Fastag: ફાસ્ટેગ નો વાર્ષિક પાસ કેવી રીતે લેશો? પાસ લેતા પહેલા આ મહત્વની ચકાસણી કરો

વારંવાર હાઈવે પર મુસાફરી કરો છો? Fastag Annual Pass ખરીદતા પહેલા આ જરૂરી ચકાસણી કરો અને પૈસા બચાવવાનો સાચો રસ્તો જાણો. Fastag વાર્ષિક પાસ લેવા પહેલાં ગયા વર્ષનો ખર્ચ ચકાસો – સાચે ફાયદો થશે કે ફક્ત વધારાનો ખર્ચ?

શું છે ફાસ્ટેગ વાર્ષિક પાસ? | Fastag Annual Pass

  • ₹3000 નો પ્રીપેડ પાસ, ખાનગી વાહનો (કાર, જીપ, વેન) માટે. (નોંધ: કોમર્શિયલ વાહનો માટે નથી)
  • 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય (જે પહેલું પૂર્ણ થાય).
  • NHAI ના નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર 1,150+ ટોલ પ્લાઝા માટે ઉપલબ્ધ.
  • ખાસ દયાન રાખો કે આ વાર્ષિક પાસ બધે નહિ ચાલે એટલે તમારે ફાસ્ટેગ મા રિચાર્જ રાખવું જરૂરી છે

વાર્ષિક પાસ કેવી રીતે મેળવવો?

રાજમાર્ગ યાત્રા Rajmargyatra ને પ્લે સ્ટોર ડાઉનલોડ કરો. પછી તમે તમારા મોબાઇલ નંબર થી અથવા તો વાહન રજિસ્ટ્રેશન નંબર (VRN) કરી શકો છો. જો તમારી પહેલા થીજ ફાસ્ટેગ છે તો તમને એ એપ માં બતાવશે. જો તમારી પાસે ફાસ્ટેગ નથી તો પહેલા ફાસ્ટેગ કઢાવી લ્યો જેનાથી આ પ્રક્રિયા ખુબજ સરળ બની જશે. ચાલો આગળ વધીયે

હવે તમને Activate Annual Pass નું ઓપ્શન બતાવતા હશે (રેફરન્સ માટે નીચે આપેલા ફોટા ને જુઓ), આ બટન પર ક્લિક કરતા જ તમને ₹3000 ની ચુકવણી માટે UPI/કાર્ડ/નેટ બેન્કિંગ ના ઓપ્શન બતાવશે.

એકવાર પેમેન્ટ કાર્ય પછી તમારું એક્ટિવેશન 2 થી 24 કલાક માં થઇ જશે અને તમને SMS દ્વારા જાણ કરવા માં આવશે. છેને સાવ સહેલું.

fastag annual pass

ચાલો હવે હું તમને એક ટ્રીક જણાવું જેનાથી તમે નક્કી કરી સક્સો કે તમારા માટે આ પાસ લાભદાયક છે કે નુકસાની વાળો.

આ પાસ લેતા પહેલાં સ્ટેટમેન્ટ ની ચકાસણી કરી લો

તમે ગયા વર્ષે toll tex માં કેટલા રૂપિયા આપ્યા એ જાણી લો તો ખબર પડી જય કે તમે સામાન્ય રીતે ગાડી માં કેટલું ફર્યા છો અને ખરેખર આ નુકસાની નો સોદો છે કે ફાયદા વાળો

કેવી રીતે કાઢશો તમારા ફાસ્ટ ટેગ નું સ્ટેટમેન્ટ

  • વિઝિટ કરો તમારા સર્વિસ પ્રોવિડર ની વેબસાઇટ ને અને મોબાઇલ નંબર થી લોગીન કરો, હું કોટક નું ફાસ્ટેગ વાપરું છું તો મને આ રીતે લોગીન બતાવે છે. તમને પણ આવુજ કંઈક બતાવવું જોઈએ
fastag annual pass
  • હવે લોગીન કાર્ય પછી સ્ટેટમેન્ટ મેનુ માં જાવ, આજ થી એક વર્ષ પહેલા ની ડેટ ને સિલેક્ટ કરો.
    સબમિટ કરતા જ તમને જોવા મળશે કે તમે ટોટલ કેટલી ટ્રીપ કરી છે (મેં ગયા વર્ષ માં 32 ટ્રીપ કરી છે) અને તમને એ પણ બતાવશે તમે કેટલા રૂપિયા ગયા વર્ષ માં આપ્યા છે (મેં ગયા વર્ષે ખાલી 1490/- રૂપિયા જ આપ્યા છે.)

આ જોતા મને એવું લાગે છે કે પાસ તો મારે કાઢવો જોઈએ ને જાજુ ફરવા પણ જવું જોઈએ, પાસ હશે તો toll tex ની પણ ઉપાદી નહીં રહે. તમે હિસાબ કરો તો ₹3000 માં 200 ટ્રીપ = ₹15 પ્રતિ ટોલ થયા, પાસ વગર તમે 1 થી 2 રૂપિયા પર કિલોમીટર આપો છો.

તો શેર કરી દો તમારા એવા મિત્ર ને જેની પાસે ગાડી તો છે પણ ફરવા નથી જતા.