Introduction
Rajkot na 4 Famous Dal Pakwan: રંગીલું રાજકોટ માત્ર ફાફડા-જલેબી માટે જ નહીં, પણ તેના સ્વાદિષ્ટ દાળ પકવાન માટે પણ જાણીતું છે. આ પારંપરિક નાસ્તો હવે રાજકોટની ઓળખ બની ગયો છે. રાજકોટના ખૂણે-ખૂણે દાળ પકવાન ના સ્વાદ ની સુગંધ ફેલાયેલી છે.
ક્રિસ્પી પકવાન, તીખી-મીઠી ચટણીઓ અને સુગંધિત દાળનું આ અનોખું મિશ્રણ સવારના નાસ્તા માટે પરફેક્ટ છે.જો તમે રાજકોટમાં છો અને આ સ્વાદિષ્ટ વાનગીની મજા માણવા માંગો છો, તો અહીં છે Rajkot na Famous Dal Pakwan ના સ્થળો, જેની મુલાકાત લેવી જોઈએ:

Table of Contents
૧. માં આશાપુરા દાળ પકવાન (Maa Ashapura Daal Pakwan)
દોસ્તો, તમને ખબર છે રાજકોટમાં Dal Pakwan ની શરૂઆત ક્યાંથી થઈ હશે, તો જવાબ છે – માં આશાપુરા! માન્યતા છે કે રાજકોટમાં આ સ્વાદિષ્ટ વાનગીની સફર અહીંથી જ શરૂ થઈ હતી. ૩૫ વર્ષથી પણ વધુ સમયથી આ જગ્યા ફૂડ લવર્સની ટોપ ચોઇસ છે. અહીંનું વાતાવરણ એકદમ ઘર જેવું લાગે છે – સાફ-સુથરું, શાંત અને સ્ટાફની સેવા ખુબ સારી છે.એકવાર ખાઈને જુઓ, તમારો આખો અનુભવ યાદગાર બની જશે.

અહી Dal Pakwan બે અલગ-અલગ સ્ટાઇલમાં સર્વ થાય છે – એક આખી ચણાની દાળ સાથે અને બીજી ક્રશ કરેલી દાળ વાળી. પકવાન ક્રિસ્પી અને ગરમા-ગરમ, ઉપરથી તીખી-મીઠી ચટણીઓ અને ડુંગળીના ટુકડા – એક બાઇટમાં જ સ્વાદનો ધડાકો! અને હા, અહીં મસાલેદાર છાસ પણ મળે છે, જે દાળ પકવાન સાથે પર્ફેક્ટ મેચ છે.
- ખાસિયત:આ જગ્યા રાજકોટના Famous Dal Pakwan ના જન્મદાતા માનવામાં આવે છે.”
- સરનામું: રામનાથપરા મેઈન રોડ, જાવા નગર, રાજકોટ.
- ત્યાં પહોંચવા માટે: https://maps.app.goo.gl/WjxQVgzrkMtjDy3g8
૨. હરિકૃષ્ણ દાળ પકવાન (Harikrishna Dal Pakwan)
ગુણવત્તાયુક્ત નાસ્તો અને શાંતિપૂર્ણ વાતાવરણનો અદ્ભુત સંગમ એટલે હરિકૃષ્ણનું આ લોકેશન! અહીં તમને માત્ર સ્વાદિષ્ટ દાળ પકવાન જ નહીં, પણ એક સંપૂર્ણ બ્રેકફાસ્ટ એક્સપિરિયન્સ મળશે. રાજકોટ માં બે હરિકૃષ્ણ દાળ પકવાન છે અને ખુબજ લોક પ્રિયા છે.
2.1 લવ ટેમ્પલ પાસે આવેલું હરિકૃષ્ણ દાળ પકવાન.
હરિકૃષ્ણ દાળ પકવાન ની બાજુમાં હનુમાનજી નું મંદિર, ગાર્ડન, લવ ટેમ્પલ અને સ્કૂલ છે. તેથી અહીં જાવ તો તમને બાજુ ના આ બધા સ્થળો પર ફરવાનો પણ લાભ મળે છે. અહીં તમને ભૂંગળા બટેટા, પૌંઆ અને ગુલ્ફી પણ મળી રહે છે. આ જગ્યા પર અમે મહિના માં 2 વાર દાળપકવાન ખાવા માટે આવીયે છીએ. અહીં ની સર્વિસ ખુબ સારી છે. ચોકસાઈ સારી છે. પકવાન પણ ટેસ્ટી હોઈ છે. મને હરિકૃષ્ણ દાળ પકવાન ઘરે ખાવાનું મન થાય તો હું zometo કરું છું. તો તમે હરિકૃષ્ણ દાળ પકવાન ઘરે પણ એન્જોય કરી શકો છો.

- ખાસિયત: યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ પર બંને જગ્યા એ હરિકૃષ્ણ દાળ પકવાન આવેલ છે .
- સરનામું: 2.1 ૨૦૬, બ્લોક, સ્ટ્રીટ એ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ.
- ત્યાં પહોંચવા માટે: https://maps.app.goo.gl/gEeHbtCnCNyhYeqYA
2.2 યુનિવર્સિટી રોડ પર આવેલું હરિકૃષ્ણ દાળ પકવાન .
યુનિવર્સિટી રોડ પર આવેલું આ Famous Dal Pakwan તેમની દાળ પકવાનની વાનગીઓમાં સ્વાદની ગુણવત્તા જાળવી રાખવા માટે જાણીતું છે, જેના કારણે લોકો અહીં દાળ પકવાન ખાવા જવાનું પસંદ કરે છે.

- ખાસિયત: યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ પર બંને જગ્યા એ હરિકૃષ્ણ દાળ પકવાન આવેલ છે .
- સરનામું: યુનિવર્સિટી રોડ, ત્રિવેણી સોસાયટી, રાજકોટ.
- ત્યાં પહોંચવા માટે: https://maps.app.goo.gl/it6ShVv9nqg2bdNR6
૩. બાલાજી દાળ પકવાન (Balaji Dal Pakvan)
તમે દાળ પકવાન ખાધું હોય કે ન ખાધું હોય, પણ બાલાજીના દાળ પકવાનનો સ્વાદ જોઈ ગ્રાહકો તેને “શ્રેષ્ઠ દાળ પકવાન” નો ખિતાબ આપે છે . અહીં દાળ પકવાન ની સાથે બટેટા ભૂંગળા પણ મળે છે. અહીં ટોકન સિસ્ટમ છે. 12 વર્ષ થયા અહીં આ જગ્યા એ દાળ પકવાન મળે છે. અહીં દાળપકવાન ની સાથે 4 પ્રકાર ની ચટણી પીરસવા માં આવે છે.

- ખાસિયત: રાજકોટના સૌથી ફેમસ દાળ પકવાન માની એક. ગુણવત્તા અને જથ્થો બંને સારો.
- સરનામું: હેમુ ગઢવી હોલની પાછળ, PMB સ્કૂલ પાસે, રાજકોટ.
- ત્યાં પહોંચવા માટે: https://maps.app.goo.gl/k8MZVVinXKaxvRqQ6
૪. માં અંબે દાળ પકવાન (Maa Ambe Dal Pakwan)
વર્ષ 2001 થી માં અંબે દાળ પકવાન સ્વચ્છતા અને પ્રમાણિક સ્વાદ માટે વિશ્વસનીય નામ છે. જો તમને દાળ પકવાનમાં પરંપરાગત અને શુદ્ધ સ્વાદ જોઈતો હોય, તો આ સ્થળ તમારા માટે જ છે.

હંમેશા લોકપ્રિય દાળ પકવાન – જે ક્રિસ્પી પૂરીઓ, સ્વાદિષ્ટ ચણાની દાળ અને ચટાકેદાર ચટણીઓનું એક શાહી સંયોજન છે. જે માત્ર એક જ બાઇટમાં તમારું દિલ જીતી લેશે.
શુદ્ધ અને આરોગ્યપ્રદ (હાઇજીનિક) સામગ્રી 20+ વર્ષનો વિશ્વાસ. દરરોજ તાજું તૈયાર કરવામાં આવે છે. ફંક્શન, ઇવેન્ટ્સ, પાર્ટીઓ અને તહેવારો માટે બલ્ક ઓર્ડર પણ અહીં સ્વીકારવામાં આવે છે.
- સરનામું: જામ ટાવર ચોક, મેઈન રોડ, સદર, રાજકોટ.
- ખાસિયત: 20+ વર્ષનો વિશ્વાસ, ખુબ સારો સ્વાદ, પોકેટ-ફ્રેન્ડલી અને તાજગી ની ગેરંટી.
- ત્યાં પહોંચવા માટે: https://maps.app.goo.gl/kxzKeghweCTZuRf97
નિષ્કર્ષ (Conclusion)
દોસ્તો, રાજકોટ ના આ Famous Dal Pakwan ની સફર પૂરી થઈ ગઈ, પણ સ્વાદની યાદ તો હંમેશા રહેશે. આ ચાર જગ્યાઓ – માં આશાપુરા, હરિકૃષ્ણ, બાલાજી અને માં અંબે – દરેકનો પોતાનો અલગ જાદુ છે. કોઈ પરંપરાગત રીતે બનાવે છે તો કોઈ થોડો નવો ટ્વિસ્ટ આપે છે, પણ બધી જગ્યાએ સ્વાદ એવો છે કે એક વાર ખાધા પછી ફરી ફરી જવાનું મન થાય.
આ વાનગી ફક્ત પેટ ભરવા માટે નથી – એ તો રાજકોટની ગલીઓમાં ફરવાનો, લોકો સાથે હસવા-બોલવાનો અને સવારની શરૂઆતને યાદગાર બનાવવા નું બહાનું છે. કોઈ એક જગ્યા પર જઈને અજમાવી જુઓ – અને પછી કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારું ફેવરિટ કયું બન્યું! આવી વધુ ફૂડ ટ્રીપ્સ અને લોકલ સ્વાદની વાતો માટે અમારી સાથે જોડાયેલા રહેજો.
જો તમને આ માહિતી ગમી હોઈ તો અમારા અન્ય ફૂડ રિલેટેડ બ્લોગ વાંચવા અહીં ક્લીક કરો .
Disclaimer:
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. શોપ ની યાદી માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.




