Atal Sarovar Rajkot | રાજકોટ અટલ સરોવર, સમય, ટિકિટ અને જાણવા જેવી તમામ માહિતી

રાજકોટના નકશા પર ૧ મે, ૨૦૨૪ ના રોજ એક નવું સીમાચિહ્ન અંકિત થયું, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા Atal Sarovar Rajkot નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ૭૫ એકર ની વિશાળ જમીન પર ફેલાયેલો આ પ્રોજેક્ટ માત્ર એક તળાવ નહીં, પણ રાજકોટવાસીઓ માટે મનોરંજન, પ્રકૃતિ અને આરામ નું એક આદર્શ સ્થળ છે. જો તમે આ સ્થળ ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અટલ સરોવર વિશેની આ માહિતી તમારા માટે જ છે.



આકર્ષણો, સુવિધાઓ અને નિયમો | Attractions, Facilities and rules

ચાલો સૌ પ્રથમ હું તમને અહીં ની કેટલીક જરૂરી માહિતી આપી દવ જેથી પ્લાંનિંગ કરતી વખતે આ બાબતો ધામ માં રહે, અહીં કેટલાક નિયમો છે જે તમારે જાણવા જોઈએ જેવા કે: અહીં અંદર ખાવા પીવા ની વસ્તુ લઇ જવાની મનાઈ છે. પાન,માવા,બીડી / સિગારેટ જેવા નશીલા પદાર્થો નું સેવન કરવાની અંદર મનાઈ છે. અહીં એન્ટ્રી પર સ્ટ્રિક્લી ચેકીંગ હોઈ છે. અન્ય સામાન કે બાળકો ની વસ્તુ ઓ લઇ જવાની મનાઈ છે (બાળકો માટે ઘરનું પાણી લઇ જઇ શકો છો.)

મનોરંજન અને આનંદ માટે અહીં ખાસ વોટર ફાઉન્ટેન શો નું આયોજન કરવામાં આવે છે, જે આપણી સાંજને રંગીન બનાવી દે છે. બાળકો માટે વિવિધ રાઇડ્સ એન્ડ કિડ્સ પ્લે એરિયા ઉપલબ્ધ છે, અને સ્વાદ રસિકો માટે ફૂડ ઝોન એરિયા માં ઘણી બધી વિવિધ દુકાનો આવેલી છે આ ઉપરાંત ત્યાં એક મોટી કૅન્ટીન પણ આવેલી છે જે દૂર થી જ તમને ફૂડ કોર્ટ ના નામે દેખાઈ જશે.

આ સ્થળે ફ્લાવર શો (તહેવારો નિમિતે) , લેઝર શો (હાલ બંધ છે) અને નોરતા જેવા તહેવારો માં દાંડિયા,જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. વધુમાં, બોટિંગ, ટ્રેન અને ફેરીઝ વ્હીલ ની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે, અહીં એમ્ફીથિયેટર પણ છે જ્યાં વારે તહેવારે અલગ અલગ ટેલેન્ટસ પોતાની પ્રતિભા બતાવે છે જે તમને યાદગાર અનુભવ આપે છે.

આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગથી ઓછું નથી. અહીં વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ સાથેનું સુંદર ગાર્ડન અને આકર્ષક ફ્લાવર ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે. આખા પરિસરમાં આખો દિવસ મ્યુઝિક ચાલુ રહે છે અને વોઇસ કવોલિટી પણ ખુબ જ સારી છે, જે વાતાવરણને શાંત અને ખુશનુમા બનાવે છે.

જે લોકો પોતાની ફિટનેસ જાળવવા માંગે છે, તેમના માટે અહીં સુવ્યવસ્થિત વોકિંગ / જોગિંગ ટ્રેક્સ છે. આ ઉપરાંત, એક્સરસાઇઝ મશીન અને યોગ કે મેડિટેશન માટે વિશાળ ખુલ્લી જગ્યા પણ ઉપલબ્ધ છે અને સિનિયર સિટીઝન એરિયા પણ છે.

અહીં ઇલેક્ટ્રિક સાયક્લ ની સુવિધા પણ છે જે ચાર્જેબલ છે. 10 મિનિટ ના ₹50/- ચાર્જ છે. 15 મિનિટ ના ₹70/- ચાર્જ છે. (લખતા સમયે)

અહીં નો મુલાકાતનો સમય | Atal Sarovar Rajkot Visiting Hours

આ પાર્ક અઠવાડિયા ના સાત દિવસ ખુલ્લું રહે છે. તમે અહીં સાંજે 4 થી 11:30 સુધી રહી શકો છો, અહીં નોંધ લેશો કે 11:00 વાગ્યા પછી તમને ટિકિટ મળશે નહિ.

  • સોમવાર – રવિવાર: સાંજે ૦૪:૦૦ થી રાત્રે ૧૧:૩૦
  • ટિકિટ કાઉન્ટર અને પ્રવેશ બંધ થવાનો સમય: રાત્રે ૧૧:૦૦

પ્રવેશ ફ્રી | Entry fee

  • ₹૩૦ વર્ષથી ઉપર ના વ્યક્તિ માટે.
  • વર્ષ સુધી ના બાળકો માટે પ્રવેશ ફ્રી છે.

ફોટોગ્રાફી અને પાર્કિંગ ના નિયમો | Photography & Parking Rules

ફોટોગ્રાફી ના શોખીનો માટે અહીંના લીલાછમ ગાર્ડન્સ અને મ્યુઝિકલ ફાઉન્ટેન એક પરફેક્ટ બેકગ્રાઉન્ડ પૂરું પાડે છે, પરંતુ કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. અહીં અટલ સરોવર ની બહાર રોડ ની સાઈડ માં પણ પાર્કિંગ કરી શકો એવી જગ્યા છે. ત્યાં સામાન્ય રીતે ટોઈંગ ના ઇસ્યુ થતા નથી. અને તમારે ચાલવું પણ ઓછું પડે છે. પાર્કિંગ થોડું દૂર છે અને ત્યાંથી ફરીને ચાલીને એવું પડે છે કેમ કે હાલ અંદર નો રસ્તો બંધ રાખવા માં આવ્યો છે.

  • પાર્કિંગ ચાર્જ: બાઇક/ટુ-વ્હીલર: ₹૧૦, કાર/ફોર-વ્હીલર: ₹૨૦
  • કેમેરા ફી: સામાન્ય કેમેરા માટે ₹૫૦૦ નો ચાર્જ છે.
  • પ્રોફેશનલ શૂટ: પ્રોફેશનલ કેમેરા કે વીડિયો શૂટિંગ માટે અગાઉ થી પરવાનગી લેવી ફરજિયાત છે.

સ્થાન | Location

અટલ સરોવર (Atal Sarovar) ના બીજા રિંગ રોડ પર આવેલું છે, જ્યાં તમે રૈયા સર્કલ થી રૈયા ગામ તરફ બીજા રિંગ રોડનો રસ્તો લઈ શકો છો. જો તમે માધાપર સર્કલ થી મુસાફરી કરી રહ્યા છો, તો પડધરી તરફ નો હાઇવે લો અને નવા રિંગ રોડ તરફ ડાબે વળો. તમને પહોંચવા માં સરળતા રહે માટે હું ગૂગલ મેપ ની લિંક આપી રહી છુ.

અહીં સારી રીતે પાકા રસ્તાઓ, બેસવાની જગ્યાઓ અને હરિયાળી છે. શાંત પાણીનો સ્ત્રોત, સ્વચ્છ વાતાવરણ અને ચાલવાના રસ્તાઓ સાંજની લટાર મારવા અથવા તળાવ કિનારે આરામ કરવા માટે આ એક ઉત્તમ સ્થળ છે. સ્થાનિક લોકો, ખાસ કરીને પરિવારો અને ફિટનેસ ઉત્સાહીઓ માટે તે એક પ્રિય સ્થળ છે.

સૌથી મોટી નવી વાત એ છે કે ડિસેમ્બર 2025 માં અટલ સરોવર પર ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો થયો હતો.

  • 6 અને 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે 9 જેટ વિમાનો એ આકાશમાં અદ્ભુત સ્ટંટ, ફોર્મેશન અને રંગ ના ધુમાડા થી તિરંગો બનાવ્યો.
  • હજારો લોકો અટલ સરોવર આસપાસ ભેગા થયા હતા – સ્કાયડાઇવિંગ અને વેપન્સ એક્ઝિબિશન પણ હતું.
  • રાજકોટ માં પહેલી વાર આવો મોટો એર શો થયો, જેનાથી યુવાનોમાં જોશ ભરાયો અને શહેરનું આકાશ રંગીન થયું.

જતા પહેલા ધ્યાન માં રાખવાની બાબતો

  • સગવડ માટે તમારું પોતાનું પાણી સાથે રાખોજેવું હું એન્ટ્રી ગેટ પાસે પહોંચું છું એટલે શહેરની ભાગદોડ, હોર્ન અને ટ્રાફિકનો અવાજ ધીમે ધીમે દૂર થવા લાગે છે. અંદર પગ મૂકતાં જ વિશાળ તળાવનું શાંત પાણી અને ચારે તરફ લીલોતરીની ખુશ્બૂ મને આવકારે છે. સાંજના સમયે જ્યારે સૂર્ય ડૂબવા લાગે ત્યારે પાણીમાં સોનેરી પ્રતિબિંબ પડે અને આખો વાતાવરણ એવું શાંત થઈ જાય કે મન આપોઆપ ચુપ થઈ જાય.
  • તળાવ અને બગીચાઓમાં ફરવા માટે આરામદાયક ફૂટવેર પહેરો.
  • સપ્તાહના અંતે ભીડ ટાળવા માટે સોમ થી ગુરુવાર સુધી માં સાંજે મુલાકાAtal Sarovar Rajkotતનું આયોજન કરો.
  • બહારના ખાવા-પીવાની વસ્તુઓ અને આલ્કોહોલની મંજૂરી નથી.
  • દિવસ દરમિયાન લાંબો સમય ફરવા માટે આરામદાયક પોશાક પહેરો.

જો તમને આ માહિતી ગમી હોઈ તો અમારા અન્ય બ્લોગ વાંચવા અહીં ક્લિક કરો. અને નીચે કોમેન્ટ કરીને તમારો ફીડબેક અવશ્ય આપશો, આ લિંક તમે તમારા મિત્ર ને શેર કરો જેથી પ્લાંનિંગ કરવું સરળ બને.