Cbse School in Rajkot: જ્યારે વાત આવે છે આપણા બાળક નાં ઉજ્જવળ ભવિષ્યની, ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ અને મૂલ્ય-આધારિત સંસ્કાર આપતી યોગ્ય શાળાની પસંદગી કરવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. રાજકોટ, જે સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાય છે, ત્યાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ઘણી શાળાઓ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમનું ઉત્તમ સંયોજન પૂરું પાડે છે. અમે અહીં Cbse School in Rajkot વિશે ની સંપૂર્ણ યાદી રજૂ કરીએ છીએ. આ શાળાઓ આધુનિક ટેકનોલોજી, વિશાળ કેમ્પસ અને અનુભવી શિક્ષકગણ દ્વારા તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Table of Contents
CBSE પ્રવેશ માટે વય માપદંડ | Age Criteria
ભારત માં CBSE શાળાઓ માં પ્રવેશ માટે વય ના નિયમો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) અને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા દ્વારા નક્કી કરવામાં આવે છે, જે બાળકના યોગ્ય શૈક્ષણિક તબક્કા માટે જરૂરી છે.
I. નર્સરી (Nursery) / પ્રી-કેજી (Pre-KG) પ્રવેશ માટે વય માપદંડ
પ્રી-પ્રાયમરી (નર્સરી/પ્રી-કેજી) વર્ગમાં પ્રવેશ માટે મુખ્ય માપદંડ નીચે મુજબ છે:
- ન્યૂનતમ વય: પ્રવેશ વર્ષની ૩૧મી માર્ચ સુધીમાં બાળક ઓછામાં ઓછા ૩ વર્ષ નું હોવું જોઈએ.
- જે શાળામાં અરજી કરવા માંગો છો, તેની ચોક્કસ માર્ગદર્શિકા ચકાસવી અનિવાર્ય છે.
ઉદાહરણ (Example) : શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૦૨૬ માટે
| વર્ગ | વય માપદંડ (31મી માર્ચ, 2025 સુધીમાં) | જન્મ તારીખ રેન્જ (લાગુ પડતો અંદાજ) |
| નર્સરી (Nursery) / પ્રી-કેજી (Pre-KG) | 3 વર્ષ પૂર્ણ | ૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૩૧મી માર્ચ, ૨૦૨૨ ની વચ્ચે જન્મેલું બાળક સામાન્ય રીતે પાત્ર ગણાશે. |
II. ધોરણ ૧ (Standard 1) પ્રવેશ માટે વય માપદંડ
NEP 2020 ના નિયમ મુજબ, ધોરણ ૧ માં પ્રવેશ માટે બાળકની ન્યૂનતમ વય ફરજિયાતપણે ૬ વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
- ન્યૂનતમ વય: પ્રવેશ વર્ષની ૩૧મી માર્ચ સુધીમાં બાળક ઓછામાં ઓછા ૬ વર્ષ નું હોવું જોઈએ.
- ફરજિયાત નિયમ: NEP 2020 અને RTE (ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત) મુજબ, ધોરણ ૧ માં પ્રવેશ માટે આ માપદંડનું પાલન કરવું આવશ્યક છે.
ઉદાહરણ (Example) : શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૦૨૬ માટે
| વર્ગ | વય માપદંડ (31મી માર્ચ, 2025 સુધીમાં) | જન્મ તારીખ રેન્જ (લાગુ પડતો અંદાજ) |
| ધોરણ ૧ (Std 1) | 6 વર્ષ પૂર્ણ | ૧લી એપ્રિલ, ૨૦૧૮ થી ૩૧મી માર્ચ, ૨૦૧૯ ની વચ્ચે જન્મેલું બાળક સામાન્ય રીતે પાત્ર ગણાશે. |
1. સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ રાજકોટ | St Xaviers School Rajkot

| વિગત | માહિતી |
| શાળાનું નામ | સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ રાજકોટ |
ખાસિયત | ચારિત્ર્ય નિર્માણ, નૈતિક મૂલ્યો, સંચાલન, ઉત્તમ રમતગમત સુવિધાઓ. |
| કોનટેક્ટ નંબર | 087581 07225 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://www.stxaviersrajkot.org/images/Fees%20structure.pdf |
| સરનામું | પોસ્ટ બોક્સ નંબર ૨૬, વોકહાર્ટ હોસ્પિટલ પાસે, કલાવડ રોડ, રાજકોટ. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/EJ7SFczfcUgE7qwJ8 |
- આ શાળા અભ્યાસ માટે સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આરામદાયક વાતાવરણ પ્રદાન કરે છે.
- આ શાળા ઑડિયો-વિઝ્યુઅલ રૂમ્સ તેમજ મલ્ટીમીડિયા અને ઇન્ટરનેટ સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે.
- કોમ્પ્યુટર લેબમાં પૂરતા પ્રમાણમાં કોમ્પ્યુટર્સ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને મહત્તમ વ્યક્તિગત એક્સપોઝર (વ્યક્તિગત ઉપયોગ) કરવાની મંજૂરી આપે છે.
- વિવિધ વિષયો પર ના પુસ્તકો ની સારી રીતે સજ્જ લાઇબ્રેરીઓ ઉપલબ્ધ છે.
- વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વર્ક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રવૃત્તિ ખંડો (Activity Rooms) ઉપલબ્ધ છે.
- આ સ્કૂલમાં ફાયર સેફ્ટી ની સારી વ્યવસ્થા છે. જે બાળકોની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.”
- વર્ગખંડો મોકળાશવાળા અને સારી રીતે સજાવેલા (ફર્નિશ્ડ) છે, જે શિક્ષણ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે.
2. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રાજકોટ | Nirmala Convet School Rajkot

| વિગત | માહિતી |
| શાળાનું નામ | નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, માત્ર કન્યાઓ માટે, |
| ખાસિયત | બાળકોને મજબૂત અને જવાબદાર બનાવવામાં આ સ્કૂલની મોટી ભૂમિકા છે, કારણ કે અહીં નીતિ-નિયમોનું સખત પાલન કરાવીને શિસ્ત શીખવવામાં આવે છે.” |
| કોનટેક્ટ નંબર | 097140 36608 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://nirmalaconventschooCbse School in Rajkot: જ્યારે વાત આવે છે આપણા બાળક નાં ઉજ્જવળ ભવિષ્યની, ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ અને મૂલ્ય-આધારિત સંસ્કાર આપતી યોગ્ય શાળાની પસંદગી કરવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. રાજકોટ, જે સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાય છે, ત્યાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ઘણી શાળાઓ છે,l.org/kids-fee-details |
| સરનામું | નિર્મલા રોડ, રાજકોટ – ૩૬૦૦૦૭. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/n15T5NneEYnTfjGM8 |
- ૧૯૬૩થી કાર્યરત, રાજકોટની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક.
- વિશિષ્ટતા: માત્ર કન્યાઓ માટે (Girls Only) શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત.
- અહીં દરેક પ્રકાર ની એકટીવીટી બાળકો ને કરાવે છે. અહીં સદગુણો અને શિષ્ટાચાર શીખવવામાં આવે છે. જેમકે દરેક વ્યક્તિ પ્રત્યે વિનમ્ર રહો અને અન્યનો આદર કરો.
- અહીં વિવિધ જાતના પ્રોજેક્ટ વર્ક દ્વારા બાળકો ને આર્ટ અને ક્રાફ્ટ શીખવવામાં આવે છે. અહીં બાળકો ને નિયમો નું ચુસ્ત પાલન શીખવવામાં આવતું હોવાથી બાળકો ને અત્યાર થી જ શિસ્ત અને નિયમો નું પાલન કરવાની ટેવ પડે છે.
- આ સ્કૂલમાં ફાયર સેફ્ટી ની સારી વ્યવસ્થા છે. બાળકોની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.”
3. ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ | Inovative International school Rajkot
Cbse School in Rajkot: જ્યારે વાત આવે છે આપણા બાળક નાં ઉજ્જવળ ભવિષ્યની, ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ અને મૂલ્ય-આધારિત સંસ્કાર આપતી યોગ્ય શાળાની પસંદગી કરવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. રાજકોટ, જે સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાય છે, ત્યાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ઘણી શાળાઓ છે,
| વિગત | માહિતી |
| શાળાનું નામ | ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ |
| ખાસિયત | આર્ટ્સ ઇન્ટિગ્રેશન, બાળકોમાં આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમનું ઘડતર. ઉચ્ચ લાયકાત ધરાવતા એક્સપિરિયન્સ સ્ટાફ દ્વારા શિક્ષણ. |
| કોનટેક્ટ નંબર | 09376777774 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://www.myinnovativeschool.com/wp-content/uploads/2024/04/Fee-structure-1-2.pdf |
| સરનામું | ઇશ્વરિયા, હિલ વ્યૂ રોડ પાસે, કલાવડ રોડ, રાજકોટ – ૩૬૦૧૧૦. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/WQm7czCJbzYfm8y58 |
- અહીં શિક્ષણને એક ‘પ્લેગ્રાઉન્ડ ઓફ એજ્યુકેશન’ હોઈ એ રીતે બાળકો ને શીખવવા માં આવે છે. એટલે કે બાળકો ને સ્ટેસ્સ ફ્રી એજ્યુકેશન અપાય છે.
- અહીં જી.કે. ક્વિઝ, સાયન્સ ક્વિઝ અને સ્પોર્ટ્સ ડે જેવી સ્પર્ધા ઓ યોજાય છે.
- બાળકો માં આત્મવિશ્વાસ અને પડકારો નો સામનો કરવાની હકારાત્મક વૃત્તિ (Can-do attitude) વિકસાવે છે.
- આ એક સહ-શૈક્ષણિક (Co-educational) શાળા છે જે વિશિષ્ટ શૈક્ષણિક ઉછેર પૂરો પાડે છે, જે યુવા માનસોને માત્ર તેમની બૌદ્ધિક ક્ષમતાઓ વધારવામાં જ નહીં પરંતુ તેમના જીવનના તમામ પાસાઓમાં ખીલવા માટે સક્ષમ બનાવે છે.
4. એસ.એન.કે સ્કૂલ રાજકોટ | S. N. Kansagra School, Rajkot

| વિગત | માહિતી |
| શાળાનું નામ | એસ.એન.કે સ્કૂલ |
| ખાસિયત | શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. અત્યાધુનિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ નો વિકાસ તેમજ અમલ અહીં કરવા માં આવે છે. |
| કોનટેક્ટ નંબર | 06358791118 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | Estimated Annual Fees: ₹1.6 Lakhs to ₹2 Lakhs (approx.). |
| સરનામું | યુનિવર્સિટી રોડ, આકાશવાણી ક્વાર્ટરની સામે, પંચાયત નગર, રાજકોટ, ગુજરાત ૩૬૦૦૦૫ |
| મેપ લિંક | https://maps.app.goo.gl/4PSwDvaoV2ZbgEdTA |
- આ સ્કૂલ એક એવું પ્રેરણાદાયી અને પોષક શિક્ષણ વાતાવરણ પૂરું પાડે છે. કે જેથી બાળકો ની વ્યક્તિગત ક્ષમતા વધે. જેથી તેઓ તમામ સ્તરના પડકારોનો સામનો કરવા માટે સજ્જ બને.
- વિકાસ ના તમામ ક્ષેત્રો – બૌદ્ધિક, શૈક્ષણિક, સામાજિક અને માનવીય પાસાઓ ને ધ્યાનમાં અહીં લેવામાં આવે છે.
- અહીં બાળકો ને એક એવા સતત વિકસતા અને શીખતા સમુદાય બનાવે જે મુક્ત અને નિખાલસ સંવાદ તેમજ વિચારો અને કૌશલ્યોની આપ-લેને પ્રોત્સાહન આપે, જ્યાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિનું યોગદાન માત્ર જરૂરી જ નહીં પણ અનિવાર્ય હોય.
- આ સ્કૂલ વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ પૂરું પડે છે. જે તેમને ગતિશીલ અને સ્વતંત્ર વિચારક બનવા માટે તૈયાર કરવામાં અને વૈશ્વિક સમાજ ના પડકારો ઝીલવા માટે સજ્જ કરવામાં આવે છે.
5. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ | Podar International School Rajkot

| વિગત | માહિતી |
| ખાસિયત | ચારિત્ર્ય નિર્માણ પર ભાર મૂકે છે અને આદર, જવાબદારી તેમજ મક્કમતા જેવા મૂલ્યોનું સિંચન કરે છે. |
| કોનટેક્ટ નંબર | 06366437880 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://www.podareducation.org/school/rajkot/fee-structure-rajkot |
| સરનામું | કલાવડ રોડ, ડ્રાઇવ-ઇન સિનેમાની સામે, હરિપર પાલ વિલેજ, રાજકોટ, ૩૬૦૦૦૫. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/pVnqKfTDodnKSokVA |
- પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે, ખાસ કરીને બાળકોને ઘણી નવી તકો પૂરી પાડવામાં આવે છે.
- આ એક ઉત્તમ સ્થળ છે. અહીંના શિક્ષકો તેઓ જે ભણાવે છે તેમાં નિષ્ણાત છે અને ખરેખર ખૂબ જ મદદરૂપ છે. રોબોટિક્સ અને 3D પ્રિન્ટિંગના પ્રાયોગિક અનુભવ માટે અત્યાધુનિક ઇનોવેશન લેબ્સ પૂરી પાડે છે.
- રમતગમત અને અન્ય સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ સહિતના સર્વાંગી વિકાસના કાર્યક્રમો માટે જાણીતું છે
- શૈક્ષણિક કાર્યક્રમો ખૂબ સારી રીતે આયોજિત અને વ્યવસ્થિત છે. પ્રિન્સિપાલ મેડમ અને તમામ શિક્ષકો દ્વારા અદભૂત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
6. ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ | Greenwood International School

| વિગત | માહિતી |
| ખાસિયત | –અભ્યાસ પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપીને સર્વાંગી અભ્યાસક્રમ પ્રદાન કરે છે. વિશાળ વર્ગખંડો અને રમતના મેદાનો જેવી સુવિધાઓ સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. |
| કોનટેક્ટ નંબર | 09909997331 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://www.greenwoodschool.in/fee-structure |
| સરનામું | મીરાંબિકા કોલેજ કેમ્પસ, કાલાવડ રોડ, મોટેલ ધ વિલેજની સામે, રાજકોટ. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/E3ZkQE6WeLiyuC8F9 |
- સમર્પિત શિક્ષકો અને અનુભવી કોચના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ને અભ્યાસ અને રમતગમત બંને ક્ષેત્રે પ્રગતિ કરવામાં આ સ્કૂલ અગ્રેસર છે.
- અહીં ગૌરવપૂર્વક દરરોજ પૌષ્ટિક સવારનો નાસ્તો આપવા માં આવે છે, જે વિદ્યાર્થીઓને ઉર્જા સાથે દિવસની શરૂઆત કરવામાં અને શીખવા માટે તૈયાર રહેવામાં મદદ કરે છે.
- ૧૧+ વર્ષનો અનુભવ. દરેક બાળકમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે.
- અહીં નો અભ્યાસક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓની તકોનો એક સુંદર સમન્વય છે, જે બાળકોનો સર્વાંગી વિકાસ અને આજીવન શીખવાની વૃત્તિ સુનિશ્ચિત કરે છે.
7. ધ વેસ્ટવુડ સ્કૂલ, રાજકોટ | The Westwood School, Rajkot

| વિગત | માહિતી |
| ખાસિયત | સુવિધાયુક્ત અને વિશાળ આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ વિદ્યાર્થીઓને ડ્રોઈંગ, સ્કેચિંગ, પેઇન્ટિંગ, ભરતકામ અને અન્ય હસ્તકલામાં વિવિધ કૌશલ્યો શીખવાની પૂરતી તકો પૂરી પાડે છે. |
| કોનટેક્ટ નંબર | 08000020032 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://thewestwoodschool.co.in/uploads/pdf/FEES_STRUCTURE_OF_THE_ACADEMIC_YEAR_-_2025-26.pdf |
| સરનામું | ૧૫૦ ફીટ રિંગ રોડ, જામનગર, રાજકોટ – મોરબી હાઇવે, ADB હોટેલ્સની પાસે, બેડી, રોણકી, રાજકોટ, ગુજરાત ૩૬૦૦૨૮ |
| મેપ લિંક | https://maps.app.goo.gl/NqS8wQkKxyHsNFXU8 |
- ધ વેસ્ટવુડ સ્કૂલ એક ઉત્સાહજનક વિઝ્યુઅલ આર્ટ પ્રોગ્રામ ધરાવે છે, જેમાં કલા અભ્યાસક્રમનો એક ભાગ છે અને તે નિષ્ણાત શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે.
- ૨૦૧૭ થી યુવા માનસોને કેળવતી, ધ વેસ્ટવુડ સ્કૂલ (The Westwood School) એ રાજકોટ, ગુજરાતમાં આવેલી એક CBSE સંલગ્ન સંસ્થા છે. આ શાળા નર્સરી થી ધોરણ ૧૨ સુધીની સર્વાંગી શૈક્ષણિક સફર પૂરી પાડે છે, જેમાં વિજ્ઞાન (Science) અને વાણિજ્ય (Commerce) બંને પ્રવાહોનો સમાવેશ થાય છે.
- શાંત વાતાવરણમાં સ્થિત, આ શાળા બૌદ્ધિક જિજ્ઞાસા, શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે, જે વિદ્યાર્થીઓ ને ભવિષ્ય ના પડકારો અને તકો માટે તૈયાર કરી એક સંપૂર્ણ વ્યક્તિત્વવચ્ચેવચ્ચે ધરાવતા નાગરિક બનવા માટે સશક્ત બનાવે છે.”
8.દિલ્હી પબ્લિક સ્કૂલ, રાજકોટ | Delhi Public School (DPS), Rajkot

| વિગત | માહિતી |
| ખાસિયત | વિશાળ હરિયાળું કેમ્પસ, ઉત્તમ રમતગમતની સુવિધાઓ, ૨૧મી સદીના શિક્ષણ કૌશલ્યોથી સજ્જ અને ખૂબ જ અનુભવી શિક્ષકો દ્વારા અહીં શિક્ષણ આપવામાં આવે છે. |
| કોનટેક્ટ નંબર | 09374075198 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://dwpsrajkot.org/wp-content/uploads/2025/12/FEE%20STRUCTURE%202026-27.pdf |
| સરનામું | હરિપર, સર્વે નંબર ૧૨, એનઆરઆઇ બંગલોઝની પાછળ, રાજકોટ, ૩૬૦૦૦૭. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/epdB7cgTeeKiv3wR8 |
- દિલ્હી પબ્લિક સ્કૂલ રાજકોટ, જે હવે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ રાજકોટ તરીકે ઓળખાય છે, તેની સ્થાપના ૨૦૦૨ માં કરવામાં આવી હતી.
- શિક્ષણ પ્રત્યેના તેના પ્રગતિશીલ અભિગમ, નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અને શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે સમગ્ર શૈક્ષણિક જગતમાં જાણીતી છે
- ૨૧મી સદીના કૌશલ્યો: માત્ર માહિતી નહીં, પણ તેને વાપરવાની આવડત પર ભાર.
- શિસ્ત અને વાતાવરણ: શાળામાં શિસ્તબદ્ધ અને મૈત્રીપૂર્ણ માહોલને પ્રાધાન્ય
- મજબૂત સંકલ્પ: વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને મક્કમતા કેળવવાનો ધ્યેય.
9. ધ રાજકુમાર કૉલેજ રાજકોટ | The Rajkumar Collage

| વિગત | માહિતી |
| શાળાનું નામ | ધ રાજકુમાર કૉલેજ રાજકોટ |
| ખાસિયત | 1870માં એનું સ્થાપન થયું હતું, અને તે ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળાઓમાંની એક છે. |
| કોનટેક્ટ નંબર | 02812466064 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://rkcrajkot.com/fees-structure-2/#1758894686100-b2988b31-cb2b |
| સરનામું | ડૉ. રાધાકૃષ્ણન માર્ગ, શાસ્ત્રી મેદાનની સામે, ગવલીવાડ, રાજકોટ, ગુજરાત ૩૬૦૦૦૧. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/C8bnoERagPt5 |
- સેવા, પડકાર, સર્જનાત્મકતા, સાહસ અને આંતરરાષ્ટ્રીય સમજ દ્વારા વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે. જેથી વિદ્યાર્થીઓમાં એવો આત્મવિશ્વાસ અને કૌશલ્ય કેળવાય જે તેમને વૈશ્વિક સમાજના સકારાત્મક, જવાબદાર અને સંવેદનશીલ સભ્યો બનાવે.
- અહીં સહ-અભ્યાસક્રમ ની પ્રવૃત્તિઓમાં જાહેરમાં બોલવું,પાઠ કરવો, ચર્ચાઓ કરવી, બાયો-સંવર્ધન શિબિર અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શામેલ છે.
- અહીં સેવાલક્ષી પ્રવૃત્તિઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે.”રાજકુમાર કોલેજ ફોર ગર્લ્સ, એક માધ્યમિક શાળાનું ઉદઘાટન પણ 24 માર્ચ, 2011 ના રોજ કરવામાં આવ્યું હતું.
- આ સ્કૂલ શહેર ની મધ્ય માં આવે છે. જે વિદ્યાર્થી માટે એક પ્લસ પોઇન્ટ છે.
10. T.N. Rao School For Girls Now Boy Also | ટી. એન. રાવ સ્કૂલ રાજકોટ

| વિગત | માહિતી |
| ખાસિયત | અહીં ની એજ્યુકેશન મેથડ ખુબ સારી છે. બાળકો ને ત્યાં જ મોટા ભાગ ની તૈયારી કરાવામાં આવે છે. સ્ટડી માટે નું એક્સટ્રરા મટિરિયલ પણ ત્યાંથી આપવામાં આવે છે. |
| કોનટેક્ટ નંબર | 099786 70473 |
| ફી સ્ટ્રક્ચર (અંદાજ) | https://tnrschool.s3.ap-south-1.amazonaws.com/mpd_docs/C+1.Cir.28+New+Session+Circular+(final)+(3).pdf |
| સરનામું | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ, કોમ્પ્યુટર ભવન પાસે, રાજકોટ, ૩૬૦૦૦૫. |
| મેપ લિંક | https://maps.app.goo.gl/Ci4LsjNqVjA6i6ca9 |
- લાઈવ CCTV એક્સેસ: વાલીઓની ચિંતા દૂર કરવા માટે શાળા દ્વારા લાઈવ સીસીટીવી કેમેરાનું એક્સેસ આપવામાં આવે છે, જેથી વાલીઓ ઘરે બેઠા પણ પોતાના બાળકને નિહાળી શકે છે.
- વાજબી ફી માળખા સાથે બેસ્ટ સિક્ષણ અહીં આપવામાં આવે છે. બધી વોર્કશીટ્સ પણ ત્યાંથી જ આપવા માં આવે છે.
- વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન: વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શાળામાં સ્કેટિંગ, ડાન્સ, સ્પોર્ટ્સ, ફેન્સી ડ્રેસ અને ડ્રોઈંગ જેવી પ્રવૃત્તિઓ સતત થતી રહે છે.
- શિક્ષણમાં નવીનતા: જે શાળા અત્યાર સુધી માત્ર કન્યાઓ (Girls) માટે જાણીતી હતી, તે હવે છોકરાઓને (Boys) પણ પ્રવેશ આપી રહી છે, જે એક આવકારદાયક ફેરફાર છે.
- સર્વાંગી વિકાસ: અહીં માત્ર અભ્યાસ જ નહીં, પણ રમતગમત અને મનોરંજન જેવી ઇતર પ્રવૃત્તિઓ પર પણ સમાન ભાર મૂકવામાં આવે છે.
- છોકરાઓ માટે અલગ અને સુરક્ષિત કેમ્પસ: કુમારો માટે એક અલગ બિલ્ડિંગની વ્યવસ્થા છે, જે સુરક્ષિત અને જીવંત વાતાવરણ પૂરું પાડે છે.
Disclaimer:
આ માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. સ્કૂલ ની યાદી માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.
તમને અમારી Cbse School in Rajkot વિશે ની માહિતી ગમી હોઈ તો અન્ય રાજકોટ રિલેટેડ બ્લોગ માટે અહીં ક્લિક કરો.




