Rajkot Temples: રાજકોટમાં ના 10 પવિત્ર અને ઐતિહાસિક મંદિરો

Rajkot Temples: રાજકોટ, સૌરાષ્ટ્રનું હૃદય, માત્ર વેપાર અને સંસ્કૃતિનું જ નહીં પણ આધ્યાત્મિકતાનું પણ કેન્દ્ર છે. અહીં આવેલું દરેક મંદિર પોતાની સાથે એક અનોખો ઇતિહાસ અને શાંતિનો અનુભવ કરાવે છે. જો તમે રાજકોટમાં છો અને મનની શાંતિ મેળવવા સાથે શહેરના ધાર્મિક વારસાને જાણવા માંગતા હો, તો આ 10 મંદિરોની મુલાકાત લેવી અનિવાર્ય છે.

અહીં રાજકોટના એવા લોકપ્રિય મંદિરો વિશે માહિતી આપેલી છે, જે પૂજા અને આસ્થા ઉપરાંત વિવિધ સેવાઓ માટે પણ જાણીતા છે.

1. હનુમાન ધારા મંદિર | Hanuman Dhara Temple

હનુમાન ધારા મંદિર રાજકોટ થી 18 km દૂર ન્યારી ડેમ પાસે આવેલું છે, જે હનુમાનજીની ભક્તિ માટે પ્રખ્યાત છે. જે ભક્તોને શુદ્ધિકરણનો અનુભવ આપે છે. માનવામાં આવે છે કે અહીં પ્રાર્થનાથી માનસિક શાંતિ અને રક્ષા મળે છે, જે તેને શહેરના લોકો માટે પ્રિય બનાવે છે.

 Hanuman Dhara Temple
Hanuman Dhara Temple
  • હનુમાન ધારા મંદિરની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલાં સ્થાનિક સમુદાય દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ શહેરના વચ્ચે એક શાંત આધ્યાત્મિક સ્થળ બનાવવાનો હતો.
  • હનુમાન ધારાની પાછળની વાર્તા કહે છે કે ભગવાન હનુમાન લંકા સળગાવતા પરત ફર્યા પછી તેની પૂંછડીમાં લાગેલી આગને બુઝાવવા અહીં આવ્યા હતા.
  • અહીં શનિવાર ના દિવસે ભક્તોની ભીડ જામે છે. પ્રવાસીઓ અહીં જમવાનું સાથે લઈ ને સવારથી માંડીને સાંજ સુધીનો સમય ગાળે છે.
  • આ ઉપરાંત, મંદિર પાસે એક નાની ગૌશાળા પણ છે, જ્યાં ગાયોની સેવા થાય છે, જે ભક્તો માટે દાનનું એક માધ્યમ છે.

2. શિવધામ મહાદેવ મંદિર | Shivdham Mahadev Temple

શિવધામ મહાદેવ મંદિર રાજકોટ-મોરબી હાઈવે પર આવેલું છે. આ મંદિર ભગવાન શિવની ભક્તિનું કેન્દ્ર છે અને તેની આસપાસનું હરિયાળીવાળું વાતાવરણ ભક્તોને આકર્ષે છે. ખાસ કરીને ભક્તો માટે આ સ્થળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

Shivdham Mahadev Temple
Shivdham Mahadev Temple
  • મંદિર માં પ્રવેશ કરતાજ નંદી મહારાજ ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલી છે. જેની ઊંચાઈ આશરે 5 થી 5.30 ફૂટ છે .
  • મહાદેવ ની શિવલિંગ ની ઊંચાઇ 27 ફૂટ જેવી છે. આ શિવલિંગ માં સવાલાખ રુદ્રાક્ષ ની માળા પેરાવામાં આવી છે.
  • અહીં મહાદેવ ના 12 જ્યોતિલિંગ ના દર્શન પણ રાખવામાં આવ્યા છે.

3. શ્રી સ્વામિનારાયણ મંદિર | Shree Swaminarayan Temple

શ્રી સ્વામિનારાયણ મંદિર કલાવડ રોડ પર BAPS દ્વારા સંચાલિત એક ભવ્ય મંદિર છે. આ મંદિરનું સુંદર આર્કિટેક્ચર અને સ્વચ્છતા તેને ખાસ બનાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે આ મંદિર આધ્યાત્મિકતા સાથે સામાજિક સેવાનું પ્રતીક છે.

Shree Swaminarayan Temple
Shree Swaminarayan Temple
  • આ મંદિરમાં નિયમિત આરતી અને ભજન ઉપરાંત યુવાનો માટે સંસ્કાર શિબિરો યોજાય છે.
  • આ મંદિરમાં બાળકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક શિક્ષણના વર્ગો યોજાય છે, જેમાં ગુજરાતી ભાષા, ભજન અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસનું શિક્ષણ આપવામાં આવે છે. મંદિરની લાઇબ્રેરીમાં ધાર્મિક પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે, જે ભક્તો માટે ઉપલબ્ધ છે.
  • શ્રી સ્વામિનારાયણ મંદિર (BAPS) રાજકોટ, કલાવડ રોડ પર આવેલું આ ભવ્ય મંદિર નજીક જ એક ભોજનાલય છે, જે મંદિરના સામેના વિસ્તાર માં છે. આ ભોજનાલયનું નામ પ્રેમવતી ફૂડ ઝોન (Premvati Food Zone) છે. આ સુવિધા BAPS સંસ્થા દ્વારા સંચાલિત છે.અહીં વ્યાજબી ભાવે ફૂડ મળી રહે છે.

4. ઇસ્કોન મંદિર | ISKCON Temple

ઇસ્કોન મંદિર કલાવડ રોડ પર આવેલું છે. અને ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત છે. તેનું શાંત વાતાવરણ અને ભક્તિમય કીર્તન તેને ખાસ બનાવે છે. આ મંદિર ખાસ કરીને યુવા ભક્તોમાં પ્રિય છે.

 ISKCON Temple RAJKOT
ISKCON Temple RAJKOT
  • અહીં જન્માષ્ટમી અને રથયાત્રા દરમિયાન ખાસ ઉત્સવ યોજાય છે. અહીં રાત્રે ખીચડી પ્રસાદની વ્યવસ્થા પણ છે.
  • મંદિર સંકુલ ખૂબ જ વિશાળ છે, અને સફેદ આરસપહાણ (White Marble) માંથી બનેલું મંદિરનું માળખું ખૂબ સુંદર લાગે છે. દિવસના પ્રકાશમાં, મંદિર તેજસ્વી રીતે ચમકે છે, અને તેમાં બે માળ છે.
  • મંદિરની અંદરની સજાવટ વધુ સુંદર છે, છત પર ઝુમ્મરો (Chandeliers) શોભાયમાન છે. મંદિરના કેન્દ્રમાં ત્રણ વિભાગો છે.
  • પ્રથમ વિભાગમાં: ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથની મૂર્તિઓ બિરાજમાન છે.
  • બીજા વિભાગમાં: ભગવાન રામ, લક્ષ્મણજી અને દેવી સીતાની મૂર્તિઓ છે.
  • કેન્દ્રના વિભાગમાં: ભગવાન કૃષ્ણ અને દેવી રાધાની મૂર્તિઓ છે.
  • સમગ્ર મંદિર સંકુલ વિશે સૌથી સારી વાત એ છે કે તે ખૂબ જ સારી રીતે જાળવવામાં આવેલું અને સ્વચ્છ છે.

5. શ્રી બાલાજી હનુમાનજી મંદિર | Shree Balaji Hanumanji Mandir

ભૂપેન્દ્ર રોડ પર આવેલું આ મંદિર હનુમાનજી ની આસ્થા માટે પ્રખ્યાત છે. આ મંદિર ભક્તો ના સંકટો દૂર કરવાનું પ્રતીક છે.

Shree Balaji Hanumanji Mandir
Shree Balaji Hanumanji Mandir

  • અહીં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ લોકો નિયમિત કરે છે .
  • મંદિર ની દીવાલ માં દરેક જગ્યા એ હનુમાન ચાલીશ ના સ્લોક લખાયેલા છે.
  • શ્રી બાલાજી હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતતી ના દિવસે બાળકો માટે ફ્રી રાઇડ્સ (જેમ કે મેરી-ગો-રાઉન્ડ, જેમ્પિંગ કેસલ અથવા અન્ય રાઇડ્સ) નું આયોજન પર હોઈ છે.
  • મંદિર માં ઉપર ના માળ માં એક વિશાળ સભાગૃહ છે.અહીં મંદિર ના સ્ટાફ લોકો માટે રસોડા વિભાગ પણ તૈયાર કરવામાં આવ્યો છે .

6. શ્રી પંચનાથ મહાદેવ મંદિર | Shri Panchnath Mahadev Temple

Shri Panchnath Mahadev
Shri Panchnath Mahadev

  • લીમડા ચોક નજીક આવેલું આ મંદિર હજારો વર્ષો જૂનું માનવામાં આવે છે અને મહાદેવના ભક્તો માટે પવિત્ર સ્થળ છે. તે રાજકોટના ઐતિહાસિક વારસાનું પ્રતીક છે.
  • આ મંદિર માં પાંચ ભગવાન ની મૂર્તિ ઓ હોવાથી પંચનાથ પડ્યું . મહાદેવ, અંબા માં , મહાલક્ષમી માં,રામચંદ્ર જી ,શીતળામાં, ગાયત્રીમાં ,આ પાંચ મંદિરો ની અહીં સ્થાપના છે.
  • શ્રાવણ માસમાં જળાભિષેક નું આયોજન થાય છે, જે મંદિરને વિશેષ બનાવે છે.
  • શ્રવણ માસ માં આઠમ ના દિવસે અહીં કૃષ્ન મહોત્સવ ઉજવાય છે .
  • પંચનાથ ચોક માં મટુકીફોડ નું પણ આયોજન હોઈ છે.
  • આ મંદિરના ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઓછા દરે (સસ્તા ભાવે) લેબોરેટરી અને તબીબી સુવિધાઓ (Medical Facilities) જેવી અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘણી મદદરૂપ છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ કાર્ય ખરેખર ખૂબ જ સારું છે.
  • મંદિરનું ટ્રસ્ટ દરરોજ અનેક લોકોને મદદરૂપ થાય તેવી ઘણી સારી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. આ ઉપરાંત,પંચનાથ મંદિર દ્વારા તબીબી સેવાઓ સહાયક દરે (Concessional Rates) પણ પૂરી પાડવામાં આવે છે.

7. શ્રી ઈશ્વરીયા મહાદેવ મંદિર | Shree Ishwariya Mahadev Mandir

રાજકોટ-જામનગર હાઈવે પર આવેલું આ મંદિર છે.ઇશ્વરીયા મહાદેવ મંદિર ઘણા વરસો જૂનું છે. તેમજ મંદિરનું 1956માં નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં શ્રાવણ મહિના દરમિયાન લોકમેળો પણ યોજવામાં આવે છે.

Shree Ishwariya Mahadev
Shree Ishwariya Mahadev
  • ઈશ્વરીયા મહાદેવ મંદિરની નજીક આવેલું ઈશ્વરીયા પાર્ક માં બાળકો માટે રમતના મેદાન, તેમજ કૅન્ટીન પણ છે .
  • મહાદેવની પૂજા સાથે પાર્કમાં પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે, જે તેને અનોખું બનાવે છે.
  • રાજકોટના જામનગર રોડ પર પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. જેની પાછળની તરફ નાનું તળાવ આવેલ હોવાથી કોર્પોરેશન દ્વારા અહીં વીશાળ પાર્ક બનાવવામાં આવ્યો છે.
  • તેમજ તળાવની અંદર બોટિંગ પણ કરવામાં આવે છે. જ્યારે ઈશ્વરીયાથી આગળ જતાં આજીડેમ 2 આવેલ છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સાથે પાર્ક અને ડેમની મજા માણે છે.
  • ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

8. શ્રી રામકૃષ્ણ આશ્ર | Ramakrishna Ashrama

ડો. યાજ્ઞિક રોડ પર આવેલો આ આશ્રમ શ્રી રામકૃષ્ણ પરમહંસ, માતા શારદા દેવી, અને સ્વામી વિવેકાનંદના આદર્શો પર ચાલે છે. આધ્યાત્મિક સાથે માનવતાવાદી સેવાઓ માટે પણ પ્રખ્યાત છે.

Shri Ramakrishna Ashrama
Shri Ramakrishna Ashrama
  • પ્રવચનો, ધ્યાન, અને ચેરિટેબલ ડિસ્પેન્સરી જેવી સેવાઓ અહીં ઉપલબ્ધ છે, જે તેને વિશેષ બનાવે છે.
  • આ આશ્રમ દ્વારા દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજાય છે, જેમાં રાજકોટની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લે છે.
  • આશ્રમ ની નજીક એક નાનું પુસ્તકાલય છે, જેમાં રામકૃષ્ણ મિશનના પ્રકાશનો ઉપલબ્ધ છે.
  • આશ્રમમાં એક ચેરિટેબલ હોસ્પિટલ પણ છે, જે ગરીબ દર્દીઓને નજીવા ખર્ચે સારવાર આપે છે.આશ્રમમાં ઉપલબ્ધ મુખ્ય હેલ્થ અને ડૉક્ટર સુવિધાઓ નીચે મુજબ છે.

1. વિવેકાનંદ આઇ કેર ડિપાર્ટમેન્ટ (આંખની સંભાળ કેન્દ્ર)

  • આંખની તપાસ અને સારવાર: અહીં રાજકોટના જાણીતા આંખના નિષ્ણાતો (Eye-specialists) નિયમિતપણે તેમની સેવાઓ આપે છે, જ્યાં આંખના રોગો માટે ક્લિનિકલ તપાસ અને સારવાર આપવામાં આવે છે.
  • ઓપરેશનની સુવિધા: આધુનિક હાઇ-ટેક ઓપરેશન થિયેટરમાં આંખના વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવે છે.
  • મોતિયા (Cataract) ના ઓપરેશનો: Phaco મશીન દ્વારા IOL (Intra Ocular Lenses) સાથે મોતિયાના ઓપરેશન થાય છે.
  • અન્ય ઓપરેશનો: Pterygium, ગ્લુકોમા (Glaucoma), Chalazion, Yag laser ઓપરેશનો.
  • લેસર સારવાર: ગ્રીન લેસર અને Yag લેસર મશીનો દ્વારા રેટિનોપેથી (Retinopathy) જેવી બીમારીઓની સારવાર કરવામાં આવે છે.
  • ચશ્માના નંબરની તપાસ: કોમ્પ્યુટરાઇઝડ સ્પેક્ટેકલ પાવર ચેકિંગની સુવિધા છે.
  • ખર્ચ: તપાસ, સારવાર અને ઓપરેશન ખૂબ જ નજીવા દરે (Very Nominal Rates) કરવામાં આવે છે.

૨. અન્ય હેલ્થ અને ડૉક્ટર સુવિધાઓ : આંખની સુવિધાઓ ઉપરાંત, આશ્રમ દ્વારા નીચેના વિભાગોમાં પણ રાહત દરે તબીબી સેવાઓ આપવામાં આવે છે:

  • ફિઝિયોથેરાપી (Physiotherapy): વિવિધ રોગોની સારવાર માટે અદ્યતન સુવિધાઓ સાથે પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા. તમામ સારવાર નજીવા દરે.
  • હોમિયોપેથી (Homeopathy): વરિષ્ઠ હોમિયોપેથી ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને દવાઓ નજીવા દરે આપવામાં આવે છે. દીર્ઘકાલિન રોગોની સારવાર પણ ઉપલબ્ધ.
  • આયુર્વેદિક (Ayurvedic): આયુર્વેદિક વિભાગમાં નિ:શુલ્ક સારવાર અને દવાઓ નજીવા દરે આપવામાં આવે છે. સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી કાર્યરત.
  • મોબાઇલ મેડિકલ યુનિટ: આશ્રમનું મેડિકલ યુનિટ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદોને તબીબી સેવા પૂરી પાડે છે.
  • સેરેબ્રલ પાલ્સી સેન્ટર: મગજને લગતી વિકલાંગતાવાળા બાળકો માટે પુનર્વસન કેન્દ્ર (Rehabilitation Centre) પણ ચલાવવામાં આવે છે.
  • જનરલ ડિસ્પેન્સરી: સામાન્ય દવાઓ અને આરોગ્ય તપાસ માટેની સુવિધા.

9. રાણીમા રુડીમા મંદિર | Ranima Rudima Temple

Rajkot Temples માં રાણીમા-રુડીમા મંદિર ધાર્મિક વારસાનું એક મહત્વનું અને ઐતિહાસિક સ્થાન છે, જે શહેરના લોકો અને યાત્રીઓ માટે શાંતિ અને ભક્તિનું કેન્દ્ર છે. અને તેનું મહત્વ ગુજરાતના ધાર્મિક વારસા સાથે જોડાયેલું છે.

.Ranima Rudima Temple
Ranima Rudima Temple

ભરવાડ સમાજની બે સતીઓ બંને બહેનો રાણીમાં અને રૂડીમાં વાંકાનેર ના લુડસરીયા ગામ ની આ વાત છે. રાણીમાં રૂડીમાના પિતા નાની વય માં જ મૃત્યુ પામે છે.એની માં બંને દીકરી ઓ ને મોટી કરે છે.એક વાર બંને બહેનો નદી કાંઠે રમતી હતી ત્યાં તેને હનુમાનજી ની મૂર્તિ મળી હતી. તે મૂર્તિ ની સ્થાપના રાણીમાં રૂડીમાં એ ત્યાં નદી પાસે કરી. એક વાર મચ્છુ નદી ના કિનારે પૂર આવવાથી મૂર્તિ તેમાં તણાય ગઈ.

તેમની પ્રાર્થના અને શક્તિ ના લીધે એ મૂર્તિ દરિયા કાંઠે તરતી તરતી તેમની પાસે આવી.ભક્તિભાવથી ભરેલી બહેનોએ હનુમાનજીને દરિયા કિનારાની રેતીનો પ્રસાદ ચઢાવ્યો. તેમની શ્રદ્ધા એટલી પ્રબળ હતી કે હનુમાનજી એ તે રેતીના પ્રસાદનો સ્વીકાર કર્યો. તેમની આ શ્રદ્ધા ગામલોકો માટે પણ ચમત્કારિક હતી. લોકો એ લીધેલો રેતી નો પ્રસાદ સાકર માં ફેરવાય ગયો .આ ઘટનાથી તેમની સિદ્ધિ અને પવિત્રતાનો લોકોમાં વધુ પ્રચાર થયો.

  • રાણીમાં રૂડીમાં એ રાજકોટ પાસે જ્યાં આ મંદિર છે ત્યાં વિસામો લીધો હતો.તેથી તે સ્થાન પર ત્યાંના રાજા એ આ મંદિર સ્થાપ્યું હતું .
  • રાણીમાં રૂડીમાં ને એક વાર સપના માં ઠાકરે આવી કીધું હું માળીયા માં છું. અહીં ગમતું નથી મને આવી લઇ જાવ. ત્યારે ત્યાંના રાજા ને રાનીમાં રુડી માં એ આ વાત કરી .
  • જ્યારે બહેનોએ (શ્રી કૃષ્ણની મૂર્તિ) ઠાકર ને લઈને જવાનો વિચાર રજૂ કર્યો, ત્યારે ગામના કેટલાક લોકો અથવા પૂજારીઓને સંશય થયો.
    લોકોએ તેમને કહ્યું:
    માતાજી! જો તમારી ભક્તિમાં સાચી શ્રદ્ધા અને સિદ્ધિ હશે, તો આ મૂર્તિઓ કોઈ મનુષ્યના પ્રયત્ન વગર, પોતે જ મંદિરના ગર્ભગૃહમાંથી બહાર ચાલીને તમારી પાસે આવશે. જો આમ થાય તો જ અમે માનીશું કે ભગવાનને તમારી સાથે આવવું છે. લોકોએ એક રીતે રાણીમાં અને રૂડીમાંની આધ્યાત્મિક શક્તિની કસોટી કરી.

    ભગવાનનો સંકેત અને મૂર્તિનું આગળ આવવું
    – બહેનોએ આ પડકાર સ્વીકાર્યો અને ભગવાન સમક્ષ પ્રાર્થના કરી:
    રાણીમાં-રૂડીમાંની પ્રાર્થના: તેમણે ભગવાનને વિનંતી કરી કે જો તેમની સેવા સાચી હોય, તો ભગવાને આ સંશય દૂર કરવો જોઈએ અને ભક્તોના કલ્યાણ માટે તેમની સાથે ચાલવું જોઈએ.”
    મૂર્તિનું પ્રગટ થવું: બીજા દિવસે સવારે જ્યારે લોકો એકઠા થયા, ત્યારે એક દૈવી ચમત્કાર થયો. મૂર્તિ પોતે મંદિરના ગર્ભગૃહમાંથી આગળ વધી. કહેવાય છે કે મૂર્તિએ જાણે પોતાના હાથ લંબાવ્યા અને રાણીમાં-રૂડીમાં તરફ આગળ વધવાનું શરૂ કર્યું.

    Google Maps લિંક: https://maps.app.goo.gl/cvkgwkr5DWRcKufJ9

10. ત્રિમંદિર | Trimandir

દાદા ભગવાન (૧૯૦૮-૧૯૮૮), એક સામાન્ય વેપારીથી જ્ઞાની પુરુષ બનેલા ૧૯૫૮ માં અક્રમ વિજ્ઞાનની શોધ કરી. તેમના મતે, તમામ ધર્મો એક જ સત્યના અલગ-અલગ ભાષા છે. આ વિચારથી પ્રેરાઈને, ત્રિમંદિરની સ્થાપના કરવામાં આવી – જેમાં જૈન, વૈષ્ણવ અને શૈવ ધર્મોના પ્રતિનિધિ મૂર્તિઓને એક જ પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર વિશ્વભરમાં ધર્મીય શ્રદ્ધા નું પ્રતીક બન્યું છે.

10.Trimandir
10.Trimandir
  • સરનામું: અમદાવાદ-રાજકોટ હાઇવે, તરઘડિયા ક્રોસ રોડ નજીક, માલિયાસણ ગામ, રાજકોટ, ગુજરાત. (શહેરથી આશરે ૧૨ કિ.મી. દૂર)
  • નિવાસ (Atithigruh): અહીં ‘અતિથિગૃહ ત્રિમંદિર’ (Stop N’ Stay) ની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં AC અને Non-AC રૂમની વ્યવસ્થા છે. રાત્રી રોકાણ કરીને આધ્યાત્મિક વાતાવરણનો વધુ લાભ લઈ શકાય છે.
  • ભોજન (Dining): અહીં ‘અમૃત રિફ્રેશમેન્ટ્સ’ અને ટેમ્પલ ડાઇનિંગ હોલ માં શુદ્ધ શાકાહારી ભોજન અને નાસ્તો વાજબી દરે ઉપલબ્ધ છે.
  • જો તમને Rajkot Temples વિશે ની આ માહિતી ગમી હોઈ તો અમારા અન્ય લેખ વાંચવા અહીં ક્લિક કરો.
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *