Rajkot ગુજરાત નું ચોથું સૌથી મોટું શહેર છે. અને સૌરાષ્ટ્રનું શૈક્ષણિક, ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. આ શહેર માં મહાત્મા ગાંધી જેવી અનેક મહાન વિભૂતિઓ નું નિવાસસ્થાન રહ્યું છે. અને હાલમાં તે સાંસ્કૃતિક, ઔદ્યોગિક તથા આર્થિક વિકાસ ના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત નું ૨૬ મું સૌથી મોટું શહેર અને વિશ્વ નું ૨૨મું સૌથી ઝડપથી વિકસતું શહેરી ક્ષેત્ર તરીકે રાજકોટ ની ઓળખ છે.

Table of Contents
૧. રાજકોટનો ભવ્ય ઈતિહાસ: સ્થાપના થી લઈને લોકશાહી સુધીની રોમાંચક સફર (Histry of Rajkot)
રાજકોટ એ માત્ર સૌરાષ્ટ્ર નું એક મોટું શહેર નથી, પણ તે ઈતિહાસની અનેક ચડતી-પડતીનું સાક્ષી છે. કવિ નરસિંહ મહેતાએ જે ભૂમિને સંતો અને શૂરવીરોની ભૂમિ કહી છે, તે કાઠિયાવાડનું હૃદય એટલે આપણું રંગીલું રાજકોટ. અહીંની માટીમાં આજે પણ રજવાડી ઠાઠ અને આઝાદીની લડતની ખુશ્બૂ આવે છે.
a. રજવાડી યુગ: રાજકોટની સ્થાપના અને સંઘર્ષ |
રાજકોટના ઈતિહાસના પાના વર્ષ ૧૬૧૦ માં ખૂલે છે, જ્યારે ઠાકોર સાહેબ વિભાજી જાડેજા એ આ શહેરનો પાયો નાખ્યો. તે સમયે લગભગ ૨૮૨ ચોરસ માઈલના વિસ્તારમાં જાડેજા વંશનું શાસન હતું.
પરંતુ, રાજકોટનો રસ્તો હંમેશા સરળ નહોતો. ૧૭૨૦ માં સોરઠના નાયબ સુબેદાર માસુમ ખાને આક્રમણ કરી શહેરનું નામ બદલીને ‘મસુમાબાદ’ કરી નાખ્યું હતું. જોકે, કાઠિયાવાડી લોહી ક્યાં શાંત બેસે તેમ હતું? ૧૭૩૨માં મેરમનજીના પુત્રએ બહાદુરી બતાવી માસુમ ખાનને હરાવ્યો અને ફરી એકવાર આ ધરતીનું નામ ગૌરવ સાથે ‘રાજકોટ’ રાખ્યું.
b. બ્રિટિશ શાસન અને આધુનિકતા ના પહેલા ડગલાં
રાજકોટના વિકાસની સાચી શરૂઆત રેલવે સાથે થઈ:
૧૮૨૨ની આસપાસ રાજકોટ ‘કાઠિયાવાડ એજન્સી’નું મુખ્ય મથક બન્યું. અત્યારે આપણે જે કોઠી વિસ્તાર અને સદર જોઈએ છીએ, તે સમયે અંગ્રેજ અધિકારીઓના વહીવટી કેન્દ્રો હતા.૧૮૯૩ જેતલસર સુધી રેલવે લિંક લંબાવવામાં આવી. તે સમયે મીટર ગેજ ટ્રેનો રાજકોટની આર્થિક જીવાદોરી ગણાતી. શહેરની તરસ છિપાવવા માટે ૧૮૯૫માં આજી નદી પાસે ઐતિહાસિક લાલપરી તળાવ પણ ત્યારે જ બનાવવામાં આવ્યું હતું.૧૮૮૯ રાજકોટ અને વાંકાનેર રેલવે લાઈનથી જોડાયા.
c. ગાંધીજી અને આઝાદીનું આંદોલન
- બાળપણ અને શિક્ષણ: ગાંધીજી માત્ર છ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર પોરબંદર થી રાજકોટ સ્થળાંતર થયો હતો, કારણ કે તેમના પિતા કરમચંદ ગાંધીને રાજકોટ ના દીવાન (વડાપ્રધાન) તરીકે બદલી કરવામાં આવી હતી.
- શાળાકીય અભ્યાસ: તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ (જે હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખાય છે) માં અભ્યાસ કર્યો હતો. તેમની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની શરૂઆત રાજકોટની તાલુક સ્કૂલમાં થઇ હતી.
- રાજકોટ નું ગૌરવ એટલે મહાત્મા ગાંધી. ૧૯૨૫માં બાપુએ અહીં આવીને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પાયો નાખ્યો હતો. ૧૯૩૭માં જ્યારે દિવાન વિરાવાળાના અત્યાચાર વધ્યા, ત્યારે રાજકોટના લોકોએ પ્રચંડ સત્યાગ્રહ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન અને ગાંધીજીની ઐતિહાસિક ભૂખ હડતાલે અંગ્રેજ શાસનને નમવા મજબૂર કરી દીધું હતું. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ ચળવળમાં પણ રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું.
d. આઝાદી પછીનું સૌરાષ્ટ્ર અને પ્રથમ ચૂંટણી
૧૫ એપ્રિલ ૧૯૪૮ના રોજ જ્યારે રજવાડાઓનું વિલીનીકરણ થયું, ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તે સમયે સૌરાષ્ટ્રને પાંચ મુખ્ય જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું હતું:
- મધ્ય સૌરાષ્ટ્ર (જે આજે આપણું રાજકોટ છે)
- સોરઠ (જૂનાગઢ)
- હાલાર (જામનગર)
- ગોહિલવાડ (ભાવનગર)
- ઝાલાવાડ (સુરેન્દ્રનગર)
તમને જાણીને નવાઈ લાગશે કે ૧૯૫૨માં જ્યારે ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ, ત્યારે સૌરાષ્ટ્રમાં ૧૯ લાખ મતદારો હતા. વિધાનસભાની ૬૦ બેઠકો માટે ભારે ઉત્સાહ સાથે મતદાન થયું હતું, જેમાં ૫૫ સામાન્ય અને ૫ અનામત બેઠકો હતી.
e. શું તમે આ જાણો છો? (Interesting Facts)
- કેસરી હિન્દ બ્રિજ: આ બ્રિજ ૧૧૦ વર્ષથી પણ વધુ જૂનો છે. પહેલા તેની પહોળાઈ માત્ર ૧૦ મીટર હતી, જે પછીથી વધારીને ૨૪ મીટર કરવામાં આવી જેથી વાહનવ્યવહાર સરળ બની શકે.
- કુદરતી આપત્તિ: ૧૯૫૦માં રાજકોટમાં ભારે વરસાદને કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું, છતાં રાજકોટના લોકોની હિંમતે ફરી આ શહેરને ઊભું કર્યું.
૨. રાજકોટ ની સંસ્કૃતિ અને વિશેષતાઓ |(culture of Rajkot)
રાજકોટની સંસ્કૃતિ વિશે સમજવું હોય તો તમારે માત્ર અહીંના રસ્તાઓ પર ફરવું પડે. અહીંની સંસ્કૃતિ એટલે ‘જીવો અને જીવવા દો’નો સિદ્ધાંત. રાજકોટ એ એક એવું શહેર છે.કે જ્યાં રાજકોટીયન માણસ ગમે તેટલો વ્યસ્ત હોય, પણ તે હસતા મુખે મહેમાનગતિ કરવાનું ક્યારેય નથી ભૂલતો.
a. જન્માષ્ટમીનો મેળો
રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે .લોકમેળો: રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભરાતો આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. ચકડોળની મજા, ખાણી-પીણીના સ્ટોલ અને લાખો લોકોની ભીડ રાજકોટની જીવંતતા દર્શાવે છે .મટકી ફોડ: શહેરના દરેક ચોકમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી અને મટકી ફોડના કાર્યક્રમોમાં યુવાનોનો થનગનાટ જોવા જેવો હોય છે.
b. નવરાત્રિ: ગરબાની અનોખી શૈલી
જ્યારે વાત નવરાત્રિ ની હોય, ત્યારે રાજકોટ ના ગરબાની શૈલી આખા ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સુંદર સમન્વય જોવા મળે છે. એકબાજુ આજે પણ રાજકોટની પોળો અને શેરીઓમાં મા જગદંબાની આરાધના કરતા ‘શેરી ગરબા’ની પવિત્ર પરંપરા જીવંત છે, જ્યાં લોકો સાદગીથી ગરબે ઘૂમે છે. તો બીજી બાજુ, શહેરના વિશાળ પાર્ટી પ્લોટ્સમાં હજારો ખેલૈયાઓ અદભૂત પરંપરાગત પોશાક (કેડિયું-ચણિયાચોલી) પહેરીને આધુનિક ઓરકેસ્ટ્રાના તાલે ગરબાની રમઝટ બોલાવે છે. રાજકોટની નવરાત્રિ એટલે શ્રદ્ધા, શક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ.
c. મકરસંક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
રાજકોટ હવે પતંગબાજીમાં માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ચમક્યું છે. મકરસંક્રાંતિ દરમિયાન રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળે છે. ખાસ કરીને અહીં યોજાતો ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. આ મહોત્સવમાં વિવિધ દેશોના પતંગબાજો પોતાની અનોખી કળા પ્રદર્શિત કરવા આવે છે. પેચ લડાવવાની મજા અને ‘કાઈપો છે’ ના ગુંજતા અવાજો સાથે રાજકોટની ધાબા-સંસ્કૃતિ આ દિવસે સોળે કળાએ ખીલી ઉઠે છે.
d. ઐતિહાસિક એર શો (Air Show)
રાજકોટના ઈતિહાસમાં એક નવું અને ગૌરવશાળી પ્રકરણ ત્યારે ઉમેરાયું જ્યારે ભારતીય વાયુસેના દ્વારા અહીં ભવ્ય એર શૉ નું આયોજન કરવામાં આવ્યું. સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રાજકોટના આકાશમાં જે અદભૂત અને સાહસિક કરતબો બતાવવામાં આવ્યા, તેણે લાખો રાજકોટિયનોના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને અટલ સરોવરના કિનારેથી વાયુસેનાના વિમાનોને આકાશમાં જોવા એ શહેરના લોકો માટે એક અવિસ્મરણીય લ્હાવો હતો. આ કાર્યક્રમે રાજકોટના આધુનિક પ્રવાસન અને સુરક્ષા દળો પ્રત્યેના સન્માનને નવી ઊંચાઈ આપી છે.
e. લોકડાયરો અને સંતવાણી
તહેવાર હોય કે કોઈ સામાજિક પ્રસંગ, રાજકોટમાં ‘લોકડાયરો’ એ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. કાઠિયાવાડ ની આ પરંપરાગત કળા રાજકોટમાં આજે પણ એટલી જ લોકપ્રિય છે. સંતવાણી, ભજન અને લોકસાહિત્યના આ કાર્યક્રમોમાં લોકો રાત-રાતભર બેસીને સાહિત્યનો આનંદ માણે છે. લોકગાયકોના કંઠે ગવાતી શૌર્યગાથાઓ અને ભક્તિ પદો આજે પણ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે.
3. શા માટે કહેવાય છે ‘રંગીલું’
- બપોરની ‘રાજકોટીયન’ ઊંઘ (The Famous Afternoon Siesta): રાજકોટમાં બપોરે ૨ થી ૪ નો સમય એટલે જાણે આખું શહેર વિરામ લેતું હોય. બજારની દુકાનો હોય કે ઓફિસો, લોકો બપોરની નિરાંતની ઊંઘને ખૂબ મહત્વ આપે છે. આ ૨ કલાકની શાંતિ પછી જ્યારે સાંજે ૪ વાગ્યે ફરીથી ધમધમાટ શરૂ થાય છે, ત્યારે શહેરનો ઉત્સાહ જોવો એક લ્હાવો છે.
- રાત્રે ૧૨ વાગ્યા પછીની રોનક: રાજકોટ ક્યારેય ઊંઘતું નથી! જ્યારે બીજા શહેરોમાં રાત્રે સન્નાટો હોય, ત્યારે રાજકોટના રસ્તાઓ પર આઈસ્ક્રીમ, બરફના ગોલા અને સોડા પીવા નીકળતા લોકોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને રેસકોર્સ અને હનુમાન મઢી રોડ પર રાત્રે ૧૨ વાગ્યા પછી પણ દિવાળી જેવો માહોલ હોય છે, જે આ શહેરની જીવંતતા અને સુરક્ષા દર્શાવે છે.
૪. આધુનિક રાજકોટ: સ્માર્ટ સિટી અને વિકાસની નવી ઉડાન
રાજકોટ હવે માત્ર પરંપરાઓનું શહેર નથી રહ્યું, પણ તે મેટ્રો સિટી બનવા તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે. આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીના કારણે આજે રાજકોટ નો નકશો બદલાઈ રહ્યો છે.
- સ્માર્ટ સિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: મજબૂત રોડ નેટવર્ક, નવા ફ્લાયઓવર બ્રિજ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સે શહેરનો ચહેરો સાવ બદલી નાખ્યો છે. ખાસ કરીને શહેરની ફરતે બનેલો નવો રિંગ રોડ અને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા પાર્ક્સ (બગીચાઓ) રાજકોટની આધુનિકતાના સાચા પ્રતીક છે.
- એજ્યુકેશન હબ (શિક્ષણનું કેન્દ્ર): રાજકોટ આજે માત્ર વેપાર જ નહીં પણ ‘સૌરાષ્ટ્રનું એજ્યુકેશન હબ’ પણ ગણાય છે. અહીંની પ્રતિષ્ઠિત CBSE અને GSEB શાળાઓની સાથે-સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં ભણવા માટે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ આવે છે. શિક્ષણની ગુણવત્તા રાજકોટને બૌદ્ધિક રીતે પણ સમૃદ્ધ બનાવી રહી છે.
- મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ (ઉદ્યોગ જગત): શું તમે જાણો છો? રાજકોટને સમગ્ર વિશ્વમાં “એન્જિનિયરિંગ હબ ઓફ ગુજરાત” તરીકે ઓળખવામાં આવે છે. અહીં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોએ એવી ક્રાંતિ કરી છે કે અહીં બનેલા નટ-બોલ્ટ, વોટર પંપ સેટ અને ઓટોમોબાઈલ પાર્ટ્સ આજે આખી દુનિયામાં નિકાસ (Export) થાય છે.
- ખાણી-પીણીની મોજ અને લાઈફસ્ટાઈલ: રાજકોટની આધુનિકDisclaimer:
- આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. વિગતો માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.તા તેની લાઈફસ્ટાઈલ વગર અધૂરી છે. રાત્રે ૧૨ વાગ્યા પછી પણ રાજકોટના રસ્તાઓ પર આઈસ્ક્રીમ, ગોલા અને સોડા પીવા નીકળતું ‘રંગીલું રાજકોટ’ શહેરની રોનક વધારે છે. તો બીજી તરફ, બપોરે ૨ થી ૪ માં જે શાંતિ જોવા મળે છે, તે રાજકોટની આગવી ઓળખ છે. બપોરે નિરાંત અને રાત્રે ધમધમાટ—આ જ છે આધુનિક રાજકોટ!
- નવા હેંગઆઉટ સ્પોટ્સ: યુવાનો અને પરિવારો માટે હવે અટલ સરોવર સૌથી પ્રિય સ્થળ બની ગયું છે. આ ઉપરાંત રેસકોર્સ ગ્રાઉન્ડ, ન્યારી ડેમ અને શહેરમાં આવેલા નવા આધુનિક મોલ્સ વીકેન્ડ માણવા માટે બેસ્ટ છે.
૫. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત
રાજકોટ જેટલું આધુનિક છે એટલું જ પવિત્ર પણ છે. અહીંના મંદિરો માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી પણ સ્થાપત્ય કલાનો નમૂનો પણ છે.
- મુખ્ય તીર્થસ્થાનો: રાજકોટની આસપાસ ખોડલધામ (કાગવડ) જેવું ભવ્ય મંદિર આવેલું છે. આ ઉપરાંત પંચનાથ મહાદેવ, ઈશ્વરીયા મહાદેવ અને હનુમાન ધારા જેવા સ્થાનો પર લોકો આસ્થા સાથે માથું ટેકવે છે.
- તહેવારોનો માહોલ: જન્માષ્ટમીનો મેળો હોય કે નવરાત્રિનો થનગનાટ, રાજકોટનો માહોલ જોવા જેવો હોય છે. અહીંના લોકો તહેવારોને ‘રંગીલા’ અંદાજમાં ઉજવે છે.
૬. રાજકોટના રત્નો અને ડિજિટલ પહોંચ
રાજકોટ માત્ર સ્થળોથી નહીં પણ તેની વ્યક્તિઓ અને મીડિયાથી પણ ઓળખાય છે.
- પ્રખ્યાત વ્યક્તિઓ: મહાત્મા ગાંધીએ અહીં બાળપણ વિતાવ્યું તે તો સૌ જાણે છે, પરંતુ આજે રાજકોટના અનેક ઉદ્યોગપતિઓ અને કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરી રહ્યા છે.
- સ્થાનિક મીડિયા: રાજકોટથી પ્રકાશિત થતું ‘જય હિન્દ’ અખબાર દાયકાઓથી લોકોનો અવાજ રહ્યું છે. તો બીજી તરફ ‘અમારું રાજકોટ’ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ આજે સોશિયલ મીડિયાના યુગમાં દરેક નાગરિકને પળેપળની અપડેટ પહોંચાડે છે.
૭. નિસ્કર્ષ
એક શહેર જે હૃદયમાં વસે છે. રાજકોટ એ માત્ર એક શહેર નથી, પરંતુ એક જીવંત વારસો છે જે ઐતિહાસ, સંસ્કૃતિ, વિકાસ અને માનવતાના મૂલ્યોનું અનોખું સંયોજન ધરાવે છે. મહાત્મા ગાંધીજીના બાળપણના સંસ્કારોથી લઈને આજના આધુનિક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ સુધી, રાજકોટે હંમેશા પોતાની અલગ ઓળખ જાળવી છે.. નવી પેઢી માટે રાજકોટ એક તકોનું શહેર છે – સારું શિક્ષણ, રોજગાર અને મનોરંજનની અનેક તકો સાથે. અટલ સરોવર જેવા નવા પ્રોજેક્ટ્સ અને વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી રાજકોટ વિશ્વના ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન મેળવી રહ્યું છે.
Disclaimer:
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. વિગતો માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.
જો તમને આ માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.




