Rajkot Trimandir: The Temple of Impartiality તમે કદાચ સનાતન ધર્મ ના મંદિરો માં જૈન, શૈવ અને વૈષ્ણવ ધર્મ ના દેવતાઓને અલગ-અલગ જોયા હશે, પણ ત્રિમંદિર એક જ છત નીચે શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ અને શિવજી ને એકસાથે લાવીને આપણને શીખવે છે કે આસ્થાના માર્ગો અલગ હોઈ શકે છે, પરંતુ અંતિમ લક્ષ્ય તો એક જ છે. અહીંનું શાંત અને પવિત્ર વાતાવરણ, વિશાળ સત્સંગ હોલ અને ભક્તિમય કીર્તનો આપણને ક્ષણભર માટે જીવનની દોડધામ ભૂલાવી દે છે. આ ધામની મુલાકાત માત્ર દર્શન પૂરતી સીમિત નથી, પરંતુ હૃદયથી હળવાશ અને શાંતિ મેળવવા માટેની એક આધ્યાત્મિક યાત્રા છે. આ મંદિરનો હેતુ ફક્ત ધર્મ-કર્મને જોડવાનો નથી, પણ દરેક મનુષ્યને પોતાના ‘શુદ્ધ આત્મા’ ની અનુભૂતિ કરાવવાનો છે.

Table of Contents
ત્રિ મંદિર ની ઓળખ: ‘ત્રિ’ એટલે ત્રણ મુખ્ય ધામ
Rajkot Trimandir ને નિષ્પક્ષપાતી મંદિર પણ કહેવાય છે, કારણ કે તે એક જ છત નીચે ત્રણ મુખ્ય ધર્મોના ભગવંતોને સ્થાન આપે છે. આ મંદિરનું કેન્દ્રબિંદુ અને તેના બે બાજુ ના દેવી-દેવતાઓ એક ખાસ આધ્યાત્મિક સંદેશ આપે છે.
| ક્રમ | મુખ્ય ધામ (ધર્મ) | મુખ્ય ભગવaaa???નું નામ | મહત્વ |
| ૧. | જૈન ધર્મ (Jainism) | શ્રી સીમંધર સ્વામી | કેન્દ્રમાં ઊંચી ભવ્ય મૂર્તિ સ્થાપિત છે. તેઓ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ‘જીવંત’ તીર્થંકર માનવામાં આવે છે. |
| ૨. | વૈષ્ણવ ધર્મ (Vaishnavism) | શ્રી કૃષ્ણ ભગવાન | જમણી બાજુના ગર્ભગૃહમાં સ્થાપિત. વૈષ્ણવ ભક્તો માટે આ મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. |
| ૩. | શૈવ ધર્મ (Shaivism) | શ્રી શિવ ભગવાન | ડાબી બાજુના ગર્ભગૃહમાં સ્થાપિત. શૈવ ભક્તો માટે ભોળાનાથના દર્શન દ્વારા ભક્તિની અનુભૂતિ થાય છે. |
આ ઉપરાંત, આ ત્રિમંદિર સંકુલમાં અન્ય દેવ-દેવીઓ જેમ કે શ્રી ગણેશજી, હનુમાનજી, પદ્મનાભ સ્વામી પ્રભુ, સાંઈબાબા, ભદ્રકાળી અને અંબિકા માતાજીની મૂર્તિઓ પણ છે, જે સર્વધર્મ સમભાવની પ્રેયણા આપે છે.
સરનામું અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ
રાજકોટ ત્રિમંદિરનું વાતાવરણ એટલું શાંત અને આયોજનબદ્ધ છે કે તે આખા અઠવાડિયાનો થાક ઉતારવા અને સુંદર વીકેન્ડ પસાર કરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે.
- સરનામું: અમદાવાદ-રાજકોટ હાઇવે, તરઘડિયા ક્રોસ રોડ નજીક, માલિયાસણ ગામ, રાજકોટ, ગુજરાત. (શહેરથી આશરે ૧૨ કિ.મી. દૂર)
- નિવાસ (Atithigruh): અહીં ‘અતિથિગૃહ ત્રિમંદિર’ (Stop N’ Stay) ની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં AC અને Non-AC રૂમની વ્યવસ્થા છે. રાત્રી રોકાણ કરીને આધ્યાત્મિક વાતાવરણનો વધુ લાભ લઈ શકાય છે.
- ભોજન (Dining): અહીં ‘અમૃત રિફ્રેશમેન્ટ્સ’ અને ટેમ્પલ ડાઇનિંગ હોલ માં શુદ્ધ શાકાહારી ભોજન અને નાસ્તો વાજબી દરે ઉપલબ્ધ છે.
ત્રિમંદિરના મુખ્ય કાર્યક્રમો અને સેવાઓ
1. શાળા આયોજન (School Hosting Program)
દર વર્ષે આશરે 22,000 થી વધુ બાળકો શાળા આયોજન કાર્યક્રમમાં ભાગ લે છે. વિદ્યાર્થીઓ આ આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણનો લાભ લેવા માટે ત્રિમંદિરની મુલાકાત લે છે. બાળકો ને અભ્યાસ માં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે તે માટે “દાદા ભગવાનના અસીમ જય જય કાર હો” ગાવાનું પણ શીખવવામાં આવે છે. આ શાળા આયોજન કાર્યક્રમ બાળકોમાં જીવનભર ટકી રહે તેવા મૂલ્યોનું સિંચન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
2. મલ્ટીમીડિયા શો / થીમ શો (Multimedia Shows / Theme Shows)
દર રવિવારે સત્સંગ હોલમાં ખાસ તૈયાર કરેલા થીમ શો અને કઠપૂતળી શો (Puppet shows) બતાવવામાં આવે છે. આ શો દ્વારા દર્શકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે, જેમ કે:
- માતા-પિતાનું સન્માન કેવી રીતે કરવું.
- શિક્ષક-વિદ્યાર્થી સંબંધો કેવા હોવા જોઈએ.
- ઝઘડાઓ અથવા ક્લેશ ટાળવા કેવી રીતે.
- તમામ ધર્મોનો સાર શું છે.
- અને જીવનમાં સુખી કેવી રીતે રહેવું.
૩. તહેવારોની ઉજવણી (Festivals)
ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી અને ભારતીય નવા વર્ષ જેવા તમામ મુખ્ય તહેવારોની ઉજવણી દર વર્ષે મંદિરમાં ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. આ તહેવારો દરમિયાન મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે, જે એક દિવ્ય અને આકર્ષક વાતાવરણ સર્જે છે. મોટી સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં ભાગ લેવા દૂર-દૂરથી આવે છે અને મહાપ્રસાદનો લાભ લે છે.
૪. ભક્તિ કાર્યક્રમો (Bhakti Programs)
મંદિરમાં દર પખવાડિયે (દર પંદર દિવસે) અને કેટલાક તહેવારો દરમિયાન પણ વિશેષ ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં ધૂન, ભજન, કીર્તન અને આરતી દ્વારા ભક્તોને આધ્યાત્મિક અનુભવ કરાવવામાં આવે છે. આ ભક્તિ કાર્યક્રમો મનની શાંતિ અને સકારાત્મક ઊર્જા મેળવવા માટેનો ઉત્તમ માર્ગ છે.
5. સત્સંગ કાર્યક્રમો (Satsang Programs)
દર ત્રણ મહિને દાદા ભગવાનના બ્રહ્મચારી ભક્ત એવા આપ્તપુત્ર એટલે (‘આપ્તપુત્ર’ એ દાદા ભગવાનના એવા બ્રહ્મચારી શિષ્યો છે, જેઓ ધર્મ અને જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરીને આધ્યાત્મિક સેવા પૂરી પાડે છે. ત્રિમંદિરમાં જે સત્સંગનું આયોજન થાય છે, તેમાં તેઓ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપતા હોય છે.) સાથે ખાસ સત્સંગ કાર્યક્રમનું આયોજન થાય છે, જ્યાં ઉપસ્થિત ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન મળે છે.
શા માટે રાજકોટ ત્રિમંદિરની મુલાકાત લેવી જોઈએ?
આ મંદિર માત્ર પથ્થરોથી બનેલું સ્થાપત્ય નથી, પરંતુ એક એવું ધામ છે જે તમામ ધર્મોના લોકોને એક મંચ પર લાવે છે. અહીં દર્શન કરવાથી વ્યક્તિ પોતાની ચિંતાઓ ભૂલીને, દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન ના આધારે જીવનને સુખી બનાવવાનું જ્ઞાન મેળવી શકે
જો તમને આ માહિતી ગમી હોઈ તો અમારા અન્ય લેખ વાંચવા અહીં ક્લિક કરો.



