Rajkot Best Shopping Place for Clothes: કેમ છો રાજકોટવાસીઓ? શું તમે પણ જ્યારે શોપિંગ કરવા નીકળો છો ત્યારે કન્ફ્યુઝ થઈ જાવ છો કે કઈ દુકાને બેસ્ટ કલેક્શન મળશે? આપણે શોપિંગમાં બે જ વસ્તુ જોઈએ—એક તો કપડાં ‘એકદમ હટકે’ હોવા જોઈએ અને બીજું ભાવમાં વ્યાજબી હોવા જોઈએ.
મેં મારા પોતાના શોપિંગ અનુભવ (Personal Review) પરથી એવી જગ્યાઓ શોધી છે જે કદાચ તમે મિસ કરી રહ્યા હશો. ફેશનનો અર્થ એ નથી કે હજારો રૂપિયા ખર્ચવા. ૨૦૨૬માં સ્માર્ટ એ છે જે ઓછા બજેટમાં બેસ્ટ દેખાય. મેં રાજકોટ ના ખૂણેખૂણા તપાસીને એવી ‘મસ્ટ-વિઝિટ’ શોપ્સ શોધી છે જ્યાં કિંમત ઓછી અને ક્વોલિટી ઊંચી છે. ચાલો મારી સાથે, હું તમને બતાવું કે મારા મતે રાજકોટ માં ખરી શોપિંગ ક્યાં થાય છે.

Table of Contents
1. લગ્ન અને ઇન્ડિયન વેર માટે
જો તમારે લગ્ન માટે ચણિયા-ચોલી, ક્રોપ ટોપ કે હેવી કુર્તી-પેન્ટ જોઈએ છે, તો ૧૫૦ ફીટ રિંગ રોડ પર રિલાયન્સ મોલ (બિગ બજાર) ની સામેનો આ પટ્ટો બેસ્ટ છે. અહીં ઘણીવાર આકર્ષક સ્કીમ અને ઓફર પ્રાઈસ પણ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ બધી શોપ્સ ચાલી શકાય તેટલા (Walking Distance) અંતરે બાજુબાજુ માં જ છે.
1.1 જે. કામદાર | J. Kamdar

૧૯૭૪માં સ્થાપિત આ પેઢી આજે Rajkot ના ટેક્સટાઈલ વારસાનું એક અવિભાજ્ય અંગ બની ગઈ છે. અહીંની સ્પેશિયાલિટી વિવિધ પ્રકારની સાડીઓ અને બ્રાઇડલ કલેક્શન છે. આ પેઢી મૂળ ગોંડલની છે. દાયકાઓ જૂનો અનુભવ અને પરંપરાગત કળા આજે પણ તેમના કપડાંમાં દેખાય છે.
તમને હેન્ડલૂમ કુર્તી-પેન્ટ, ડ્રેસ, ચોલી, બ્રાઇડલ ચોલી, સાડી, ક્રોપટોપ અને વનપીસ બધું જ મળી જશે. ઘણીવાર એવું બને છે કે આપણી પાસે ચણિયો હોય પણ તેની પર મેચિંગ બ્લાઉઝ કે ચુની ન હોય, અથવા આપણે આખું સેટ લેવાને બદલે માત્ર અમુક વસ્તુઓ જ બદલવા માંગતા હોઈએ, ત્યારે અહીં તમને આવી ખાસ સુવિધાઓ પણ મળે છે. ઉપરાંત, જો તમારે કોઈ ખાસ ડિઝાઇન ની ચણીયા ચોલી બનાવવી હોય, તો તેઓ ફોટા પરથી પણ સેમ ડિઝાઇન બનાવી આપે છે. તેના માટે તમારે ૧ થી ૨ મહિના અગાઉ ઓર્ડર આપવો પડે છે).
એડ્રેસ: ૧૦૧-૧૦૩, ૧૫૦ ફીટ રિંગ રોડ, રિલાયન્સ મોલની સામે.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/24UJ25nvsTMqEpNF8
1.2 ઝુલિયાના | Zuliana
Best Shopping Place for Clothes માં આ જગ્યા હેવી ચણિયા-ચોલી અને સેલિબ્રિટી લુક માટેનું આ એક ડિઝાઈનર કલેક્શન સ્ટોર છે. અહીં વનપીસ, કુર્તી-પેન્ટ, ડ્રેસ અને બ્રાઇડલ ચોલી મળે છે. અહીંની ડિઝાઇન કઈંક યુનિક જ હોય છે. મેં અહીંથી એક વનપીસ લીધું હતું, જે એટલું યુનિક હતું કે ૭ વર્ષ પછી પણ તે આજે એટલું જ આકર્ષક લાગે છે. અહીં ના દરેક પીસ તમને ગમી જાય એવા હોઈ છે.
એડ્રેસ: જીએફ-૨ (GF-2), ૧૫૦ ફીટ રિંગ રોડ, ભારતવન સોસાયટી, ચંદ્ર પાર્ક-૨, ગુલાબ વાટિકા, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૧.કા, ૧૫૦ ફીટ રિંગ રોડ.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/HdRDi1DqBmbEUQLX7

1.3 પરીભાષા ડિઝાઇનર | Paribhasha designer

યુનિક ડિઝાઇનર વેર માટે આ જગ્યા જાણીતી છે. પરીભાષા ખાતે મારો શોપિંગનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. તેમનું કલેક્શન એકદમ સ્ટાઇલિશ છે. અને ફેબ્રિક ક્વોલિટી પણ ઉત્તમ છે. ખાસ કરીને આઉટફિટ્સનું ફિટિંગ અને ફિનિશિંગ એટલું પર્ફેક્ટ છે કે તે પહેરવાથી એક અલગ જ લુક આવે છે. અહીં સ્ટાઇલિશ અને ડિઝાઇનર કપડાં ખૂબ જ યોગ્ય કિંમતે મળી રહે છે. આ સ્ટોર અવારનવાર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સ્કીમ્સ આપે છે. તમારી પસંદગી મુજબ કપડાંમાં ફેરફાર કે કસ્ટમાઇઝેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
એડ્રેસ: ૧૦૬, ૧૫૦ ફીટ રિંગ રોડ, ભારતવન સોસાયટી, ગુલાબ વાટિકા.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/7tZQCNzUjA9AAAVG9
1.4 પારેવડી | Parevadi
Rajkot માં આટલું સરસ કલેક્શન અને તે પણ આટલી વ્યાજબી કિંમતે મને બીજે ક્યાંય જોવા મળ્યું નથી. અહીંનો સ્ટાફ ખૂબ જ નમ્ર અને વિવેકી છે, જે તમને પસંદગી માટે પૂરતો સમય આપે છે. મેં અહીંથી કુર્તી-પેન્ટ ખરીદ્યા હતા ત્યારે ઓફર ચાલતી હતી, જેથી મને વ્યાજબી ભાવે બેસ્ટ કલેક્શન મળ્યું. રાજકોટમાં ટ્રેડિશનલ કપડાં માટે પરેવડી એક અગ્રણી શોરૂમ છે. સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ સ્ટાફ મૈત્રીપૂર્ણ રીતે સ્વાગત કરે છે અને તેઓ દરેક પ્રોડક્ટની ઊંડી જાણકારી ધરાવે છે. કલેક્શન સ્ટાઇલિશ હોવાની સાથે પહેરવામાં પણ આરામદાયક છે.
એડ્રેસ: પ્રથમ માળ, લેવલ ૬ (Level 6) બિલ્ડિંગ, ૧૫૦ ફીટ રિંગ રોડ, સ્માર્ટ બજાર પાસે,રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૫.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/shS8GLaAReanGMM9

2. બજેટ માં શોપિંગ: ધર્મેન્દ્ર રોડ તથા લાખાજીરાજ રોડ
Rajkot ની સૌથી જૂની અને જાણીતી બજાર એટલે ધર્મેન્દ્ર રોડ. જો તમે સાચા રાજકોટી હોવ તો તમે અહીં એકવાર તો શોપિંગ કર્યું જ હશે! આ એક એવું માર્કેટ છે જ્યાં કપડાં, ફૂટવેર, એક્સેસરીઝ અને ઘરવખરીની દરેક વસ્તુ માટે પુષ્કળ વિકલ્પો મળી રહે છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં અહીંની મુલાકાત લેવી એક લ્હાવો છે.
નવરાત્રી માટેનું બેસ્ટ કલેક્શન અહીં રોડ પર જ ખૂબ જ વ્યાજબી ભાવમાં મળી રહે છે. મેં પોતે અહીંથી નવરાત્રીમાં વ્યાજબી કિંમતે સુંદર ચણિયા-ચોળીનું કલેક્શન કર્યું હતું. અહીં બાળકો માટે ઘણી બધી વેરાયટી ઉપલબ્ધ છે.
2.1 ભારત કિડ્સ | Kids Palace
રાજકોટમાં બાળકોના કપડાં માટે આ એક ખૂબ જ ભરોસાપાત્ર અને જૂનું સ્થળ છે. અહીં માત્ર નાના બાળકો જ નહીં, પણ ૦ થી ૧૬ વર્ષ સુધીના છોકરા-છોકરીઓ માટે કપડાંની અદભૂત વેરાયટી મળી રહે છે.

અહીં બાળકો ના કપડાં ની તમામ વેરાઈટી મળી રહે છે. સોફ્ટ કોટન હોઝિયરી કપડાં, જે બાળકોની નાજુક ત્વચા માટે બેસ્ટ છે. પ્રીમિયમ વુલન કપડાં, જેકેટ્સ અને સ્ટાઇલિશ સ્વેટર્સ પણ મળી રહે છે. સ્કૂલમાં કોઈ ફંક્શન હોય કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, તો તેના માટે પણ અહીં તમને થોડું ઘણું કલેક્શન મળી રહે છે. અહીંના કપડાંની ખાસિયત એ છે કે વારંવાર ધોવા છતાં તેનો કલર જતો નથી કે કાપડ ખરાબ થતું નથી. જો તમે ટકાવ અને વ્યાજબી કપડાં શોધી રહ્યા હોવ, તો આ બેસ્ટ જગ્યા છે.
એડ્રેસ: ધર્મેન્દ્ર રોડ, ભારત હોઝિયરીની સામે, રાજકોટ.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/Prdi13LwPhCTnSTT7
2.2 ડ્રેસવાલા | Dressvala
જેન્ટ્સ કલેક્શન માટે આ સ્ટોર જાણીતો અને બેસ્ટ છે. રૂટિન વેરથી લઈને પ્રસંગો માટે શેરવાની, સૂટ અને જેકેટની અહીં શ્રેષ્ઠ વેરાયટી મળે છે. જેન્ટ્સ કલેક્શન માટે આ સ્ટોર ભરોસાપાત્ર છે. અમે મારા હસબન્ડ માટે અહીંથી શેરવાની ખરીદી હતી અને તેનો અનુભવ ખૂબ જ શ્રેષ્ઠ રહ્યો છે. અહીંની શેરવાનીની ક્વોલિટી અદભૂત છે. અનેકવાર ધોયા પછી પણ તેનો કલર બિલકુલ ગયો નથી અને કપડાંની ચમક પણ એવી જ જળવાઈ રહી છે. સામાન્ય રીતે આવા હેવી કપડાં ધોયા પછી ડલ (ઝાંખા) પડી જતા હોય છે, પણ અહીંના કપડાંમાં એવી કોઈ સમસ્યા આવતી નથી. માત્ર જેન્ટ્સ જ નહીં, પણ અહીં લેડીઝ માટે પણ સુંદર કલેક્શન ઉપલબ્ધ છે
સરનામું: નવ લાઈન, ૭ કડિયા, ધર્મેન્દ્ર રોડ, ડેલા વાડી, લોહાણા પરા, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૧.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/BdoEKLpnf5dvfZVC7

2.3 શંકર | Shankar

લગ્નની ખરીદી માટે અમે અહીં સાડીઓ લેવા આવ્યા હતા.માલિક અને સ્ટાફ ખૂબ જ નમ્ર છે અને અમે જેવી ડિઝાઇન કે વેરાયટી શોધી રહ્યા હતા, તે બાબતે તેમણે અમારી વાત ખૂબ જ શાંતિથી સાંભળી અને મદદ કરી. ખાસ કરીને તેઓ ની સાડીનું ફિનિશિંગ ખૂબ જ સરસ હતું.આ એક એવી જગ્યા છે જ્યાં તમે ગમે ત્યારે અને વારંવાર મુલાકાત લઈ શકો છો. કલેક્શનમાં આ શ્રેષ્ઠ અને વ્યાજબી ભાવ. આ શોપ મૈન રોડ પર જ આવેલી છે. તેથી પાર્કિંગ કરવા માં અને શોપ ગોતવામાં પણ સરળતા રહે છે. અહીં અવારનવાર ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે, તે સમયે તમે ખૂબ જ સુંદર ડિઝાઇનર સાડીઓ એકદમ વ્યાજબી ભાવે ખરીદી શકો છો. અહીં બ્રાઇડલ ચોલી અને ચણિયા-ચોલી ની પણ પુષ્કળ વેરાયટી જોવા મળે છે.
સરનામું: ધર્મેન્દ્ર રોડની સામે, સર લાખાજીરાજ રોડ, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/aqoEy9vkL1iFwtiM8
2.4 મહેશ મેચિંગ | Mahesh Matching
જો તમે તમારા ટ્રેડિશનલ આઉટફિટને એક અલગ જ લુક આપવા માંગતા હોવ, તો મહેશ મેચિંગની મુલાકાત લેવી અનિવાર્ય છે.
અહીંનું કલેક્શન લેટેસ્ટ ટ્રેન્ડ મુજબનું હોય છે, અહીં તમારે બ્લાઉઝ કે ચણીયો કસ્ટમાઈઝડ કરવા હોઈ તો ત્યાં મટિરિયલ પણ મળી જાય છે. તેમાં પણ તમને વેરાઈટી જોવા મળશે. અહીં રેડીમેડ બ્લાઉઝની એટલી બધી વેરાયટી છે કે જે તમારા સાધારણ ચણિયા-ચોળી કે સાડીના લુકને પણ એકદમ આકર્ષક અને ડિઝાઈનર લુક આપી દેશે. વિવિધ કટ, વર્ક અને ફેબ્રિકમાં અહીં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.
સરનામું: સર લાખાજીરાજ રોડ, ડેલા વાડી પાસે, લોહાણા પરા, રાજકોટ.
ગૂગલ મેપ લોકેશન: https://share.google/h845cNxfHnB9SLKg0

3. ૧૫૦ ફીટ રિંગ રોડ: મોર્ડન અને વેસ્ટર્ન વેરનું હબ
જો તમારે ટ્રાફિકની માથાકૂટ વગર એક જ લાઈનમાં શોપિંગ કરવું હોય, તો શીતલ પાર્ક વાળો એરિયા બેસ્ટ છે. અહીં બધી જ લોકપ્રિય બ્રાન્ડ્સ Walking Distance (ચાલીને જઈ શકાય તેટલા) અંતરે છે.
3.1 ઈનટ્યુંન | Intune

અહીં અવારનવાર ‘Introductory Offers’ હોય છે, જેમ કે ‘Buy 2 at Special Price’. તે ખૂબ જ બજેટ ફ્રેન્ડલી છે અને ખાસ કરીને વેસ્ટર્ન ટોપ્સ તથા શોર્ટ્સ પર અહીં બેસ્ટ ડીલ્સ મળે છે. તેમજ ઘણી અન્ય ઑફર્સ પણ હોઈ છે . અહીંથી મેં થોડા દિવસ પહેલા જ એક વનપીસ ખરીદ્યું હતું જેની ડિઝાઇન ખૂબ જ ફેન્સી હતી અને ભાવ પણ વ્યાજબી હતો.
લેટેસ્ટ વેસ્ટર્ન ફેશન માટે લોકલ શોપમાં જેવું કલેક્શન જોવા મળે છે તેના કરતા અહીં કંઈક અલગ અને મોર્ડન વેરાયટી જોવા મળે છે. અહીં મેન્સ (પુરુષો), વુમન્સ (મહિલાઓ) અને કિડ્સ (બાળકો) માટે કપડાંની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. અહીં ૩૦ દિવસની અંદર એક્સચેન્જ કે રિટર્ન કરી શકાય છે. શરત માત્ર એટલી કે કપડાં પહેરેલા ન હોવા જોઈએ અને ઓરિજિનલ ટેગ તથા બિલ સાથે હોવા જોઈએ. ખાસ નોંધ: સેલ (Sale) દરમિયાન ખરીદેલું કલેક્શન મોટાભાગે એક્સચેન્જ કે રિટર્ન થતું નથી.
સરનામું: જીએફ-૨ (GF-2), આરકે આઈકોનિક, ૧૫૦ ફીટ રિંગ રોડ, ભારતવન સોસાયટી, ચંદ્ર પાર્ક-૨, ગુલાબ વાટિકા, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૧.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/eDTaqgWuYaQAiVwA
3.2 ઝૂડીઓ અને વેસ્ટસાઇડ | Zudio And Westside
a. Zudio
રાજકોટમાં બ્રાન્ચો: ૧. શીતલ પાર્ક: RK વર્લ્ડ ટાવર, ૧૫૦ ફીટ રિંગ રોડ. ૨. બાલાજી હોલ: RK પ્રાઇમ, ૧૫૦ ફીટ રિંગ રોડ. ૩. કુવાડવા રોડ: યુ.કે. સેન્ટર. ૪. ત્રિકોણ બાગ: સિટી ગોલ્ડ પાસે. ૫. કાલાવડ રોડ: સ્વેરોન સર્કલ પાસે. અહીં ‘Flat Pricing’ હોય છે, એટલે કે કિંમતો પહેલેથી જ ફિક્સ અને વ્યાજબી હોય છે. વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈ) મોટું ‘End of Season Sale’ લાગે છે, જેમાં વસ્તુઓ રૂ. ૧૯૯, ૨૯૯ કે ૪૯૯ માં મળી રહે છે. અહીં પણ ઑફર ડીલ્સ અવારનવાર જોવા મળે છે. ઝૂડીઓ એવા લોકો માટે બેસ્ટ છે
જેમને ઓછા બજેટમાં લેટેસ્ટ વેસ્ટર્ન ફેશન જોઈએ છે. અહીંના ટી-શર્ટ્સ અને કુર્તીઓનું કલેક્શન દર થોડા દિવસે બદલાતું રહે છે, જેથી તમને હંમેશા કંઈક નવું મળે છે. લોકલ માર્કેટ કરતા અહીંની ડિઝાઇન્સ વધુ મોર્ડન અને યુનિક હોય છે.અહીં મેન્સ (પુરુષો), વુમન્સ (મહિલાઓ) અને કિડ્સ (બાળકો) માટે કપડાંની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. અહીં ૩૦ દિવસની રિટર્ન પોલિસી મળે છે. શરત માત્ર એટલી કે કપડાં ઓરિજિનલ ટેગ અને બિલ સાથે હોવા જોઈએ. સેલ (Sale) દરમિયાન ખરીદેલું કલેક્શન મોટાભાગે એક્સચેન્જ કે રિટર્ન થતું નથી.
સરનામું: આરકે વર્લ્ડ ટાવર (RK World Tower), ૧૫૦ ફીટ રિંગ રોડ, શીતલ પાર્ક પાસે, શાસ્ત્રી નગર, અયોધ્યા ચોક, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૭.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/DMgRqH8Ku73FcU59

b. Westside

મને વેસ્ટસાઈડમાં શોપિંગ કરવું ખૂબ ગમે છે કારણ કે તેમનું કલેક્શન ખૂબ જ સરસ હોય છે અને કપડાંની ક્વોલિટી પણ ઉત્તમ હોય છે. તેઓ વારંવાર અલગ-અલગ કલર વેરિએશન સાથે પોતાનું કલેક્શન અપડેટ કરતા રહે છે. જો તમે સારા કલેક્શન અને કલર વેરિઅન્ટ્સ શોધી રહ્યા હોવ તો આ તમારા માટે બેસ્ટ જગ્યા છે. અહીં કિંમત મીડિયમથી હાઈ રેન્જમાં હોય છે, પણ ક્વોલિટી એકદમ જોરદાર હોય છે.
સરનામું: ધ સિટી સેન્ટર, રૈયા રોડ, આમ્રપાલી અંડરબ્રિજ પાસે, નેહરુ નગર, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૭.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/WWzgDiTibNvy2m5A
Westside અને Zudio વચ્ચેનો તફાવત
ટાર્ગેટ ગ્રાહક: ઝૂડીઓ એવા ગ્રાહકો માટે છે જેઓ ઓછી કિંમતમાં લેટેસ્ટ ફેશન ઈચ્છે છે, જ્યારે વેસ્ટસાઈડ એવા લોકો માટે છે જેઓ પ્રીમિયમ ક્વોલિટી, બ્રાન્ડ વેલ્યુ અને યુનિક સ્ટાઈલને મહત્વ આપે છે.
વેસ્ટસાઈડ અને ઝૂડીઓ બંને એક જ માલિકીની બ્રાન્ડ છે, પરંતુ તે બંનેની કામગીરી અને કિંમતો તદ્દન અલગ છે.
કિંમત (Price Point): Zudio: આ એકદમ બજેટ-ફ્રેન્ડલી બ્રાન્ડ છે. ઝૂડીઓમાં મોટાભાગની પ્રોડક્ટ્સ ₹૧૦૦૦ ની અંદર મળી રહે છે અને તેની શરૂઆત માત્ર ₹૧૪૯ થી થાય છે.
Westside: આ એક પ્રીમિયમ બ્રાન્ડ છે, જેની કિંમતો સામાન્ય રીતે ઝૂડીઓ કરતા વધારે હોય છે. પરંતુ જયારે અહીં sale કે ઓફર હોય ત્યારે તમને બ્રાન્ડેડ કલોથ રીઝનેબલ ભાવ માં મળી જાય છે.
3.3 ટ્રેન્ડસ | Trends
રાજકોટમાં બ્રાન્ચો: ૧. અયોધ્યા ચોક: રનવે હાઇટ્સ, ૧૫૦ ફીટ રિંગ રોડ. ૨. રિલાયન્સ મોલ: ૧૫૦ ફીટ રિંગ રોડ (જૂનું બિગ બજાર). ૩. રેસકોર્સ રોડ: ગિરનાર સિનેમા પાસે. ૪. ગોંડલ રોડ: વંદના હેરિટેજ પાસે. ૫. કોઠારીયા રોડ: નંદા હોલ પાસે. અહીંની કૂપન સિસ્ટમ ફેમસ છે. રૂ. ૩૦૦૦ કે તેથી વધુની ખરીદી પર રૂ. ૫૦૦ કે ૧૦૦૦ના ડિસ્કાઉન્ટ કૂપન્સ મળે છે. ‘Buy 2 Get 1 Free’ ની ઓફર પણ અવારનવાર હોય છે. તેમજ 6000ની ખરીદી પર 3000 જ pay કરવાના.આવી ઓફર ડિસેમ્બર આસપાસ ના મહિનાઓ માં હોઈ છે.
અહીં મેન્સ (પુરુષો), વુમન્સ (મહિલાઓ) અને કિડ્સ (બાળકો) માટે કપડાંની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. ૩૦ દિવસની રિટર્ન પોલિસી હોય છે. તમે રિલાયન્સની કોઈપણ બ્રાન્ચમાં બિલ અને ટેગ સાથે વસ્તુ એક્સચેન્જ કરી શકો છો. ખાસ નોંધ કે સેલ (Sale) દરમિયાન ખરીદેલું કલેક્શન મોટાભાગે એક્સચેન્જ કે રિટર્ન થતું નથી.
સરનામું: ૩૦૯, રનવે હાઇટ્સ (Runway Heights), અયોધ્યા ચોક, ૧૫૦ ફીટ રિંગ રોડ, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૬.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/mn8VfMpMaUXhvfv6

4. અન્ય શોપ્સ (એરિયા મુજબ)
4.1 ફેશન ફેક્ટરી | Fashion Factory

ફેશન ફેક્ટરીમાં શોપિંગનો અનુભવ અદભૂત રહ્યો છે. અહીંનું કલેક્શન ખૂબ જ સ્ટાઇલિશ, ટ્રેન્ડી અને ઉત્તમ ગુણવત્તાનું છે. અહીં ની કપડાં ની ગુણવતતા પ્રીમિયમ હોઈ છે. ઘણીવાર તહેવારો પહેલાં અહીં ‘એક્સચેન્જ ફેસ્ટિવલ’ આવે છે, જેમાં તમે તમારા જૂના કપડાં આપીને નવા કપડાં પર વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અહીં મેન્સ (પુરુષો), વુમન્સ (મહિલાઓ) અને કિડ્સ (બાળકો) માટે કપડાંની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે.
અહીં હંમેશા વ્યાજબી કિંમતો અને આકર્ષક ડિસ્કાઉન્ટ મળતા રહે છે, જે તમારા શોપિંગને ફાયદાકારક બનાવે છે. વર્ષના મોટાભાગના દિવસોમાં બ્રાન્ડ્સ પર Flat 20% થી 60% સુધીનું ડિસ્કાઉન્ટ ચાલુ હોય છે.
એડ્રેસ: આશીર્વાદ સિટી સેન્ટર, કસ્તુરબા રોડ (યાજ્ઞિક રોડ પાસે).
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/pPdi7GGCzPoMjFtA9
4.2 સહેલી ક્રિએશન | Saheli Creation
અહીં કાપડ (Fabric), ફિટિંગ અને ફિનિશિંગ બધું જ એકદમ પર્ફેક્ટ છે. જો તમે સારી ક્વોલિટીના કપડાં શોધી રહ્યા હોવ, તો આ જગ્યાની મુલાકાત જરૂર લેવી. અહીં શોપિંગ પછી તમારો રિવ્યૂ લેવા માં આવે છે. કલેક્શન: અહીં કુર્તી-પેન્ટ, ડ્રેસ, ચોલી, બ્રાઇડલ ચોલી, સાડી, ક્રોપ-ટોપ અને વનપીસ જેવું સુંદર કલેક્શન વ્યાજબી કિંમતે મળી રહે છે.
એડ્રેસ: હનુમાન મઢી ચોક, અંબિકા પાર્કની સામે, રૈયા રોડ, રાજકોટ.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/21499csoDF64ZCCv7

4.3 ગૌરવ ડિઝાઇનર | Gaurav Designer

આ સ્ટોરની ખાસિયત એ છે કે અહીંનો સ્ટાફ તમને કપડાં લેવા માટે ‘ફોર્સ’ નથી કરતો. તમે તમારી રીતે શાંતિથી કલેક્શન જોઈ શકો છો અને પસંદગી કરી શકો છો. આવું હળવું વાતાવરણ શોપિંગના અનુભવને વધુ આનંદદાયક બનાવે છે. અહીં પણ વ્યાજબી કિંમતે સ્ટાઇલિશ લેડીઝ વેરનું સરસ કલેક્શન જોવા મળે છે.
એડ્રેસ: જગન્નાથ પ્લોટ, ડૉ. મોરી હોસ્પિટલની સામે, રાજકોટ.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/vXSBxRPJ4PyFhu74A
4.4 કુમકુમ લેડીઝ વેર | Kumkum Lady wear
શોપિંગ કરવા માટે આ એક એકદમ પરફેક્ટ જગ્યા છે, જ્યાં તમને ખરેખર ‘વેલ્યુ ફોર મની’ (પૈસાનું વળતર) મળે છે. જો તમારે કોઈને ભેટ (Gift) આપવી હોય, તો તેના માટે પણ અહીં ખૂબ જ સરસ સજેશન આપવામાં આવે છે. અહીં વ્યાજબી ભાવ માં તમને સારી પસંદગી મળી રહે છે. અહીં ડ્રેસ અને લેડીઝ કુર્તી, ઈન્ડોવેસ્ટર્ન જેવી શ્રેણી ઉપલબ્ધ છે. કુમકુમમાં કુર્તીઓનું કલેક્શન અદભૂત છે, તેની ગુણવત્તા શ્રેષ્ઠ છે અને તે પહેરવામાં ખૂબ જ આરામદાયક છે.
એડ્રેસ: ૨૦, નીલકમલ પાર્ક, સનસિટી એપાર્ટમેન્ટની સામે, સાધુ વાસવાણી મેઈન રોડ, રાજકોટ.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/bRoqT2TLR2apQeGT8

4.5 બંજારી ફેશન | Banjari fashion

આ સ્ટોરનું કામ ખૂબ જ સારું છે અને અહીં કુર્તીનું કલેક્શન પણ ઘણું સરસ છે. ખાસ કરીને સ્પેશિયલ પ્રસંગો માટે અહીં બેસ્ટ હેવી ડિઝાઇનર ડ્રેસ મળી રહે છે અને ડ્રેસ મટિરિયલની ક્વોલિટી પણ ખૂબ સારી છે. અહીં ચોલી અને ક્રોપટોપ ઈન્ડોવેસ્ટર્ન માં પણ સારું કલેકશન જોવા મળે છે.
અધર બ્રાન્ચ: ક્રેસ્ટન કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, અંબિકા ટાઉનશિપ, મોટા મવા, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦
એડ્રેસ: બ્લોક નં. ૪૩, ક્રિષ્ના પાર્ક, ૪૩, પુષ્કરધામ મેઈન રોડ, આલાપ સેન્ચુરીની સામે, સદગુરુ નગર, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૫.
ગૂગલ મેપ લોકેશન: https://maps.app.goo.gl/r9tvSpLz9Yzy8yqMA
Disclaimer:
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. વિગતો માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.
જો તમને આ માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.




