબા રોપવે પ્રોજેક્ટ્સમાં નો એક છે.
રોપવે દ્વારા તમે અંબાજી મંદિર સુધીની ૫,૦૦૦ સીડીઓ નું અંતર માત્ર ૭ થી ૧૦ મિનિટમાં કાપી શકો છે. આ રાઈડ દરમિયાન તમને આખા ગિરનાર જંગલ, પર્વતની ખીણો અને જુનાગઢ શહેરનું સુંદર દ્રશ્ય જોવા મળશે. ભીડ થી બચવા માટે તમે રોપવેની ટિકિટ ઓનલાઇન પણ બુક કરાવી શકો છો અથવા ત્યાં જઈને કાઉન્ટર પરથી પણ મેળવી શકો છો.
- મુસાફરીનો સમય: તળેટી થી અંબાજી મંદિર સુધી પહોંચવામાં માત્ર ૧૫ મિનિટ થી 20 મિનિટ લાગે છે.
- ટિકિટના દર (અંદાજિત): પુખ્ત વયના લોકો (Round Trip): આશરે ₹૭૦૦ (+ ૧૮% GST વધારાનો),બાળકો (૫ થી ૧૦ વર્ષ): આશરે ₹૩૫૦, નાના બાળકો (૫ વર્ષથી નીચે): નિઃશુલ્ક (Free).
- બુકિંગ સુવિધા: લાંબી લાઈનોથી બચવા માટે ‘Udan Khatola’ ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવવાની ખાસ સલાહ છે.
- રોપવેનો સમય: દરરોજ સવારે ૭:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી (હવામાનની સ્થિતિને આધારે સમયમાં ફેરફાર થઈ શકે છે).
- એડ્રેસ: ગિરનાર ઉડાનખટોલા, સુદર્શન તળાવ પાસે, ભવનાથ તળેટી, જુનાગઢ.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/ZncfyRizaxJRe5D7A
૩.૩ ઐતિહાસિક અશોકનો શિલાલેખ
ઇતિહાસપ્રેમીઓ માટે આ એક અમૂલ્ય સ્થળ છે. સમ્રાટ અશોક દ્વારા કોતરાયેલા 14 મુખ્ય શિલાલેખો અહીં છે, જે બ્રાહ્મી લિપિ માં પાલી ભાષામાં છે. આ લેખોમાં અહિંસા, પ્રાણીબળિનો ત્યાગ, નૈતિકતા અને ધર્મ ની શુદ્ધતા વિશે વાત છે. શિલાલેખ જુનાગઢ શહેરથી ભવનાથ તળેટી તરફ જતા રસ્તા પર છે – દામોદર કુંડથી થોડે આગળ જમણી બાજુ એક સુરક્ષિત ઇમારત (ગુંબજ)માં સાચવાયેલા છે. તળેટીથી આશરે 2-3 કિમી દૂર છે.

- એડ્રેસ: તળેટી રોડ, તાબુડી વાવ પાસે, મુલ્લાવાડા, જૂનાગઢ – ૩૬૨૦૦૨.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/K1gAg9C1qp7DggPg6
3.4 જડેશ્વર મહાદેવ

જૂનાગઢ માં ગિરનાર પર્વત ની તળેટી માં અને ભવનાથ મંદિર ની એકદમ નજીક જડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ગિરનાર ની ગાઢ વનરાજી અને પહાડોની વચ્ચે સ્થિત હોવાથી અહીં નું વાતાવરણ અત્યંત શાંત, મનોહર અને આધ્યાત્મિક ઊર્જાથી સભર છે. પ્રકૃતિ ના ખોળામાં વસેલું હોવાને કારણે, જે ભક્તો ભીડભાડથી દૂર રહીને એકાંતમાં શિવભક્તિ અને ધ્યાન કરવા માંગતા હોય, તેમના માટે આ એક આદર્શ સ્થળ છે.
ધાર્મિક દ્રષ્ટિએ આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ ભૂમિ નવ નાથ અને ચોરાશી સિદ્ધોની તપોભૂમિ ગણાય છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પવિત્ર તહેવારો દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને સમગ્ર મંદિર પરિસર શિવમય બની જાય છે. ભવનાથ તળેટી થી ચાલતા અથવા રિક્ષા દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે. ગિરનારની યાત્રાએ આવતા પ્રવાસીઓ દામોદર કુંડ અને ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અચૂકપણે જડેશ્વર મહાદેવના શરણે આવે છે, જેથી તેમની યાત્રા પૂર્ણ અને મન શાંત બને છે.
- એડ્રેસ: ભાવનાથ પાસે, ગિરનાર, જુનાગઢ, ગુજરાત 362110.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/17EP1EZMV3QB7GdYA
4. દિવસ 2: ઐતિહાસિક ધરોહર અને પરત મુસાફરી
4.1 ઉપરકોટ નો કિલ્લો
જૂનાગઢ ના હૃદય સમાન ઉપરકોટ નો કિલ્લો આશરે ૨૩૦૦ વર્ષ જૂનો ઐતિહાસિક વારસો ધરાવે છે. માનવામાં આવે છે કે આ કિલ્લાનું નિર્માણ ઈ.સ. પૂર્વે ૩૧૯માં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. પહાડી પર સ્થિત આ કિલ્લો તેની મજબૂતી માટે એટલો જાણીતો હતો કે ઈતિહાસમાં તેના પર ૧૬ વખત ઘેરાબંધી કરવામાં આવી હતી, છતાં તેને જીતવો દુશ્મનો માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. તાજેતરમાં આ કિલ્લાનું ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યું છે, જે તેના સ્થાપત્યની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે.
કિલ્લાની અંદર સ્થાપત્યકલા ના ઉત્તમ નમૂનાઓ જોવા મળે છે, જેમાં અડી-કડી વાવ અને નવઘણ કૂવો મુખ્ય છે. આ બંને જળાશયો કોઈ ઈંટો કે પથ્થરોને જોડીને નહીં, પરંતુ એક જ વિશાળ કુદરતી ખડકને ઊંડે સુધી કોતરીને બનાવવામાં આવ્યા છે, જે તે સમયના ઈજનેરી કૌશલ્ય નો અદભૂત પુરાવો છે. આ ઉપરાંત, અહીં આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ તેના સુંદર કોતરેલા સ્તંભો અને ત્રણ સ્તર ના વિહારો માટે જાણીતી છે. કિલ્લા ની દીવાલો પર બિરાજમાન વિશાળ નીલમ અને માણેક તોપ આજે પણ ગૌરવશાળી ઈતિહાસ ની સાક્ષી પૂરે છે. જૂનાગઢ માં લોકપ્રિય કહેવત છે કે જેણે અડી-કડી વાવ અને નવઘણ કૂવો નથી જોયો, તેનો જૂનાગઢ નો પ્રવાસ અધૂરો છે. આ કિલ્લો મુલ્લાવાડા વિસ્તારમાં આવેલો છે અને સવારે ૮:૦૦ થી સાંજે ૬:૦૦ દરમિયાન પ્રવાસી ઓ માટે ખુલ્લો રહે છે.

- એડ્રેસ: મુલ્લાવાડા, જૂનાગઢ, ગુજરાત – ૩૬૨૦૦૧.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/qzm8MHPfQsSwhxUg6
4.2 સક્કરબાગ ઝૂ

જૂનાગઢમાં આવેલું સક્કરબાગ ઝૂ (Sakkarbaug Zoo) ભારતનું સૌથી જૂનું અને ગુજરાત નું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. ૧૮૬૩માં જૂનાગઢ ના નવાબ મોહબ્બત ખાન બીજા દ્વારા સ્થાપિત આ ઝૂ એશિયાટીક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ ઝૂ એશિયાટીક સિંહો માટેના મુખ્ય સંવર્ધન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે અને અહીંથી વિશ્વ ના અન્ય પ્રાણી સંગ્રહાલયો માં સિંહો મોકલવામાં આવે છે.
સિંહ ઉપરાંત અહીં વાઘ, ચિત્તા, દીપડા, કાળા હરણ (Blackbuck), ભારતીય ગધેડા અને વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓ જોવા મળે છે. ઝૂની અંદર એક મ્યુઝિયમ પણ છે જેમાં ઐતિહાસિક કલાકૃતિઓ અને પ્રાણીઓના અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પર્યટકો માટે અહીં સુંદર બગીચો અને બાળકો માટે રમવાના સ્થળો પણ છે.
મુલાકાતનો સમય: તે સામાન્ય રીતે સવારે ૯:૦૦ થી ૧૨:૧૫ અને બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી ખુલ્લું હોય છે, પરંતુ ખાસ નોંધ લેવી કે આ ઝૂ દર બુધવારે બંધ રહે છે.
- એડ્રેસ: રાજકોટ હાઈવે, દોલતપરા, જૂનાગઢ, ગુજરાત – ૩૬૨૦૩૭.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/XKr38AnUe7icd1VV8
5. વળતી મુસાફરી: વીરપુર, ખોડલધામ અને જેતપુર
સક્કરબાગ ઝૂ થી વીરપુર બપોરે ત્યાં પ્રસાદી લીધી.
a. વીરપુર, અને ખોડલધામ
આ બંને સ્થળ ની માહિતી માટે અહીં ક્લિક કરો
b. જેતપુર
રાજકોટ જિલ્લામાં આવેલું જેતપુર શહેર તેના રંગબેરંગી અને સુંદર બાંધણી તથા સાડીઓના બ્લોક પ્રિન્ટિંગ ઉદ્યોગ માટે જાણીતું છે. આ શહેર ને ગુજરાત ના ‘ટેક્સટાઇલ હબ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેતપુર ની ખાસિયત તેની કોટન સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ છે, જેમાં ખાસ કરીને ‘સ્ક્રીન પ્રિન્ટિંગ’ અને ‘બ્લોક પ્રિન્ટિંગ’ની કળા જોવા મળે છે. અહીં તૈયાર થતાં કાપડની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ રહે છે.
જૂનાગઢથી પરત ફરતી વખતે જેતપુર શોપિંગ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને ફેક્ટરી આઉટલેટ્સ અને હોલસેલ ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઓ અને ડ્રેસ મટીરિયલ મળી રહે છે. જો તમે તમારા પ્રવાસ દરમિયાન આકર્ષક અને પરંપરાગત ગુજરાતી પહેરવેશની ખરીદી કરવા માંગતા હોવ, તો જેતપુરની મુલાકાત લેવી એક ઉત્તમ નિર્ણય બની રહેશે.
જેતપુર માર્કેટમાં ફરવા માટે ‘નવગઢ થી જેતપુર સ્ટેશન રોડ’ સૌથી શ્રેષ્ઠ છે. આ ૨-૩ કિમીના પટ્ટામાં જ ૮૦% મોટી દુકાનો આવી જાય છે.
જો તમે પોતાની ગાડી લઈને આવતા હોવ, તો હાઈવે નજીક અથવા કોઈ મોટા શોરૂમ પાસે ગાડી પાર્ક કરીને અંદરના બજારમાં રિક્ષામાં જવું વધુ અનુકૂળ રહેશે, કારણ કે અંદરના રસ્તાઓ સાંકડા અને ભીડવાળા હોય છે.
જેતપુર માં ડિનર માટે અમે હરભોલે ઢોસા માં ગયા હતા.
હરભોલે ઢોસા
અહીં ના ઢોસા અને ખાસ કરીને સાંભર અને સફેદ ચટણીના ખુબ જ સારા હતા. ભાવ પણ વ્યાજબી છે. સાદા ઢોસા, મસાલા ઢોસા,ઢોસા ફ્રાય અને અન્ય વેરાયટી ઢોસા ખૂબ જ સારા મળે છે . રેસ્ટોરન્ટનું વાતાવરણ ફેમિલી અને મિત્રો સાથે જમવા માટે અનુકૂળ છે. તે એક ‘કેઝ્યુઅલ ડાઇનિંગ’ જગ્યા છે જ્યાં બાળકો માટે પણ સારી સુવિધા છે. સર્વિસ સામાન્ય રીતે ઝડપી અને સ્ટાફ મિત્રતાપૂર્ણ છે, જોકે તહેવારો કે રજાના દિવસોમાં થોડું વેઈટિંગ હોઈ શકે છે. અહીં વેઇટિંગ હોવા છતાં તમારો વારો જલ્દી આવે છે. સ્ટાફ મૅનેજમેન્ટ સારું છે.

- એડ્રેસ: ખોડપરા, જેતપુર, જિલ્લો: રાજકોટ, ગુજરાત – ૩૬૦૩૭૦.
- ગુગલ મેપ્સ લિંક: https://maps.app.goo.gl/P7Hz6zCfKXnAJcWN6
Disclaimer:
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. વિગતો માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.



