Budget 2026 Highlights: Special Benefits for Rajkot & Gujrat નમસ્તે મિત્રો! ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ સૌની નજર જેની પર હતી, તે બજેટ ૨૦૨૬ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વખતનું બજેટ માત્ર આંકડાઓની રમત નથી, પણ મધ્યમ વર્ગ, બીમાર લોકો અને યુવાનો માટે મોટી આશા લઈ ને આવ્યું છે. નાણામંત્રીએ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે સરકારનું ફોકસ હવે ટેકનોલોજી, પારદર્શક ટેક્સ અને દેશના પાયાના વિકાસ પર છે. ચાલો, આ બજેટની તમામ મહત્વ ની વાતો ને સાદી ભાષામાં સમજીએ.

Table of Contents
૧. આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત
આ બજેટનું સૌથી શ્રેષ્ઠ પાસું તેની આરોગ્યલક્ષી જાહેરાતો છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા પરિવારો માટે હવે સારવાર થોડી સસ્તી થશે. સરકારે કેન્સર અને ડાયાબિટીસની ૧૭ જેટલી જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. આનો અર્થ એ કે હવે આ દવાઓના ભાવ ઘટશે અને સામાન્ય માણસને મોટી રાહત મળશે.
- સસ્તી થયેલી ૧૭ દવાઓની યાદી: રિબોસિક્લિબ, એબેમાસિક્લિબ, ટેલીકેબટેજીન ઓટોલ્યુસેલ, ટ્રેમેલિબુમેબ, વેનેટોક્લેક્સ, સેરિટિનિબ, બ્રિગેટિનિબ, ડેરોલુટામાઇડ, ટોરીપાલિમેબ, સર્પ્લુલિમેબ, ટીસ્લેલિઝુમેબ, ઇનોટુઝુમેબ ઓઝોગામિસિન, પોનાટિનિબ, ઇબ્રુટિનિબ, ડેબ્રાફેનિત, ટ્રામેટિનિબ, ઇપિલિમુમેબ.
- આ બધી દવાઓ અત્યાર સુધી ખૂબ જ મોંઘી હતી કારણ કે તે વિદેશથી મંગાવવી પડતી હતી. હવે ટેક્સ મુક્ત થવાથી રાજકોટ અને ગુજરાતના હજારો દર્દીઓને આર્થિક રીતે મોટી રાહત મળશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
૨. ઉર્જા અને સંરક્ષણ: ન્યુક્લિયર પાવર તરફ પ્રયાણ
Budget 2026 Highlights મુજબ ભારત હવે વીજળી માટે અણુ ઉર્જા પર વધુ નિર્ભર થશે. ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ વીજળી પેદા કરવાનો ટાર્ગેટ છે. ખાસ વાત એ છે કે આ પ્લાન્ટ્સ માટેના સ્પેરપાર્ટ્સ ની આયાત પર ૨૦૩૫ સુધી કોઈ ટેક્સ (Duty) લાગશે નહીં. સાથે જ વિમાનના સ્પેરપાર્ટ્સ પણ સસ્તા થશે, જેનાથી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. PM સૂર્યા ઘર યોજના માટે ₹૨૨,૦૦૦ કરોડની ફાળવણી કરી છે.
- બેટરી અને સ્ટોરેજ (BESS): લિથિયમ-આયન સેલ અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સ બનાવવા માટેના મશીનો પર BCD (બેઝિક કસ્ટમ ડ્યુટી) માં છૂટ આપી છે.
- ન્યુક્લિયર અને ક્લીન એનર્જી: પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ૨૦૩૫ સુધી કસ્ટમ ડ્યુટીમાં રાહત આપી છે. સાથે જ, મિશ્રિત CNG અને PNG માં બાયોગેસ વાપરનારાઓ માટે એક્સાઈઝ ડ્યુટીમાં સંપૂર્ણ છૂટ આપી છે.
- ભવિષ્યની ટેકનોલોજી (CCUS): સ્ટીલ અને સિમેન્ટ જેવા ભારે ઉદ્યોગોમાં પ્રદૂષણ ઘટાડવા માટે ‘કાર્બન કૅપ્ચર’ (CCUS) ટેકનોલોજી માટે આગામી ૫ વર્ષમાં ₹૨૦,૦૦૦ કરોડ ખર્ચવામાં આવશે.
- નાણાકીય ટેકો: PFC અને REC જેવી સંસ્થાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
૩. ખેતીમાં ‘AI’ નો પ્રવેશ: ભારત વિસ્તાર ટૂલ
ખેડૂતો માટે આ વખતે બજેટમાં ટેકનોલોજી નો તડકો છે. નાણામંત્રીએ ‘ભારત વિસ્તાર’ નામના એક ક્રાંતિકારી AI પ્લેટફોર્મની જાહેરાત કરી છે. આ બહુભાષી ટૂલ ગુજરાતી સહિતની સ્થાનિક ભાષાઓમાં ખેડૂતોને વ્યક્તિગત સલાહ આપશે.
- Smart Decisions: આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને તેમના ખેતરની માટી અને હવામાન મુજબ ક્યારે વાવણી કરવી, કેટલું ખાતર નાખવું અને જીવાતથી કેવી રીતે બચવું તેની સચોટ વૈજ્ઞાનિક માહિતી મળશે. ₹૧૫૦ કરોડની ફાળવણી સાથે શરૂ થયેલી આ પહેલ ખેતીના ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવક બમણી કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
- નવા પાકો: હવે માત્ર ડાંગર કે ઘઉં નહીં, પણ કાજુ, કોકો અને નાળિયેર જેવા ‘હાઈ-વેલ્યુ’ પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ૨૦૩૦ સુધીમાં ભારતીય કાજુ અને કોકોને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે વિશેષ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને નિકાસ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
૪. શું સસ્તું થયું? અને શું મોંઘું થયું?
શું સસ્તું થયું?
- ગેજેટ્સ: મોબાઇલ ફોન, ચાર્જર અને ખાસ કરીને EV બેટરી સસ્તી થશે.
- પહેરવેશ: હવે ચામડાના જૂતા (Leather Shoes), બેગ અને કપડાંના ભાવમાં ઘટાડો જોવા મળશે.
- રસોડું અને ઈંધણ: માઇક્રોવેવ ઓવન અને બાયોગેસ મિશ્રિત CNG સસ્તા થશે.
- ગ્રીન એનર્જી: સોલર પેનલ સંબંધિત વસ્તુઓ પણ હવે સસ્તી મળશે.
શું મોંઘું થયું?
- દારૂ: દારૂ પરનો ટેક્સ વધારી દેવામાં આવ્યો છે.
- સ્ક્રેપ: ધાતુના ભંગાર (સ્ક્રેપ) ના ભાવમાં વધારો થયો છે.
- ખનીજ પદાર્થો: અમુક ખનીજોના ભાવમાં વધારો થયો છે.
- વિદેશી લક્ઝરી વસ્તુઓ: વિદેશી લક્ઝરી વસ્તુઓ પર ડ્યુટી વધારવામાં આવી છે.
- સિગારેટ: પાન મસાલા, સિગારેટ અને તમાકુ ઉત્પાદનો મોંઘા થયા છે.
૫. ગુજરાત અને રેલવેનો વિકાસ
ગુજરાત માટે આ બજેટ માં મોટી જંગી ફાળવણી કરવામાં આવી છે.
- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ગુજરાત માટે રેલવે બજેટની ફાળવણી વર્ષ ૨૦૦૯-૧૪ દરમિયાન રૂ. ૫૮૯ કરોડ હતી, જે વધીને ૨૦૨૬-૨૭માં ₹૧૭,૩૬૬ કરોડ થઈ છે (૨૯ ગણો વધારો).
- નવા રેલવે કોરિડોર: મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ, ચેન્નાઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી, વારાણસી-સિલીગુડી. આનાથી રાજકોટ અને ગુજરાતના ઉદ્યોગકારોને માલ પહોંચાડવામાં અને ટુરિઝમમાં મોટો ઉછાળો આવશે.
૬. ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ: ટ્રેડર્સ માટે નવા નિયમો
બજેટ ૨૦૨૬માં સૌથી મોટો વળાંક ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ ના અમલીકરણ સાથે આવ્યો છે.
- STT માં વધારો: ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પર ટેક્સ વધારવામાં આવ્યો છે.
- બાયબેક અને કેપિટલ ગેઈન: કંપનીના શેર બાયબેક હવે કેપિટલ ગેઈન તરીકે ગણાશે.
- નવો ઇન્કમ ટેક્સ એક્ટ: ૧ એપ્રિલથી જૂના ૧૯૬૧ના જટિલ કાયદાઓ જશે અને વધુ સરળ ટેક્સ સિસ્ટમ આવશે.
ટેક્સ બચતની કલમો (Old vs New): કર બચાવવાની જોગવાઈઓ ચાલુ જ છે, પણ તેના નંબર બદલાઈ ગયા છે:
- સેક્શન 80C: (LIC, PPF, બાળકોની ફી) – નવા અધિનિયમમાં નવા નંબર સાથે ઓળખાશે.
- સેક્શન 80D: (મેડિકલ ઈન્શ્યોરન્સ) – નવી કલમ નિર્ધારિત કરાઈ છે.
- 80E અને 80G: (એજ્યુકેશન લોન અને દાન) – નવા માળખામાં ગોઠવવામાં આવી છે.
શેર બાયબેક (Buyback) – રિટેલ રોકાણકારો માટે ફાયદો:
- નવો નિયમ: હવે બાયબેકથી થતી આવક ‘કેપિટલ ગેઈન ટેક્સ’ હેઠળ ગણવામાં આવશે, જે પહેલા ડિવિડન્ડ ઇન્કમ ગણાતી હતી. આનાથી રિટેલ રોકાણકારો પર ટેક્સનો બોજ ઘટશે.
- પ્રમોટર્સ: કોર્પોરેટ પ્રમોટર્સ માટે ૨૨% અને નોન-કોર્પોરેટ માટે ૩૦% ટેક્સ રહેશે.
૭. ટૂરિઝમ: ગાઈડ્સ હવે પ્રોફેશનલ બનશે
સરકાર ૨૦ ઐતિહાસિક સ્થળ માટે ૧૦,૦૦૦ ગાઈડ્સને IIM દ્વારા ૧૨ અઠવાડિયાની ઉચ્ચ-સ્તરીય તાલીમ આપશે.
- શું બદલાશે? ગાઈડ્સને આધુનિક ટેકનોલોજી, ડિજિટલ ટૂલ્સ અને ગ્લોબલ કમ્યુનિકેશન સ્કીલ્સમાં નિપુણ બનાવવામાં આવશે.
- સૌરાષ્ટ્રને ફાયદો: રાજકોટથી નજીક આવેલા ઐતિહાસિક સ્થળોએ આવતા પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળશે.
૮. અન્ય મહત્વની વિગતો:
- માછીમારો: ભારતીય દરિયાઈ સીમા (EEZ) માં પકડાયેલી માછલીઓ પર કોઈ ડ્યુટી લાગશે નહીં.
- વિદેશ પ્રવાસ: TCS ૫% થી ઘટાડીને ૨% કર્યો છે (વિદેશ જવું સસ્તું થશે).
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર: દેશમાં રસ્તા અને બ્રિજ બનાવવા માટે ₹૧૨.૨ લાખ કરોડ ખર્ચવામાં આવશે.
નિષ્કર્ષ: બજેટ ૨૦૨૬ ભારતને ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્ય તરફ લઈ જતું હોય તેવું લાગે છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્તી દવાઓ અને ટેકનોલોજી પર ભાર મૂકીને સરકારે મધ્યમ વર્ગ ને સાચવવાનો પ્રયત્ન કર્યો છે.
આ માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. યાદી માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે.
તમને અમારી માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ બ્લોગ માટે અહીં ક્લિક કરો.



