નમસ્તે મિત્રો,
શું તમને પણ અત્યારના market fluctuations જોઈને થોડી ચિંતા થાય છે? સ્વાભાવિક છે, જ્યારે આપણા મહેનતના પૈસાનું મૂલ્ય ઉપર-નીચે થાય ત્યારે જીવ અધ્ધર થાય.
પણ એક વાત હંમેશા યાદ રાખજો – શેરબજાર ક્યારેય એક્સપ્રેસ હાઈવેની જેમ સીધું નથી ચાલતું. રસ્તામાં નાના-મોટા બમ્પર અને વળાંકો તો આવશે જ! આપણે ભૂતકાળમાં પણ આવી મંદી કે સાઈડવેઝ માર્કેટ જોયું છે અને અનુભવ્યું છે. હકીકતમાં, આ તો આવનારી મોટી તેજી પહેલા બજાર થોડો ‘વિસામો‘ લઈ રહ્યું છે.

બજારમાં જ્યારે થોડો પણ ઘટાડો આવે, ત્યારે ચારેબાજુ થી નકારાત્મક સમાચારો અને ‘ટીપ્સ‘ નો મારો ચાલતો હોય છે. ટીવી, સોશિયલ મીડિયા, અને વોટ્સએપ યુનિવર્સિટી તમને ડરાવવાનું કામ કરશે. પણ યાદ રાખજો, સમાચારોનું કામ છે TRP વધારવાનું, જ્યારે આપણું કામ છે શાંતિથી સંપત્તિ (Wealth) બનાવવાનું. આ બહારના ‘ઘોંઘાટ’ (Noise) થી દૂર રહો અને તમે જે પ્લાન બનાવ્યો છે તેના પર ધ્યાન આપો.
Table of Contents
સાચો જાદુ ક્યાં છે? (Where Is The Real Magic)
જ્યારે બીજા બધા ડરીને ડગમગી જાય, ત્યારે શિસ્તબદ્ધ રીતે રોકાણ “ચાલુ” રાખવામાં.
તમારી SIP અત્યારે શાંતિપૂર્વક પોતાનું શ્રેષ્ઠ કામ કરી રહી છે. બજાર નીચે છે, એટલે તે સસ્તા ભાવે વધુ યુનિટ્સ ખરીદી રહી છે. આનાથી લાંબા ગાળે તમારી ખરીદ કિંમત સરેરાશ ઓછી થઈ જાય છે. જેને આપણે ‘Rupee Cost Averaging‘ કહીએ છીએ, તેનો અસલી ફાયદો અત્યારે જ મળે છે!
ઘણા રોકાણકારો market fluctuations માં ડરના માર્યા અત્યારે SIP બંધ કરવાની કે પૈસા ઉપાડી લેવાની ભૂલ કરી બેસે છે. આ તો એવું થયું કે આપણે ‘સેલ‘ (Sale) માં વસ્તુ સસ્તી મળતી હોય ત્યારે ખરીદવાને બદલે મોં ફેરવી લઈએ! યાદ રાખજો, બજાર જ્યારે રિકવર થશે (જે ઐતિહાસિક રીતે હંમેશા થાય જ છે), ત્યારે તે ખૂબ ઝડપથી ઉપર જશે. જો તમે અત્યારે ડરીને રોકાણ બંધ કરશો, તો આવનારી એ મોટી તેજીનો ફાયદો ગુમાવશો.
ઇતિહાસ સાક્ષી છે (History Is Witness)
જે રોકાણકારો બજારના ‘સમય‘ (Timing) ને પકડવાની કોશિશ નથી કરતા, પણ બજારમાં લાંબો ‘સમય‘ (Time in the market) ટકી રહે છે, તેઓ જ શ્રેષ્ઠ રિટર્ન મેળવે છે.
એક ડિસ્ટ્રીબ્યુટર તરીકે, મારું કામ ફક્ત તમને સ્કીમ બતાવવાનું નથી, પણ આવા અસ્થિર સમયમાં તમારો હાથ પકડીને, તમને લાગણીશીલ નિર્ણયો લેતા અટકાવીને, તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું છે. બજારની ચિંતા તમે મારા પર છોડી દો અને તમે તમારા પરિવાર અને કામ પર ધ્યાન આપો.
પ્રોસેસ પર ભરોસો રાખો (Trust The Process)
આ વધ-ઘટનો સમય કામચલાઉ છે, પણ તમારા સપના અને આર્થિક લક્ષ્યો (Goals) કાયમી છે.
શું તમને તમારા પોર્ટફોલિયો વિશે થોડી પણ ચિંતા છે? તો બસ આ મેસેજનો રિપ્લાય કરો. ચાલો, એકવાર નિરાંતે વાત કરીએ અને જરૂર હોય તો તમારા રોકાણનો રિવ્યુ કરીએ.
- અમારા અન્ય લેખ Budget 2026 Highlights વિશે જાણવા અહીં ક્લિક કરો.


