AIMS Rajkot: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ તે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આધુનિક આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને સંશોધનનું એક નવું કેન્દ્ર છે. વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) હેઠળ સ્થપાયેલી આ સંસ્થા, સામાન્ય માણસને પણ વિશ્વસ્તરીય સારવાર સહેલાઈથી અને નજીવા દરે મળે તે હેતુથી બનાવવામાં આવી છે