Virpur, Rajkot district: શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં 25 વર્ષથી એક પણ રૂપિયો દાનમાં લેવાતો નથી, છતાં ત્યાં દરરોજ હજારો લોકો મન ભરીને જમે છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પવિત્ર ધામ વીરપુર ની. જ્યાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ‘ નો મંત્ર આજે પણ જીવંત છે. જો તમે પણ જલારામ બાપા ના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં અમે તમને મંદિર ના સમયથી લઈને પ્રસાદી અને ત્યાંની વ્યવસ્થા સુધીની તમામ માહિતી જણાવીશું.

Table of Contents
1. જલારામ બાપાનું મંદિર, વીરપુર ક્યાં આવેલું છે? | Location Of Virpur
જલારામ બાપાનું વીરપુર ધામ રાજકોટ-જેતપુર હાઈવે પર આવેલું છે. રાજકોટ થી આશરે ૫૦ થી ૬૦ કિલોમીટર ના અંતરે આવેલું છે.
અહીં પહોંચવા માટે બસ અને પ્રાઈવેટ ટેક્સી અને ટ્રેન ની ઉત્તમ સુવિધા મળી રહે છે. મંદિર બસ સ્ટેશન થી આશરે 1 કિલોમીટર જેટલું જ થાય છે.
અહીં પહોંચવા માટે તમે અહીં આપેલ મેપ લોકેશન લિંક https://maps.app.goo.gl/GcD3kQDCBUEzch3R8 નો ઉપયોગ કરી શકો છો.
2. દાન લીધા વગર કેવી રીતે ચાલે છે મંદિર?
સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો અને શૂરવીરોની ભૂમિ. આ ભૂમિ પર અનેક ચમત્કારો થયા છે, પણ રાજકોટ જિલ્લાના વીરપુર માં જે જોવા મળે છે તે વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતું. એક એવું મંદિર જે ૨૦૦૦ ની સાલથી એક પણ રૂપિયો દાનમાં નથી લેતું, છતાં અહીં હજારો લોકો દરરોજ તૃપ્ત થઈને જમે છે.
આ પ્રશ્ન દરેકના મનમાં થાય. ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ ના રોજ, જલારામ બાપાના વંશજ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી મંદિર માં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં. બાપાનો એવો દ્રઢ વિશ્વાસ હતો કે “દેવાવાળો બેઠો છે“. આજે 25 વર્ષ પછી પણ, જૂના દાન અને અક્ષયપાત્ર ની એવી કૃપા છે કે અહીં ક્યારેય કોઈ વસ્તુની ખોટ આવતી નથી. બાપાનું ‘સદાવ્રત‘ (અન્નક્ષેત્ર) આજે પણ અવિરત ચાલુ છે.
3. દર્શનનો સમય (Darshan Timings)
- સવારના દર્શન: સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી.
- સાંજના દર્શન: સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી.
હું વીરપુર વર્ષમાં પાંચ-છ વખત જાઉં છું. દરેક વખતે અહીં અદ્ભુત શાંતિ અને સુંદર વ્યવસ્થા અનુભવું છું. દર્શન એકદમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થાય છે, કોઈ ધક્કા-મુક્કી કે ભીડની અવ્યવસ્થા નથી.
4. આરતી સમય (Aarti Timings)
- મંગળા આરતી: આશરે સવારે ૭:૩૦ વાગ્યે
- સંધ્યા આરતી: આશરે સાંજે ૭:૩૦ વાગ્યે.
5. પ્રસાદી નો સમય (Prasadi Timings)
- બપોર ની પ્રસાદી (ભોજન): સવારે ૧૦:૦૦ વાગ્યે સરુ થાઈ છે અને ૨:૦૦ વાગ્યા સુધી ચાલુ રહે છે.
પ્રસાદી માં બપોરે રોટલી, બટેટા નું શાક, દાળ, ભાત, ગુંદી અને ગાંઠિયા હોઈ છે. - સાંજની પ્રસાદી (ભોજન): સાંજે ૬:૦૦ વાગ્યા થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી.
પ્રસાદી માં રાત્રે કઢી, ખીચડી, બટેટા નું શાક રોટલી કે રોટલો હોઈ છે.
6. મોબાઈલ અને સામાન તથા અન્ય માહિતી
મોબાઈલ અને સામાન: મોબાઈલ અને કિંમતી સામાન રાખવા માટે પણ લોકર ની વ્યવસ્થા છે, જેથી તમે ચિંતા વગર દર્શન કરી શકો.
વીરપુર માં જલારામ બાપાના દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળતા જ તમને એક અલગ જ ઉત્સાહ જોવા મળશે.
અહીંની બજાર અને ખાણી-પીણી પણ યાત્રાળુઓમાં ખૂબ જાણીતી છે. વીરપુર જાવ અને ત્યાંની સોડા ન પીવો, એવું તો ભાગ્યે જ બને!. બાપાના પ્રસાદમાં કઢી અને ખીચડી જમ્યા પછી, અહીંની સોડા પીવી એ એક પરંપરા જેવું બની ગયું છે. રસ્તાની બંને બાજુએ આવેલી સોડાની નાની-મોટી દુકાનો પર શ્રદ્ધાળુઓની ભીડ હંમેશા જોવા મળે છે.
વીરપુરની સાથે સાથે ખોડલધામ (કાગવડ) અને ગોંડલ નું અંતર પણ ત્યાંથી ખુબ જ ઓછું છે. મીનળ દેવી ની વાવ પણ ત્યાં છે. તેથી તમે વીરપુર ની સાથે ત્યાં પણ જઇ શકો છો. ત્યાં જવા માટે ની માહિતી નીચે આપેલી છે.
7. મંદિર થી નજીક ના અન્ય સ્થળો
1. મીનળ દેવી ની વાવ

સોલંકી વન્સ ના રાજમાતા મીનળ દેવી દ્વારા આ વાવ 12 મી સદી માં લોકો ના કલ્યાણ માટે બાંધવા માં આવી હતી. બધા ને પાણી પૂરતા પ્રમાણ માં મળી રહે એવા ઉદેશ થી આ વાવ બાંધવા માં આવી હતી. આ વાવ જલારામ મંદિર ની બાજુ માં આવેલ આસ્થા નું કેન્દ્ર છે. આ વાવ ને ગુજરાત રાજ્ય ના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક અને હેરિટેજ પણ જાહેર કરવા માં આવી છે.
મીનળ દેવી માં ને કોઈ પણ સ્ત્રી ત્યાં જય બ્લાઉઝ પીસ થી મીનળ દેવી ની પ્રતિમા ને સાફ કરે શ્રીફળ વધારે એટલે એ સ્ત્રી ના માતૃત્વ તરીકે જો એનું બાળક પેટ ન ભરી શકતું હોઈ તો એમની માનતા પૂર્ણ થયા પછી મનોકામના પૂર્ણ થાય છે. સ્ત્રીઓ પોતાના સંતાનોના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે અહીં પ્રાર્થના કરવા આવતી હોય છે. કહેવાય છે કે મીનળ દેવી યાત્રા માં નીકડા ત્યારે આ વાવ કરેલી છે. પ્રાચીન સમયમાં યાત્રાળુઓ અને વટેમાર્ગુઓ માટે આ પાણીનો મુખ્ય સ્ત્રોત હતો.
અહીં જવા તમે આ ગૂગલે મેપ લોકેશન લિંક https://maps.app.goo.gl/Em5zr1EFNiKGhEBc7 નો ઉપયોગ કરી શકો છો.
2. શ્રી ખોડલધામ મંદિર

શ્રી ખોડલધામ મંદિર વીરપુર થી માત્ર 7 km ના અંતરે આવે છે. ખોડલધામ મંદિરનો પાયો ૨૦૧૨માં નાખવામાં આવ્યો હતો અને ૨૦૧૭માં તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજના ‘શ્રી ખોડલધામ ટ્રસ્ટ’ દ્વારા નિર્મિત આ આ મંદિર આધુનિક યુગના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક છે. મંદિરના સ્તંભો અને દિવાલો પર કુલ ૬૫૦ જેટલી મૂર્તિઓ છે. જેમાં દેવી-દેવતાઓ ઉપરાંત, ભારતની સંસ્કૃતિ, શૂરવીરો અને સતીઓની ગાથાઓ પણ કંડારવામાં આવી છે. મંદિરના કેન્દ્રિય દેવતા ખોડલ છે , જેને ખોડિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં સ્થાપિત અન્ય વીસ દેવતાઓ છે
સમય: દરરોજ સવારે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી
અહીં પહોંચવા માટે તમે આ ગૂગલે મેપ લોકેશન લિંક https://maps.app.goo.gl/B26qhb4APqZh6wEw6 નો ઉપયોગ કરી શકો છો.
નિસ્કર્ષ
“વીરપુર માત્ર એક યાત્રાધામ નથી, પણ નિઃસ્વાર્થ સેવા અને અતૂટ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં દરેક વસ્તુનો સોદો થાય છે, ત્યાં ૨૪ વર્ષથી એક પણ રૂપિયો દાનમાં લીધા વગર હજારો લોકોને જમાડતી આ ભૂમિ કોઈ ચમત્કારથી ઓછી નથી. જલારામ બાપાનો ‘દેને કો ટુકડા ભલા’નો મંત્ર અહીં આવતા દરેક શ્રદ્ધાળુના હૃદયમાં માનવતાની જ્યોત જગાવે છે.
Disclaimer:
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. વિગતો માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.
જો તમને આ માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ બ્લોગ માટે અહીં ક્લિક કરો




